Vadodara News : વડોદરાના માંજલપુર વિસ્તારમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. જેમાં કેબલિંગની કામગીરી દરમિયાન આગ ફાટી નીકળતા પાંચ દુકાન અને બેથી વધુ મકાનો આગની ચપેટમાં આવી ગયાં હતાં. આગમાં ચારથી વધુ લોકો દાઝ્યા હોવાનું સામે આવ્યું છે. આગની ઘટનાની જાણ થતાં જ ફાયરબ્રિગેડની ગાડીઓ તરત જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. જોકે, હાલ પોલીસે સાંજે લાગેલી આગમાં જાણવા જોગ ફરિયાદ દાખલ કરી છે.
આ ફરિયાદમાં ખાનગી કંપની દ્વારા કામગીરી કરવામાં આવી રહી હતી, તે દરમ્યાન અચાનક બ્લાસ્ટ થયો હતો. આ સમગ્ર ઘટનામાં ખાનગી કંપનીના બે વ્યક્તિ સહિત અન્ય ત્રણ લોકો મળી કુલ પાંચ લોકો દાઝી ગયા હતા. જેમાંથી એકને સામાન્ય અને એક વ્યક્તિને શહેરની સયાજી હોસ્પિટલમાં જ્યારે અન્ય ત્રણ વ્યક્તિને ખાનગી ગ્લોબર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓની સારવાર ચાલી રહી છે. આ બનાવમાં કુલ ચાર દુકાનોને ભારે નુકસાન પહોંચ્યું છે જ્યારે ત્રણ ઘર અને ત્રણ ટુ વ્હીલર બળીને ખાખ થઈ ગયા છે.
આ બનાવ અંગે જાણવા જોગ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.સ્પંદન સર્કલ પાસે રહેણાક કોમ્પ્લેક્સમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. હાલ કેબલિંગ કરતા કર્મચારીઓ આગમાં દાઝ્યા હોવાની માહિતી મળી છે, જોકે મકાનોમાં રહેતા પરિવારો આગની ચપેટમાં આવતા બચ્યા. +લગાવવામાં આવ્યું છે. ફાયરબ્રિગેડ દ્વારા મેજર કોલ જાહેર કરાયો.ફાયર વિભાગના પાંચ ફાયર સ્ટેશનની ટીમો દ્વારા આગ પર કાબૂ મેળવવામાં આવ્યો છે. આ આગના બનાવમાં ચારથી વધુ લોકો દાઝ્યા હોવાની વિગતો સામે આવી છે, જેમાં એક વ્યક્તિ સિવાય અન્ય વ્યક્તિને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
આ આગની ઘટનામાં દાઝેલા સચિન હરિઓમ યાદવ( ઉંમર વર્ષ 30) સ્પંદન સર્કલ રાજેશ્વરી જ્યૂસ સેન્ટર માંજલપુર ને સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેઓ બંને હાથ, બંને પગના પંજા પર અને મોઢાના ભાગે દાઝ્યા હોવાની વિગતો સામે આવી છે. આ આગની ઘટના કઈ રીતે બની એ હજુ સ્પષ્ટ થયું નથી, પરંતુ અહીં ખાનગી કંપનીના કર્મચારીઓ કામ કરી રહ્યા હોવાનું સ્થાનિક લોકોનું કહેવું છે.આ આગની ઘટનામાં દાંડિયાબજાર, જીઆઇડીસી, ગાજરાવાડી, પાણીગેટ ફાયર સ્ટેશન સહિતની ટીમો ઘટનાસ્થળે પહોંચી પાણીનો મારો ચલાવ્યો હતો અને આગ પર કાબૂ મેળવ્યો હતો.
આગમાં ઈજાગ્રસ્ત અને દાઝેલી વ્યક્તિઓને ફાયર વિભાગ પહોંચે એ પહેલાં હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ અંગે ચીફ ફાયર ઓફિસર મનોજ પાટીલ સાથે ટેલિફોનિક વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે આ અંગેનો કોલ મળતાં જ વડોદરા ફાયર એન્ડ ઇમર્જન્સી વિભાગમાંથી એક પછી એક ફાયર સ્ટેશનની ગાડીઓ સ્થળ પર મોકલી 20થી 30 મિનિટમાં આગ પર કાબૂ મેળવી લીધો છે.
હાલમાં આગ સંપૂર્ણ કાબૂમાં આવી ગઈ છે. આ આગ લાગવાનું કારણ હજુ જાણી શકાયું નથી.આ અંગે એસીપી પ્રણવ કટારિયાએ જણાવ્યું હતું કે ત્રણ દુકાનો અને બંધ મકાન હતાં એમાં આગ પ્રસરી હતી. આ બનાવમાં અમે બનવાજોગ ફરિયાદ લઈ રહ્યા છે. ખાનગી કંપની દ્વારા કામગીરી કરવામાં આવી રહી હતી ત્યારે ગેસલાઇન લીકેજ થતાં આગ ફાટી નીકળી હતી. હાલમાં તપાસ ચાલુ છે અને કેટલાક લોકો દાઝ્યા છે.
દાઝેલા વ્યક્તિના નામ
હરિરામ રઘુનાથ ચૌધરી
સોનલબેન નીરવભાઈ પંડ્યા
પંકજ ચંદુભાઈ પરમાર
જનક પટેલ
સચીન હરીઓમ યાદવ
આ પણ વાંચો:રાજકોટમાં પોલીસનો આતંક, વાહનચાલક પર લાકડી વડે હુમલો કર્યાનો વીડિયો વાયરલ
આ પણ વાંચો:રાજકોટના તત્કાલીન આસીસ્ટંટ ટાઉન પ્લાનર સામે અપ્રમાણસર મિલ્કતનો ગુનો દાખલ
આ પણ વાંચો:રાજકોટમાં કુવાડવા રોડ પર સાબુની ફેક્ટરીમાં ભીષણ આગ
