Rajkot News : રાજકોટમાં કુવાડવા રોડ પર સાબુની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. સાબુ બનાવતી જે.કે.કોટેજ નામની કંપનીમાં આગ લાગવાની આ ઘટના બની હતી. આગને કારણે આસપાસની બે થી ત્રણ દુકાનોમાં આગ લાગી હતી. જોકે આગની ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી.
આગના પગલે દૂર-દૂર સુધી ધુમાડાના ગોટેગોટા દેખાયા. આ અંગે ફાયરબ્રિગેડને જાણ કરાતા 3 ફાયર ફાઈટરો ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. જોકે ફેક્ટરીમાં આગ લાગવાનું કારણ અકબંધ છે. ઘટનાસ્થળે પોલીસ, ફાયર અને 108 પહોંચી ગયા છે.
આ પણ વાંચો:ડીસામાં ઘી ના ભેળસેળીયા વેપારી પર ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ત્રાટક્યુ
આ પણ વાંચો:ડીસા અને રાજકોટમાં મહત્તમ તાપમાનનો પારો 38ને પાર, જાણો રાજ્યમાં કેવું છે હવામાન?
આ પણ વાંચો:ડીસામાં 46 લાખની લૂંટમાં 250 CCTV ચકાસી અંતે 7 શખ્સો ઝડપી લેવાયા, 6 મહિના કરી હતી રેકી