Banaskantha News : દિયોદર લાખણી તાલુકાના ખેડૂતોનએ વીજ લાઈન મુદ્દે બનાસકાંઠા કલેકટરને રજુઆત કરી છે. જેમાં જેટકોની 400KV ની વીજ લાઇન નુદ્દે રજુઆત કરવામાં આવી છે. ખેડૂતોએ મુન્દ્રાથી કંસારી સુધી આવેલી જેટકોની 400KV લાઇન સામે કલેકટરમાં રજુઆત કરવામાં આવી છે. જેટકો એ ખેડૂતોને વળતર આપ્યું જ ન હોવાથી આ રજુઆત કરવામાં આવી છે.

2011 માં વીજ લાઇન ઉભી થઇ ગઇ હોવા છતાં આજ દિવસ સુધી ખેડૂતોને વળતર મળ્યું નથી. નિયમોનુસાર ત્રણ હપ્તામાં ખેડૂતોને વળતર આપવાનું હોય છે. તાર ખેંચતા પહેલા વળતરના 2 હપ્તા તો ખેડૂતોને ચૂકવી આપવાના હોય છે.

તાર ખેંચાય જાય ને વીજ પ્રવાહ ચાલુ કરતા પહેલા વળતરનો છેલ્લો હપ્તો ચૂકવી આપવાનો હોય છે. કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયા, ખેડૂત આગેવાન અમારા ચૌધરી, ભરત કરેણ સહિત રહ્યા હાજર હતા.

જેમાં ખેડૂતોને 14 વર્ષના વ્યાજ સાથે વળતર આપવા ગુજરાત કિસાન કોંગ્રેસની માંગ છે. ઉપરાંત 2024 ના પરિપત્ર મુજબ ખેડૂતોને વળતર આપવા કિસાન કોંગ્રેસની માંગ છે.
આ પણ વાંચો:ડીસામાં ઘી ના ભેળસેળીયા વેપારી પર ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ત્રાટક્યુ
આ પણ વાંચો:ડીસા અને રાજકોટમાં મહત્તમ તાપમાનનો પારો 38ને પાર, જાણો રાજ્યમાં કેવું છે હવામાન?
આ પણ વાંચો:ડીસામાં 46 લાખની લૂંટમાં 250 CCTV ચકાસી અંતે 7 શખ્સો ઝડપી લેવાયા, 6 મહિના કરી હતી રેકી
