ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી તુષારભાઈ ચૌધરીના Mobile theft પત્નીના હાથમાંથી મોબાઇલ ચોરો મોબાઇલ તફડાવી ગયા છે. સુરતના ઘોડાદોડ રોડ પર રહેતા ડો. દીપ્તિબેન તુષારભાઈ ચૌધરી સ્મીમેર હોસ્પિટલમાં સિનિયર ફિઝિયોથેરપિસ્ટ તરીકે ફરજ બજાવે છે. દીપ્તિબેનના પતિ તુષારભાઈ ચૌધરી ખેડબ્રહ્માના ધારાસભ્ય છે.
ડો. તુષાર ચૌધરી પૂર્વ કેન્દ્રીય મંત્રી પણ રહી ચૂક્યા છે. દરમિયાન Mobile theft ગત તા. 23મીએ રાત્રે નવ વાગ્યે નિત્યક્રમ મુજબ દીપ્તિબેન વોકિંગ માટે નીકળ્યા હતા. તે સમયે ઉમરા કેનાલ રોડ, પનાસ પ્રજ્ઞાનગર એસએમસી આવાસથી થોડે દૂર સર્વિસ રોડ પર તેઓ ફોન પર વાતચીત કરતાં કરતાં પસાર થતા હતા ત્યારે એક કાળા કલરની મોપેડ તેમના તરફ ધસી આવી હતી.
મોપેડ પર સવાર 20-25 વર્ષના યુવકે દીપ્તિબેનના Mobile theft જમણા હાથમાંથી એપલ કંપનીનો મોબાઇલ સ્નેચ કરી લીધો હતો અને બાદમાં સ્નેચર પલકવારમાં ફોન લઇ મોપેડ પર કિંગ્સ કોર્નર તરફ નાસી છૂટ્યો હતો. દીપ્તિબેને આ અંગે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા ઉમરા પોલીસે અજાણ્યા મોપેડ ચાલક યુવક સામે રૂ. 60 હજારની મોબાઇલ ચોરીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે સુરત શહેરમાં મોબાઈલ સ્નેચરો Mobile theft રાહદારીઓના હાથમાંથી મોબાઈલ સ્નેચીગ કરીને ધૂમ સ્ટાઈલમાં બાઈક પર ફરાર થઇ જાય છે. આવી અનેક ફરિયાદો પોલીસ ચોપડે પણ નોંધાઈ છે. તેમજ પોલીસ પણ આવા સ્નેચરોને ભૂતકાળમાં ઝડપી પાડી અનેક ગુનાના ભેદ પણ ઉકેલ્યા છે તેમ છતાં આ પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે.
તાજેતરમાં જ ડભોલી વિસ્તારમાં પણ યુવકના હાથમાંથી Mobile theft મોબાઈલ ફોન ઝુટવીને બાઈક સવાર ઈસમો ફરાર થઇ ગયા હોવાના સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા હતા ત્યારે હવે સુરતના ઉમરા વિસ્તારમાંથી પૂર્વ કેન્દ્રીય મંત્રીના પત્નીના હાથમાંથી 60 હજારની કિમતનો મોબાઈલ ફોન ઝુટવીને બાઈક સવાર ઇસમ ફરાર થઇ ગયો હોવાની ઘટના પણ સામે આવી છે.
આ પણ વાંચોઃ Kedarnath Yatra 2023/ ઉત્તરાખંડમાં પહોંચ્યું ચોમાસું, ભારે વરસાદ, થંભી ગઈ કેદારનાથ યાત્રા
આ પણ વાંચોઃ PM કિસાન યોજના/ સરકારે ખેડૂતોને આપી વધુ એક સુવિધા, હવે આ મોબાઈલ એપ દ્વારા સરળતાથી થશે KYC
આ પણ વાંચોઃ PM Modi Egypt Visit/ પીએમ મોદી પહોંચ્યા કાહિરાની અલ હકીમ મસ્જિદ, જાણો ખાસ કનેક્શન
આ પણ વાંચોઃ ઉત્તર પ્રદેશ/ નોઈડા પહોંચ્યા સીએમ યોગી, કહ્યું- ‘યુપીના માફિયા ઠંડા થઈ ગયા, હવામાન પણ ઠંડુ થઈ ગયું છે’
આ પણ વાંચોઃ Pakistan/ હવે કરાચી પોર્ટ પણ UAEને વેચશે પાકિસ્તાન, વેતનમાં કાપ, ટેક્સમાં વધારો; પાકિસ્તાન પૈસા માટે શું કરી રહ્યું છે?
