અમદાવાદના કઠવાડા ખાતે પૂર્વ વિસ્તારમાં આવેલી નીલકંઠ રેસીડેન્સીમાં કાલ સાંજે લગભગ છ વાગ્યાની આસપાસ ગોળીઓના અવાજથી ગુંજી ઉઠી હતી.
આપણે જણાવી દઈએ કે છેલ્લા પાંચ મહિનાથી આ રેસીડેન્સીના ત્રીજા માળે રાજસ્થાનના ગેંગસ્ટર રોકાયા હતા. પાડોશીઓને આ લોકોની હલચલ શંકાસ્પદ જણાઈ હતી. જે વાત ક્રાયમ બ્રાંચને ખબર પડતા અધુરી તૈયારીઓ સાથે તે ગેંગસ્ટરોને પકડવા પહોંચી ગઈ હતી. પોલીસે ઘટના સ્થળે જઈ દરવાજા પર દસ્તક દીધી હતી એટલા સયમમાં જ અંદરથી અંધાધુન ફાયરીંગ શરુ થઇ ગઈ હતી. આ ફાયરીંગના અવાજથીનીચે ઉભેલા બે શખ્શો નાસવા લાગ્યા હતા પરંતુ પોલીસે તેને ધરબી લીધા હતા.
પરંતુ રૂમની અંદરના ગેંગસ્ટરો કોઈ ફિલ્મી ઢબની મારફતે બંને હાથોમાં બંદુક લઇ ક્રાયમ બ્રાંચ પર ગોળીઓ વરસાવી ગેલેરી કુદીને, નીચે પડેલી પોલો કારમાં ફરાર થઇ ગયા હતા.
આપણે જણાવી દઈએ કે પોલીસ અને ગેંગસ્ટરો વચ્ચે 20 મિનીટ થયેલી ઝડપમાં આરોપીઓએ 10 રાઉન્ડ ફાયરીંગ કર્યા હતા. જ્યારે બચાવ માટે પોલીસે પણ 7 થી 8 રાઉન્ડ ફાયરીંગ કર્યા હતા. જો કે, પોલીસે ઘટના સ્થળ ઉપરથી ગેંગસ્ટર પ્રકાશ ગૌસ્વામી ઉપરાંત અન્ય બે આરોપીઓને હાથે ધર્યા હતા.
અન્ય આરોપીઓને પકડવા માટે પોલીસે શહેરમાં તમામ જગ્યાએ નાકાબંધી કરી સુરક્ષાકર્મીઓને સતર્ક કરી દીધા હતા, પરંતુ આરોપીઓનો કોઈ સંકેત મળ્યો નહોતો. આ ફાયરીંગમાં કોઈ રેસીડેન્સીના સામાન્ય નાગરિકોને કે પોલીસકર્મીઓને કોઈ પણ જાતની ઈજા પહોંચી નહોતી.
આ કાંડમાં કુલ સાત આરોપીઓ લિપ્ત હતા જેમાંથી ત્રણ આરોપીઓને પોલીસે ધરબી લીધા છે જયારે અન્ય ચાર આરોપીઓ હાલ પણ ફરાર ચાલે છે. મહત્વનો મુદ્દો એ ધ્યાનમાં લેવા જેવો છે કે પોલીસ પર આટલા રાઉન્ડ ફાયરીંગ કરવામાં આવ્યા છે.
