Jurassic India: જ્યારે આપણે ડાયનાસોરની વાત કરીએ છીએ, ત્યારે આપણા મગજમાં હોલીવુડની ‘જુરાસિક પાર્ક’ જેવી ફિલ્મોના દ્રશ્યો આવે છે. પરંતુ શું તમે જાણો છો કે ભારતનું રાજસ્થાન પણ એક સમયે ડાયનાસોરનું ઘર હતું? રાજસ્થાનની પ્રાચીન અરવલ્લી (Aravalli) પર્વતમાળાઓ માત્ર પહાડો નથી, પરંતુ તે કરોડો વર્ષ જૂના ઈતિહાસના સાક્ષી છે. સંશોધકોને અહીંથી એવા પુરાવા મળ્યા છે જે સાબિત કરે છે કે આ વિસ્તારમાં ક્યારેક વિશાળકાય ડાયનાસોર ફરતા હતા.
અરવલ્લી: દુનિયાની સૌથી જૂની પર્વતમાળા
અરવલ્લી પર્વતમાળા દુનિયાની સૌથી પ્રાચીન પર્વતમાળાઓમાંની એક છે. જ્યારે હિમાલય અસ્તિત્વમાં પણ નહોતો, ત્યારે અરવલ્લીના પહાડો ઊભા હતા. આ પહાડોના પથ્થરોમાં પૃથ્વીના જન્મથી લઈને ઉત્ક્રાંતિ સુધીના અનેક રહસ્યો દફન છે.
ડાયનાસોરના અવશેષો અને ઈંડા (Fossils in Rajasthan)
રાજસ્થાનના જેસલમેર અને તેની આસપાસના વિસ્તારોમાં ડાયનાસોરના પગના નિશાન અને અશ્મિઓ (Fossils) મળી આવ્યા છે.
થારનું રણ: આજે જે સૂકું ભઠ્ઠ રણ દેખાય છે, તે કરોડો વર્ષ પહેલાં ગાઢ જંગલો અને સમુદ્ર કિનારો હતો.
જેસલમેર ફોર્મેશન: જેસલમેરના ‘થાર ડેઝર્ટ’માં ડાયનાસોરની એવી પ્રજાતિઓના અવશેષો મળ્યા છે જે શાકાહારી હતા અને લાંબી ડોક ધરાવતા હતા. આ વિસ્તારને વૈજ્ઞાનિકો ‘ભારતનું જુરાસિક પાર્ક’ (Rajasthan) પણ કહે છે.
પગના નિશાન અને સમુદ્રી જીવો
તાજેતરમાં જેસલમેરના ‘થાઈયાત’ ગામ પાસે ડાયનાસોરના પગના નિશાન મળી આવ્યા છે. આ નિશાન સાબિત કરે છે કે અહીં ડાયનાસોરના ટોળા વસતા હતા. તે સમયે આ વિસ્તારમાં ખૂબ જ ભેજવાળું વાતાવરણ હતું અને ખોરાકની પણ ભરપૂર સુવિધા હતી.
પ્રવાસીઓ માટે ખાસ: આકલ વુડ ફોસિલ પાર્ક
જો તમે આ ઈતિહાસને નજીકથી જોવા માંગતા હોવ, તો જેસલમેર (Rajasthan) પાસે આવેલો ‘આકલ વુડ ફોસિલ પાર્ક’ શ્રેષ્ઠ જગ્યા છે.
અહીં 18 કરોડ વર્ષ જૂના લાકડાના અશ્મિઓ જોવા મળે છે.
આ પાર્ક એ વાતનો પુરાવો છે કે કેવી રીતે એક હર્યુંભર્યું જંગલ સમય જતાં રણમાં ફેરવાઈ ગયું.
અરવલ્લી અને રાજસ્થાન (Rajasthan) માત્ર કિલ્લાઓ અને મહેલો માટે જ નહીં, પણ પૃથ્વીના આદિકાળના ઈતિહાસ માટે પણ જાણીતું છે. જો તમે એડવેન્ચર અને ઈતિહાસના શોખીન હોવ, તો અરવલ્લીના (Rajasthan) આ રહસ્યો તમને ચોક્કસ આશ્ચર્યચકિત કરી દેશે.
આ પણ વાંચો: નાઈટ ટ્રેકિંગનો પ્લાન છે? તો રાત્રે જંગલ કે પહાડ પર જતા પહેલા આ 5 સેફ્ટી ટિપ્સ ગાંઠે બાંધી લેજો
આ પણ વાંચો: ભારતના આ 5 પુલ છે એન્જિનિયરિંગના બેજોડ નમૂના, ફોટા જોઈને તમે પણ કહેશો ‘વાહ
આ પણ વાંચો: ઉદયપુરના આ ‘તરતા મહેલ’માં લગ્ન કરવાનું સપનું દરેક કપલનું હોય છે! જાણો જગમંદિર પેલેસનું ભાડું અને સુવિધાઓ




