India vs South Africa/ રોહિત શર્માનો નવો વર્લ્ડ રેકોર્ડ, છગ્ગા ફટકારવામાં આફ્રિદીને પાછળ છોડ્યો

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ODI શ્રેણીની પહેલી મેચમાં ભારતીય ટીમના અનુભવી બેટ્સમેન રોહિત શર્માએ નવો રેકોર્ડ સર્જયો છે. તેણે વન-ડે ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાના પાક. બેટમસેન શાહિદ આફ્રિદીના રેકોર્ડને ધ્વસ્ત કર્યો છે.

Top Stories Trending Breaking News Sports

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ODI શ્રેણીની પહેલી મેચમાં ભારતીય ટીમના અનુભવી બેટ્સમેન રોહિત શર્માએ નવો રેકોર્ડ સર્જયો છે. તેણે વન-ડે ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાના પાક. બેટમસેન શાહિદ આફ્રિદીના રેકોર્ડને ધ્વસ્ત કર્યો છે. આફ્રિદાના 351 છગ્ગાના રેકોર્ડ સામે રોહિત શર્માએ 352 છગ્ગા ફટકાર્યા હતા. આ દરમિયાન તેણે વિરાટ કોહલી સાથે મળીને શાનદાર બેટિંગ કરી હતી. રોહિત અને કોહલીએ બીજી વિકેટ માટે શાનદાર સદીની ભાગીદારી કરી. આ 20મી વખત છે જ્યારે બંનેએ ODI માં સદીની ભાગીદારી કરી છે.

રોહિત શર્માએ આ મેચમાં મોટો રેકોર્ડ બનાવ્યો. રોહિત હવે ODI માં સૌથી વધુ છગ્ગા મારનાર બેટ્સમેન બની ગયો છે. આ મેચ પહેલા, રોહિતને પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીનો રેકોર્ડ તોડવા માટે ત્રણ છગ્ગાની જરૂર હતી. તેણે ભારતીય ઇનિંગ્સની 20મી ઓવરમાં માર્કો જેન્સેનની બોલ પર છગ્ગા ફટકારીને આફ્રિદીને પાછળ છોડી દીધો. આફ્રિદીએ 398 ODI માં 351 છગ્ગા ફટકાર્યા હતા, જે રેકોર્ડ રોહિતે હવે તોડી નાખ્યો છે. રોહિતે 277 ODI માં 352 છગ્ગા ફટકાર્યા છે.

ODI માં સૌથી વધુ છગ્ગા
352* – રોહિત શર્મા (ભારત)
351 – શાહિદ આફ્રિદી (એશિયા/પાકિસ્તાન/ICC)
331 – ક્રિસ ગેલ (વેસ્ટ ઈન્ડિઝ/ICC)
270 – સનથ જયસૂર્યા (એશિયા/શ્રીલંકા)
229 – એમએસ ધોની (એશિયા/ભારત)

રોહિત શર્માએ આ મેચમાં ૫૧ બોલમાં ૫૭ રન બનાવ્યા, જેમાં પાંચ ચોગ્ગા અને ત્રણ છગ્ગાનો સમાવેશ થાય છે. રોહિત અને વિરાટ કોહલીએ બીજી વિકેટ માટે 136 રનની ભાગીદારી કરી. રોહિતને માર્કો જેન્સન દ્વારા LBW આઉટ કરવામાં આવ્યો. આ રોહિતનો સતત ત્રીજો ODI સ્કોર 50+ છે. 38 વર્ષીય રોહિત શર્મા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બીજી ઐતિહાસિક સિદ્ધિની ખૂબ નજીક છે. ‘હિટમેન’ ૬૫૦ આંતરરાષ્ટ્રીય છગ્ગા ફટકારનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બની શકે છે. હાલમાં તેના નામે 645 છગ્ગા છે, એટલે કે આ રેકોર્ડ સુધી પહોંચવા માટે તેને ફક્ત પાંચ વધુની જરૂર છે. રસપ્રદ વાત એ છે કે, દુનિયાનો કોઈ પણ બેટ્સમેન હજુ સુધી 600 છગ્ગાનો આંકડો પાર કરી શક્યો નથી. દિગ્ગજ ક્રિસ ગેલ (553 છગ્ગા) પણ રોહિતથી ઘણો પાછળ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ટીમ તૂટી ગઈ…’ કોહલીના ભાઈએ BCCI પર લગાવ્યો ગંભીર આરોપ, વિરાટ અને રોહિત વિશે સનસનાટીભર્યો દાવો…

આ પણ વાંચો: મારા ભવિષ્યનો નિર્ણય BCCI લેશે કહી ગૌતમ ગંભીરે ગુવાહાટી ટેસ્ટ હારની જવાબદારી લીધી

આ પણ વાંચો: ડોમેસ્ટિક મેચ રમવી જ પડશે… BCCIના ‘કડક આદેશ’ પછી રોહિત શર્માનો મોટો નિર્ણય, વિરાટ કોહલીએ મૌન જાળવ્યું