"cricketer virat kohli/ વિરાટ કોહલીએ વન-ડેમાં સચીનનો સૌથી વધુ સદીનો રેકોર્ડ તોડ્યો

ભારતીય ક્રિકેટના કિંગ કોહલીએ વન-ડે ક્રિકેટના ઇતિહાસમાં સચીન તેંડુલકરનો સૌથી વધુ 51 સદીનો રેકોર્ડ ધ્વસ્ત કર્યો છે. કોહલીએ 30 નવેમ્બર, રવિવારના રોજ રાંચીના JSCA ઇન્ટરનેશનલ સ્ટેડિયમ કોમ્પ્લેક્સમાં દક્ષિણ આફ્રિકા સામેની મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું.

Top Stories Trending Breaking News Sports

Ranchi: ભારતીય ક્રિકેટના કિંગ કોહલીએ વન-ડે ક્રિકેટના ઇતિહાસમાં સચીન તેંડુલકરનો સૌથી વધુ 51 સદીનો રેકોર્ડ ધ્વસ્ત કર્યો છે. કોહલીએ 30 નવેમ્બર, રવિવારના રોજ રાંચીના JSCA ઇન્ટરનેશનલ સ્ટેડિયમ કોમ્પ્લેક્સમાં દક્ષિણ આફ્રિકા સામેની મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું.

ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન કોહલીએ 102 બોલમાં સાત ચોગ્ગા અને પાંચ છગ્ગા ફટકારીને પોતાની સદી પૂરી કરી. 38મી ઓવરમાં માર્કો જેનસેનના પાંચમા બોલ પર ચોગ્ગા ફટકારીને કોહલીએ સદીનો આંકડો પૂરો કર્યો.

આ વિરાટ કોહલીની વનડેમાં 52મી સદી હતી. કોહલી હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના એક જ ફોર્મેટમાં સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન બની ગયો છે. કોહલીએ ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો, જેમણે ટેસ્ટ ક્રિકેટમાં 51 સદી ફટકારી હતી.

કિંગ કોહલીની આંતરરાષ્ટ્રીય કારકિર્દી 83 સદી સુધી પહોંચી ગઈ છે. કોહલીએ ટેસ્ટમાં ૩૦ સદી અને ટી૨૦માં એક સદી ફટકારી છે. કોહલીની છેલ્લી સદી આ વર્ષે 23 ફેબ્રુઆરીએ દુબઈમાં પાકિસ્તાન સામે ચેમ્પિયન્સ ટ્રોફી મેચમાં આવી હતી. કોહલીએ અણનમ ૧૦૦ રન બનાવીને ભારતને વિજય અપાવ્યો.

રાંચીના જેએસસીએ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ કોમ્પ્લેક્સમાં વિરાટ કોહલીનો પ્રભાવશાળી રેકોર્ડ છે. આ મેદાન પર કોહલીની આ ત્રીજી વનડે સદી હતી. કોહલીએ આ મેદાન પર પાંચ ઇનિંગ્સ રમી છે, જેમાં ૫૦૦ થી વધુ રન બનાવ્યા છે. પોતાની ત્રણ સદી ઉપરાંત, તેણે આ મેદાન પર એક અડધી સદી પણ ફટકારી છે.

રાંચી વનડેમાં વિરાટ કોહલી અને રોહિત શર્માએ બીજી વિકેટ માટે 136 રનની ભાગીદારી કરી હતી. કોહલી અને રોહિતે વનડેમાં 100થી વધુ રનની ભાગીદારી નોંધાવી હોય તેવું આ 20મી વખત હતું. રોહિત શર્માએ આ મેચમાં 51 બોલમાં 57 રન બનાવ્યા, જેમાં પાંચ ચોગ્ગા અને ત્રણ છગ્ગાનો સમાવેશ થાય છે.

રાંચી વનડેમાં મેદાનમાં ઉતરતાની સાથે જ વિરાટ કોહલી અને રોહિત શર્માએ એક મહત્વપૂર્ણ રેકોર્ડ બનાવ્યો. કોહલી-રોહિતની જોડી એકસાથે સૌથી વધુ આંતરરાષ્ટ્રીય મેચ રમનારી ભારતીય જોડી બની. આ તેમની 392મી આંતરરાષ્ટ્રીય મેચ હતી. આ સાથે કોહલી અને રોહિતે સચિન તેંડુલકર અને રાહુલ દ્રવિડની દિગ્ગજ જોડીને પાછળ છોડી દીધી, જેમણે સાથે મળીને 391 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ટીમ તૂટી ગઈ…’ કોહલીના ભાઈએ BCCI પર લગાવ્યો ગંભીર આરોપ, વિરાટ અને રોહિત વિશે સનસનાટીભર્યો દાવો…

આ પણ વાંચો: મારા ભવિષ્યનો નિર્ણય BCCI લેશે કહી ગૌતમ ગંભીરે ગુવાહાટી ટેસ્ટ હારની જવાબદારી લીધી

આ પણ વાંચો: ડોમેસ્ટિક મેચ રમવી જ પડશે… BCCIના ‘કડક આદેશ’ પછી રોહિત શર્માનો મોટો નિર્ણય, વિરાટ કોહલીએ મૌન જાળવ્યું