sports news/ મારા ભવિષ્યનો નિર્ણય BCCI લેશે કહી ગૌતમ ગંભીરે ગુવાહાટી ટેસ્ટ હારની જવાબદારી લીધી

કોચ ગંભીર પર ભારતની હાર બાદ, દબાણ વધી રહ્યું છે,

Sports

Sports News : ભારતીય ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીર દક્ષિણ આફ્રિકા સામે 0-2 થી કારમી હાર બાદ ગુવાહાટીમાં મીડિયાના તીખા પ્રશ્નોનો સામનો કરતી વખતે ગુસ્સે ભરાયા હતા. ભારતને 26 નવેમ્બરના રોજ રમાયેલી બીજી અને અંતિમ ટેસ્ટમાં 408 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો ઉપરાંત બે મેચની શ્રેણીમાં ક્લીન સ્વીપ પણ કરી હતી.

કોચ ગંભીર પર ભારતની હાર બાદ, દબાણ વધી રહ્યું છે, ઘરઆંગણે સતત બે ટેસ્ટમાં વ્હાઇટવોશનો ભોગ બનનાર પ્રથમ ભારતીય કોચ બન્યા છે. ગંભીરના કોચ તરીકેના પ્રથમ વર્ષમાં, ભારત ન્યુઝીલેન્ડ સામે 0-3 અને હવે દક્ષિણ આફ્રિકા સામે 0-2 થી હારી ગયું છે. ગંભીરે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન, વારંવાર ટ્રોલ થયા બાદ પોતાનું મૌન તોડ્યું હતું. બાદમાં કહ્યું કે તેના ભવિષ્યનો નિર્ણય બીસીસીઆઈ કરશે.

હકીકતમાં, ભારતીય ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરના કાર્યકાળ દરમિયાન, ભારતે છેલ્લા 7 ઘરઆંગણે રમાયેલી ટેસ્ટમાંથી 5 મેચ ગુમાવી છે અને ટીમે અત્યાર સુધી રમાયેલી 18 મેચોમાંથી 10 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. ગુવાહાટી ટેસ્ટ મેચમાં 408 રનની હાર બાદ જ્યારે ગૌતમ ગંભીર પ્રેસ કોન્ફરન્સમાં આવ્યા ત્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેઓ હજુ પણ ટીમ માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. આના પર ગંભીરે જવાબ આપ્યો કે આ નિર્ણય BCCIનો હશે. જ્યારે મેં પદ સંભાળ્યું ત્યારે મેં કહ્યું હતું કે ભારતીય ક્રિકેટ મહત્વપૂર્ણ છે, મારું નહીં. હું હજુ પણ તે નિવેદન પર અડગ છું.

તેઓ ફક્ત હાર પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને સિદ્ધિઓને અવગણે છે, એવી ટીકા પર ગંભીરે પણ નારાજગી વ્યક્ત કરી અને મીડિયા પર કટાક્ષ કરતા કહ્યું હતું.હું જ ઇંગ્લેન્ડમાં યુવા ટીમ સાથે પરિણામો આપનાર ખેલાડી હતો, એ લોકો ભુલી જાય છે. તમે બધા તે ઝડપથી ભૂલી જાઓ છો. તમે ન્યુઝીલેન્ડનો ઉલ્લેખ કરો છો, પરંતુ ભૂલશો નહીં કે ભારતે મારા કોચિંગ હેઠળ એશિયા કપ અને ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. આ ચટીમમાંઅનુભવનો અભાવ છે અને નવી ટીમ છે. તેમને શીખવામાં સમય લાગશે, પરંતુ તેઓ તેમના શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે.”એમ મેં પહેલા કહ્યું હતુ.

ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે શ્રેણી હાર બાદ પોતાની પહેલી ટિપ્પણીમાં, કહ્યું, “મને પરિવર્તન શબ્દથી નફરત છે, અને બહાના બનાવવા માટે હું અહીં નથી આવ્યો. પરંતુ પરિવર્તન બરાબર એ જ છે: યુવા ખેલાડીઓ શીખી રહ્યા છે. તમારે તેમને સમય આપવો પડશે. હારની જવાબદારી દરેકની છે, અને હું, સૌ પ્રથમ, તેમની સાથે.”

તેમણે કહ્યું, “95/1 થી 122/7 પર જવું ખોટું છે. કોઈ એક ખેલાડી કે શોટને હાર માટે દોષી ઠેરવી શકાય નહીં. ક્યારેય મેં કોઈને ખાસ દોષ આપ્યો નથી, અને ફરી ક્યારેય હું આવું કરીશ નહીં.”ઉલ્લેખનીય છે કે ભારતનો ટેસ્ટ રેકોર્ડ ગંભીરે કોચ તરીકેનો કાર્યભાર સંભાળ્યો ત્યારથી ખરાબ રહ્યો છે. ટીમે છેલ્લી 18 ટેસ્ટમાંથી 10 ટેસ્ટ હારી છે. આમાં ઘરઆંગણે બે હારનો સમાવેશ થાય છે: એક વખત ન્યુઝીલેન્ડ સામે અને હવે દક્ષિણ આફ્રિકા સામે.

ગંભીરની ટીમ પસંદગીની ફિલસૂફી પર દક્ષિણ આફ્રિકા સામેની હાર બાદ સવાલ ઉઠાવવામાં આવ્યો છે, કારણ કે તે ઓલરાઉન્ડરો પર ખૂબ આધાર રાખે છે. જોકે, પોતાના અભિગમનો બચાવ કરતા ગંભીરે કહ્યું કે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી સૌથી પ્રતિભાશાળી કે તેજસ્વી ખેલાડીઓની જરૂર નથી. “મજબૂત ઇરાદા ધરાવતા ખેલાડીઓની આપણને જરૂર છે, અને તેઓ સારા ટેસ્ટ ખેલાડીઓ બનાવે છે,” એમ ગંભીરે કહ્યું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:INDvsSA 2nd Test, Day-2 : કોહલીએ નામે કર્યો વિરાટ રેકોર્ડે, ડોન બ્રેડમેનને પણ પછાડી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

આ પણ વાંચો:INDvsSA 2nd Test : પ્રથમ દિવસ રહ્યો ભારતીય બેટ્સમેનોનાં નામે

આ પણ વાંચો:Ind Vs Eng Live Score: બીજા દિવસની રમત પૂર્ણ, બીજા દાવમાં ભારતનો સ્કોર 28-0; ટીમ ઈન્ડિયા પાસે 171 રનની લીડ