javelin thrower/ ભારતના જ્વેલિન થ્રો ખેલાડી નીરજ ચોપરાની વધુ એક સિદ્ધિ, ફિનલેન્ડના પાવો નુર્મી ગેમ્સમાં જીત્યો ગોલ્ડ મેડલ

ભારતના જ્વેલિન થ્રો  સ્ટાર ખેલાડી નીરજ ચોપરાએ વધુ એક ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો. ઓલિમ્પિક પહેલા જ્વેલિન થ્રો ખેલાડી નીરજ ચોપરાનીએ વધુ એક સિદ્ધિ પ્રાપ્ત કરી.

Top Stories Breaking News Sports

ભારતના જ્વેલિન થ્રો  સ્ટાર ખેલાડી નીરજ ચોપરાએ વધુ એક ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો. ઓલિમ્પિક પહેલા જ્વેલિન થ્રો ખેલાડી નીરજ ચોપરાનીએ વધુ એક સિદ્ધિ પ્રાપ્ત કરી. ભારતના ઓલિમ્પિક અને વિશ્વ ચેમ્પિયન ભાલા ફેંકના ખેલાડી નીરજ ચોપરાએ મંગળવારે તુર્કુ, ફિનલેન્ડમાં પાવો નુર્મી ગેમ્સમાં તેનો પ્રથમ સુવર્ણ ચંદ્રક મેળવ્યો હતો. ફિનલેન્ડના તુર્કમાં યોજાયેલ પાવો નુર્મી ગેમ્સમાં નીરજે 85.97 મીટરના થ્રો સાથે પ્રથમ ક્રમ મેળવી ગોલ્ડ મેડલ જીત્યો. નુર્મી ગેમ્સમાં ફિનલેન્ડનો ટોની કેરાનેને 84.19 મીટરના થ્રો સાથે સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો જ્યારે ત્રીજા ક્રમે ઓલિવિયર હેલેન્ડર 83.96 મીટર સાથે બ્રોન્ઝ મેડલ મેળવ્યો.

નીરજ ચોપરાએ દોહા ડાયમંડ લીગમાં બીજું સ્થાન અને ગયા મહિને બુબનેશ્વરમાં ફેડરેશન કપમાં ગોલ્ડ મેડલ મેળવ્યા બાદ આ સ્પર્ધામાં પ્રવેશ કર્યો હતો. નીરજે તેના પ્રદર્શનની શરૂઆત 83.62 મીટરના થ્રો સાથે કરી હતી, જેને તેનો કોઈ હરીફ પ્રથમ રાઉન્ડમાં વટાવી શક્યો ન હતો. હેલેન્ડરે થોડા સમય માટે 83.96 મીટરના બીજા રાઉન્ડના થ્રો સાથે લીડ મેળવી હતી. જો કે, નીરજે પ્રભાવશાળી 85.97 મીટર થ્રો સાથે ઝડપથી ટોચનું સ્થાન મેળવ્યું જે બાકીની સ્પર્ધામાં અજોડ રહ્યું.

જ્વેલીન થ્રો સ્ટાર ચેમ્પિયન નીરજ ચોપરાએ વધુ એક વખત ભારતનું નામ રોશન કર્યું. નીરજ ચોપરા ભારત માટે ઓલમ્પિક સુવર્ણ ચંદ્રક જીતનાર પ્રથમ એથ્લેટ છે.  ફિનલેન્ડમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી તેણે સફળતાનો નવો માપદંડ સ્થાપિત કરી રહ્યો છે.  તેણે ભારતીય રમતગમતને ગૌરવની વધુ ઊંચાઈઓ પર પહોંચાડી છે. નીરજ ચોપરા નાની ઈજા થતા એક મહિનાના વિરામ બાદ ફિનલેન્ડમાં યોજનાર સ્પર્ધામાં પરત ફર્યા હતા. ઓલિમ્પિક સ્પર્ધાની તૈયારી માટે પૂરતો સમય આપી શકે માટે નીરજે પંચકૂલામાં 27જૂનના રોજ યોજનારા National Inter-state Athletics માં ભાગ નથી લીધો. નીરજે ગયા મહિને સ્વાસ્થ્ય સમસ્યામાંથી બહાર આવ્યા બાદ ફિનલેન્ડમાં સારું પ્રદર્શન કર્યું. હવે 7 જુલાઈનો રોજ થનાર પેરિસ ડાયમંડ લિગમાં નીરજ ચોપરા ભાગ લેશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: નિકોલસ પૂરને ટી-20માં કરી યુવરાજવાળી, એક ઓવરમાં લીધા 36 રન

આ પણ વાંચો: સુપર-8માં ટીમ ઈન્ડિયાની મેચો પર વરસાદનો ખતરો, આ મેચો રદ્દ થઈ શકે છે

આ પણ વાંચો: આયરલેન્ડ સામે હાઇવોલ્ટેજ મુકાબલો પાકે 3 વિકેટે જીત્યો