બીજી ટેસ્ટનાં પહેલા દિવસે ભારતીય ટીમે 3 વિકેટે ગુમાવી 273 રન બનાવ્યા છે. આ સમયે રહાણે 18 રન અને કોહલી 63 રન સાથે અણનમ છે. આજે ભારતનાં ઓપનર મયંક અગ્રવાલે શાનદાર સદી ફટકારી હતી. અંધારુ થઇ ગયુ હોવાના કારણે રમતને અટકાવવી પડી હતી.
That will be Stumps on Day 1 in Pune. #TeamIndia 273/3. Kohli 63*, Rahane 18*. Join us for Day 2 tomorrow #INDvSA @Paytm pic.twitter.com/78HYVJAD2g
— BCCI (@BCCI) October 10, 2019
મયંકે તેની ટેસ્ટ કારકિર્દીની બીજી સદી ફટકારી હતી અને તે 108 રન બનાવીને આઉટ થયો હતો. આ સિવાય કોહલી તેની ટેસ્ટ કારકિર્દીની 23 મી અડધી સદી ફટકારવામાં સફળ રહ્યો છે.

દક્ષિણ આફ્રિકા તરફથી માત્ર કાગિસો રબાડા જ સારો દેખાવ કરી શક્યો હતો અને તે 3 વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. કાગિસો રબાડાએ મુખ્ય બેટ્સમેન રોહિત, પૂજારા અને મયંકને પેવેલિયન મોકલ્યા હતા.

ભારતનાં પૂજારા પણ રબાડાનાં બોલ પર 58 રનની અડધી સદીની ઇનિંગ રમીને આઉટ થઈ ગયો હતો. નોંધપાત્ર વાત એ છે કે ભારતનાં કેપ્ટન કોહલીએ ટોસ જીત્યા બાદ પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

ભારતીય ક્રિકેટ ટીમે દક્ષિણ આફ્રિકા સામે પુણેમાં રમાઇ રહેલી ત્રણ મેચોની સીરીઝની બીજી ટેસ્ટ મેચનાં પહેલા દિવસે લંચ સુધી પોતાની પહેલી ઇનિગ્સમાં રોહિત શર્માની વિકેટ ગુમાવીને 77 રન બનાવી દીધા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવો મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
