Mahesana News/ દશેરાના પાવન અવસરે બહુચરાજી માતાજીને નવલખા હારથી શણગારાયા, પોલીસે આપ્યું ગાર્ડ ઓફ ઓનર

દશેરાના પાવન દિવસે બહુચરાજી શક્તિપીઠમાં (Bahuchar)માતાજીને અર્પણ કરાયો કરોડોનો હાર

Gujarat Others Breaking News
bahuchar

Mahesana News: બહુચરાજી નવલખો હાર દશેરા પર્વના દિવસે માતાજી(Bahuchar)ના શણગાર માટે બહાર કાઢવામાં આવ્યો હતો. રૂ. 300 કરોડથી વધુ મૂલ્ય ધરાવતા આ આભૂષણથી માતાજીને સજાવાયા, ત્યારે પોલીસ તરફથી ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું. સાથે પાલખી યાત્રા પણ નીકળી હતી.

જાણીતા બહુચરાજી શક્તિપીઠ (Bahucharaji Shaktipeeth)માં દશેરાના પાવન અવસરે માતાજીને આ બેશકીમતી હાર(Navlakho Haar) ધારણ કરાવાયો હતો. ગાયકવાડ સરકારના સમયથી ચાલતી પરંપરા અનુસાર મુખ્ય મંદિરથી સમી વૃક્ષ સુધી શાસ્ત્રોક્ત પાલખી યાત્રા (Palkhi Yatra) યોજાઈ હતી.હારના દર્શન કરવા હજારો ભક્તો ઉમટી પડ્યા હતા. આ પ્રસંગે પોલીસે માતાજીને ગાર્ડ ઓફ ઓનર (Guard of Honour) આપ્યું હતું.

બહુચરાજી નવલખો હાર અને વડોદરાના રાજવીનો ઇતિહાસ

ઈ.સ. 1839માં વડોદરાના રાજવી માનાજીરાવ ગાયકવાડ (Manajirao Gaekwad) પાઠાના રોગ (હર્નીયા)માંથી સાજા થયા પછી તેમણે માતાજીને આ હાર અર્પણ કર્યો હતો. એ વખતે તેની કિંમત રૂ. 9 લાખ હતી, જે હવે રૂ. 300 કરોડથી વધુ થઈ હોવાનું કહેવાય છે.

લીલા, વાદળી અને સફેદ નીલમથી જડાયેલા આ હારની ચમક અનોખી છે. કરોડો રૂપિયાના મૂલ્યને કારણે તે ગુજરાતનાં મંદિરોમાં મળેલી સૌથી મોંઘી ભેટ મનાય છે.

બહુચરાજી નવલખો હાર (Bahucharaji Navlakho Haar) સ્ટ્રોંગ રૂમમાંથી ફક્ત બે વખત નીકળે છે આ હાર તથા અન્ય કીમતી ઘરેણાં આખું વર્ષ સ્ટ્રોંગ રૂમમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ સુરક્ષિત રખાય છે.

દશેરા અને બેસતા વર્ષ, એમ વર્ષમાં બે જ વખત તેને બહાર લાવવામાં આવે છે. ત્રણ ઉચ્ચ અધિકારીઓની હાજરી અને સખત સુરક્ષા વચ્ચે હાર કાઢીને માતાજીને પહેરાવાય છે.

ગાદી સ્થાન અને શાસ્ત્રોક્ત વિધિથી પૂજા

બહુચરાજી મંદિરમાં માતાજીનું ગાદી સ્થાન છે. ગાયકવાડ સરકારે નીમેલો પરિવાર ત્યાં શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે પૂજા-અર્ચના કરે છે. દશેરાના દિવસે આ પવિત્ર સ્થળે ખાસ પૂજન યોજાય છે. કિલ્લા જેવું મંદિર 1783માં બંધાયું હતું ચાર બુરજ અને ત્રણ મોટા દ્વારવાળા આ કિલ્લાસમા મંદિરનું બાંધકામ માનાજીરાવ ગાયકવાડે 1783માં કરાવ્યું હતું. બહુચરાજીની નજીક 5200 વર્ષ જૂનું શંખલપુર ગામ આવેલું છે, જ્યાં પણ માતાજીનું મુખ્ય સ્થાનક છે.

Bahuchar માતાના ભક્તો માટે યાદગાર અવસર

નવલખા હારના દર્શન, પોલીસનું ગાર્ડ ઓફ ઓનર(Guard of Honour) અને પાલખી યાત્રામાં જોડાવું હજારો શ્રદ્ધાળુઓ માટે અવિસ્મરણીય અને અલૌકિક અનુભવ બને છે. કીમતી આભૂષણો અને ઐતિહાસિક વારસાને લીધે બહુચરાજી મંદિરની કુલ સંપત્તિ કરોડો રૂપિયાથી પણ વધુ છે.


આ પણ વાંચો:બહુચરાજી APMC ચૂંટણી માટે ફોર્મ ભરવાની શરૂઆત, 9 સપ્ટેમ્બરે મતદાન

આ પણ વાંચો:બહુચરાજી મેળામાં જતાં પદયાત્રીઓને ટ્રકે કચડ્યા, બે લોકોના કમકમાટીભર્યા મોત

આ પણ વાંચો:માઁ બહુચરાજીના ચરણે કોળી સમાજનાં બે કદાવર નેતા,કેન્દ્રીય મંત્રી નિમુબેન અને રાજ્ય સરકારના મંત્રી પરસોત્તમ સોલંકીએ એકબીજા માટે પ્રાર્થના કરી