Tips and Tricks: મોટાભાગે આપણે કપડા સ્વચ્છ કરવા અને ધોવા માટે વોશિંગ મશીન (Washing Machine)નો ઉપયોગ કરીએ છીએ. પરંતુ કપડા સાફ કરીને મશીન આમ જ છોડી દઈએ છીએ જેથી એક સમયે એમાંથી વિચિત્ર વાસ (Bad Smell) આવવા લાગે છે. આના કારણે ઘણી વાર કપડા ધોવાનું પણ મન નથી કરતું! ભેજ, ડિટર્જન્ટના અવશેષો અને ગંદકીના કારણે મશીનના ડ્રમ અને પાઈપમાં બેક્ટેરિયા તથા ફૂગ (Bacteria and Fungi)નો વિકાસ થાય છે જેથી એક અજીબ વાસ આવે છે. તમે પણ તમારા વોશિંગ મશીનમાંથી આવતી આ વાસને દૂર કરવા માટે કેટલાક સરળ ઘરગથ્થુ નુસખા (Home Remedies) અપનાવી શકો છે.
દુર્ગંધ દૂર કરવા માટેના અસરદાર ઘરગથ્થુ ઉપાયો (Washing Machine Stinking Removal Tips)
તમે પણ તમારા વોશિંગ મશીનમાંથી આવતી આ વાસને દૂર કરવા માટે કેટલાક સરળ ઘરગથ્થુ નુસખા અપનાવી શકો છે.

બેકિંગ સોડા અને સિરકો (Baking Soda and Vinegar)
વોશિંગ મશીનના ડ્રમમાં અડધો કપ બેકિંગ સોડા નાખીને ગરમ પાણી ઉમેરીને એક સાયકલ મશીન ફેરવી દો. ત્યાર બાદ ડિટર્જન્ટ ટ્રેમાં એક કપ સફેદ સિરકો ઉમેરીને ફરી એક વાર હૉટ વૉટર સાયકલ ચલાવી લો. આ ઉપાય મશીનની અંદર જામેલી ફૂગ અને વાસને જડમૂળમાંથી દૂર કરી દેશે.
લીંબુનો રસ (Lemon juice)
લીંબુ પ્રાકૃતિક રુપે ડિઓડ્રાઈઝર અને એન્ટી બેક્ટેરિયલ હોય છે. આ માટે 3-4 લીંબુનો રસ કાઢીને સ્પંજની મદદથી ડ્રમની અંદરના ભાગે અને રબરની ગાસ્કેટ પર લગાવી દેવું. એને 15-20 મિનિટ સુધી છોડી દો અને પછી સાદા પાણીથી ધોઈ લેવું. આનાથી મશીનમાં લીંબુ જેવી ફ્રેશ સુગંધ વ્યાપી જશે.

બ્લીચનો ઉપયોગ (Chlorine Bleach)
જો ઘણી જ વધારે બદબૂ હોય તો પાણીથી ડ્ર્મ ભરીને એમાં 1 કપ ક્લોરીન બ્લીચ મિક્સ કરો અને નોર્મલ વૉશ સાયકલ ચલાવી લો. ધ્યાન રાખો કે આ પ્રક્રિયા દરમિયાન મશીનમાં કપડા ન હોવા જોઇે. બ્લીચ તમામ પ્રકારના બેક્ટેરિયા અને ફૂગને તરત જ નષ્ટ કરી દે છે.
ડિટર્જન્ટ ડિસ્પેન્સર ટ્રેની સફાઈ (Detergent Dispenser Trey cleaning)
ડિટર્જન્ટ અને સૉફ્ટનરના જમા થયેલા અવશેષો મોટા ભાગે દુર્ગંધનું મુખ્ય કારણ બને છે. ટ્રેને કાઢીને ગરમ પાણી અને જૂના ટૂથબ્રશની મદદથી સારી રીતે સાફ કરવી. સુકાયા બાદ એને પાછી લગાવી દેવી.
આ પણ વાંચો: જૂની પ્લાસ્ટિકની બોટલોથી સજાવો બાલ્કની…બનાવો રંગ-બેરંગી સજાવટી ફૂલ…
આ પણ વાંચો: કિચનમાં લગાવેલા એક્ઝૉસ્ટ ફેનને શી રીતે સાફ કરવો? આ ઘરગથ્થુ નુસખા દૂર કરશે ચીકાશ!
આ પણ વાંચો: નાના સફેદ જીવડાંને પડતા રોકવા માટે દાળ- ચોખાને ડબ્બામાં ભરતી વખતે આ વસ્તુઓ નાખો…
