tips and tricks/ કિચનમાં લગાવેલા એક્ઝૉસ્ટ ફેનને શી રીતે સાફ કરવો? આ ઘરગથ્થુ નુસખા દૂર કરશે ચીકાશ!

Exhaust fan Cleaning માટે સામાન્ય રીતે લોકો મોંઘા ક્લીનરનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ, કોઈ પણ મોંઘુ કેમિકલ ખરીદ્યા વિના રસોડામાં જ હાજર…

Trending Tips & Tricks Lifestyle
Exhaust fan Cleaning માટેની 3 Powerful Tricks વિશે જાણો...

Tips & Tricks: અહિં તમને એવા 3 નુસખા જણાવીશું કે જેને અપનાવીને તમે તમારા એક્ઝૉસ્ટ ફેન પરની ચીકાશને દૂર કરી સાફ (Exhaust fan Cleaning) કરી શકશો.

રસોડામાં આખો દિવસ કેટલાય પ્રકારની વાનગીઓ બનતી રહે છે. આ સંજોગોમાં એમને બનાવવા દરમિયાન ઉત્પન્ન થતો ધુમાડો કિચનના એક્ઝૉસ્ટ ફેન પર ચીકાશના રુપે જામી જાય છે. જો સમયસર એને સાફ કરવામાં ન આવે તો એક્ઝૉસ્ટ ફેન પર ચીકાશનું મોટું લેયર જામી જાય છે. એને સાફ કરવાનું ઘણુ ઝંઝટ ભરેલું કાર્ય લાગે છે. એની સાફ સફાઈ (Exhaust fan Cleaning) માટે સામાન્ય રીતે લોકો મોંઘા ક્લીનરનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ, કોઈ પણ મોંઘુ કેમિકલ ખરીદ્યા વિના રસોડામાં જ હાજર ઘરની વસ્તુઓથી જ તમે આ જીદ્દી ચીકાશને મિનિટોમાં દૂર કરી શકો છો. અહિં તમને એવા 3 નુસખા જણાવીશું કે જેને અપનાવીને તમે તમારા એક્ઝૉસ્ટ ફેન પરની ચીકાશને દૂર કરી શકશો.

એક્ઝૉસ્ટ ફેન પરની ચીકાશને દૂર કરવાની ટ્રિક્સ (Tricks for Exhaust fan Cleaning)

અહિં તમને એવા 3 નુસખા જણાવીશું કે જેને અપનાવીને તમે તમારા એક્ઝૉસ્ટ ફેન પરની ચીકાશને દૂર કરી શકશો.

Exhaust fan Cleaning-baking soda dish liquid
Exhaust fan Cleaning-baking soda dish liquid

1. બેકિંગ સોડા અને ડિશ વૉશિંગ લિકવિડ (Baking Soda and Dish Washing Liquid)

બેકિંગ સોડા ચીકાશને હટાવવા માટે સૌથી અસરદાર ગણાય છે. આ માટે 3 ચમચી બેકિંગ સોડામાં 1 ચમચી વાસણ ધોવાનું લિકવિડ અને થોડું નવશેકું પાણી મિક્સ કરી લો. એની ઘટ્ટ પેસ્ટ બનાવો અને એ પેસ્ટને એક્ઝૉસ્ટ ફેનની બ્લેડ તથા ગ્રીસ જામેલી જગ્યાએ સારી રીતે લગાવો. 15-20 મિનિટ રહેવા દો. ત્યાર બાદ, જૂના સ્ક્રબર અથવા બ્રશની મદદથી હળવા હાથે ઘસીને સાફ કરી લો. ચીકાશ તરત જ દૂર થઇ જશે.

2. સફેદ સિરકો અને ગરમ પાણી (White Vinegar & Warm Water)

સિરકો એક કુદરતી ક્લીનર છે જે તેલ અને જીદ્દી ગ્રીસના ડાઘાને નરમ કરી નાખે છે. આ માટે એક ટબમાં ગરમ પાણી લો અને એમાં 1 કપ સફેદ સિરકો મિક્સ કરો અને 2 ચમચી બેકિંગ સોડા મિક્સ કરો. એક્ઝૉસ્ટ ફેનની અલગ કરેલી બ્લેડ અને જાળીને આ પાણીમાં 20-25 મિનિટ ડુબાડી રાખો. ગરમ પાણી અને સિરકાના મિશ્રણથી ચીકાશ પૂર્ણ રીતે ધોવાઈ જશે. ત્યાર બાદ કોઈ જૂના ટૂથબ્રશની મદદથી જાળીના ખૂણાઓની સફાઈ કરી લો. ત્યાર બાદ, સ્વચ્છ પાણીથી ધોઈ લો.

Exhaust fan Cleaning-Ammonia & Kerosene
Exhaust fan Cleaning-Ammonia & Kerosene

3. એમોનિયા અથવા કેરોસીન (Ammonia or Kerosene)

જો એક્ઝૉસ્ટ ફેન પર વર્ષો જૂની કાળું અને ચીકણું લેયર જામ્યું હોય તો થોડું કેરોસીન અથવા થિનરને કૉટનના કપડા પર લઈને બ્લેડ પર ઘસો. તેલ અને ગ્રીસના લેયરને એ તરત જ દૂર કરી દે છે.


આ પણ વાંચો: બાથરુમમાં રાખેલી ડોલ પર ક્ષારના ડાઘા! આ ટિપ્સની મદદથી થઇ જશે ક્લિન…નવા જેવી ચમકશે!

આ પણ વાંચો: દૂધમાં કશું પણ મિક્સ કર્યા વિના જ પરોઠા જેટલી જાડી મલાઈ જામશે! ઘી પણ નીકળશે ભરપૂર..!

આ પણ વાંચો: જીન્સ અને જેકેટની ઝીપ જામ થઈ જાય તો શું કરશો? સરળ ટ્રિક્સથી કરી દો ઠીક ચપટીમાં.!