Food Recipe/ દૂધમાં કશું પણ મિક્સ કર્યા વિના જ પરોઠા જેટલી જાડી મલાઈ જામશે! ઘી પણ નીકળશે ભરપૂર..!

ઘણીવાર જોઈએ એવી મલાઈની તર જામતી નથી હોતી. Thick Malai Making માટે અહિં અમે એક ફૉર્મ્યુલા લઈને આવ્યા છીએ અને એ છે ‘156 ફૉર્મ્યૂલા’..!

Trending Tips & Tricks Food Lifestyle
Malai Making માટે 156 ફૉર્મ્યુલા...જાડી મલાઈની તર જામશે!

Food Recipe: આજકાલ જાડી મલાઈની તર જામે એ માટે ‘156 ફૉર્મ્યૂલા’ (156 Formula for Malai Making) ઘણો જ વાયરલ થઈ રહ્યો છે. આને જાડી મલાઈની તર જમાવવા માટેનો સરળ ફોર્મ્યુલા કહેવાય છે.

દૂધ ઉકાળ્યા બાદ એની પર જામેલી મલાઈ (Milk Cream)ને મોટાભાગે સ્ટોર કરવામાં આવે છે. વાસ્તવમાં એ મલાઈ ઘી-માખણ (Ghee-Butter) બનાવવામાં કામ આવે છે. જો કે, દૂધ પર પાતળી તર જામે તો એવું લાગે છે કે દૂધમાં જ કશીક કમી હશે! પરંતુ હંમેશા એવું નથી હોતું. દૂધ ગમે તેટલું સારુ હોય તો પણ ક્યારેક-ક્યારેક જાડું મલાઈ (Thick Malai)નું લૅયર બનતું નથી હોતું ત્યારે લોકો નિરાશ થઇ જાય છે. ખરેખર તો મલાઈ જામે એ માટે દૂધમાં કંઇક મિક્સ કરવાની જરુર હોતી નથી, જરુર છે દૂધને ઉકાળવા અને ઠંડા કરવાની પદ્ધતિ! એના પર જ નિર્ભર છે કે દૂધની મલાઈ કેટલી જામશે?

ઘણીવાર જોઈએ એવી મલાઈની તર જામતી નથી હોતી. ગમે તેવું સારું દૂધ હોય, તો પણ મલાઈની તર પાતળી જ જામે છે અને એ જોઈને ઘણી ગૃહિણીઓ નિરાશ થઈ જાય છે. ઘરે જ ઘી બનાવવાના કામમાં લેવાતી આ મલાઈની માત્રા વધારે હોય તો ઘી પણ વધારે બને છે અને એ માટે અહિં અમે એક ફૉર્મ્યુલા લઈને આવ્યા છીએ અને એ છે ‘156 ફૉર્મ્યૂલા‘..!

આજકાલ જાડી મલાઈની તર જામે એ માટે ‘156 ફૉર્મ્યૂલા’ (156 Formula for Malai Making) ઘણો જ વાયરલ થઈ રહ્યો છે. આને જાડી મલાઈની તર જમાવવા માટેનો સરળ ફોર્મ્યુલા કહેવાય છે. તો ચાલો જાણીએ….શું છે આ ‘156 ફૉર્મ્યૂલા’ અને એને કઈ રીતે પ્રયોગમાં લાવી શકાય?

આખરે શું છે મલાઈ જમાવવાનો 156 ફૉર્મ્યુલા? (156 Formula for Malai Making)

મલાઈ જમાવવાના આ ફૉર્મ્યુલાનું નામ સાંભળીને લાગશે કે આ કોઈ અઘરો ફૉર્મ્યુલા હશે…પણ એવું બિલકુલ પણ નથી…156નો મર્થ છે 1 કલાક, 5 કલાક અને છેલ્લે 6 કલાક! અર્થાત્ દૂધને પ્રથમ સારી રીતે ઉકાળવાનું છે પછી એને કેટલાક સમય સુધી રુમ ટેમ્પરેચર પર રાખવાનું છે અને છેલ્લે ફ્રીઝમાં ઠંડુ કરવાનું છે. આ પૂર્ણ પ્રોસેસમાં દૂધની ઉપરની મલાઈની તર સરસ જામે છે. આ મલાઈનો ઉપયોગ તમે ક્રીમ બનાવવામાં, ઘી અથવા માખણ બનાવવામાં કરી શકો છો અને એની મદદથી વિવિધ વ્યંજનો પણ બનાવી શકો છો.

મલાઈ જમાવવાનો 156 ફૉર્મ્યુલા

સૌપ્રથમ દૂધને ઉકાળો અને 1 કલાક ઠંડુ કરો (Boil the Milk)

પરોઠા જેવી જાડી મલાઈની તર જમાવવા ( Malai Making) માટે પ્રથમ દૂધને કોઈ ભારે તળીયાવાળા વાસણમાં રાખીને ઉભરો આવે ત્યાં સુધી ગરમ કરી લો. પછી ગૅસ બંધ કરીને દૂધને નીચે ઉતારીને અડધું જ ઢાંકીને 1 કલાક સુધી ઠંડુ થવા દો.

હવે 5 કલાક દૂધને આ જ રીતે રાખો (Keep at Room Temperature)

ઠંડા થયેલા દૂધને 5 કલાક માટે એમ જ રાખો. વાસણ પૂરી રીતે ઢાંકવું નહિં. આની પાછળનું કારણ એ છે કે વાસણમાં અંદર વધારે પાણી ન વળે. એ મલાઈની તર જામવામાં સમસ્યા ઉત્પન્ન કરી શકે છે.

અંતે 6 કલાક માટે ફ્રીઝમાં રાખો (Keep in Fridge)

હવે અંતિમ તબક્કામાં દૂધને 6 કલાક માટે ફ્રિઝમાં મૂકી દો. તમે ઈચ્છો તો આખી રાત પણ ફ્રીઝમાં રાખી શકો છો. ઠંડુ થાય પછી એની જાડી મલાઇની તરને તપેલીની કિનારીથી ચપ્પુ વડે અલગ કરી લો અને એક કાણાવાળા ચમચાની મદદથી કાઢી લો.

વધુ મલાઈ માટે ફેટયુક્ત દૂધ પસંદ કરો

વધુ મલાઈ માટે ફેટયુક્ત દૂધ પસંદ કરો

મલાઈની માત્રા કેવળ એની કાઢવાની પદ્ધતિ જ નહિં પણ દૂધમાં કેટલી ફેટ (Fat) છે એના પર પણ નિર્ભર કરે છે. આ માટે ભેંસનું દૂધ વધારે કારગર સાબિત થશે. આથી ફુલ ક્રીમ દૂધ (Full Cream Milk) વાપરવું ઉત્તમ ઑપ્શન રહેશે. જો કે, ગાયના દૂધમાંથી પણ આ રીતથી વધુ મલાઈ મેળવી શકાય છે. જો ઘરે જ ઘી કે માખણ બનાવવું હોય તો આ ભેગી કરેલી મલાઈ તમારા કામમાં આવશે.

એવું જરુરી નથી કે દરેક વખતે જ તમે 156 ફૉર્મ્યુલા અપનાવીને જ મલાઈ કાઢો…જ્યારે પણ તમારે વધારે મલાઈ જોઈએ ત્યારે તમે આ ટ્રિક અપનાવી શકો છો.


આ પણ વાંચો: માટલાના પાણીમાંથી દુર્ગંધ આવે છે? માટલું શી રીતે સાફ કરવું…જાણો અસરકારક ટિપ્સ..!

આ પણ વાંચો: તડકામાં ઊભી કરેલી કાર ગરમ થઇ જાય છે? AC ચલાવ્યા વિના આ 5 રીતથી ઠંડી કરો!!

આ પણ વાંચો: જીન્સ અને જેકેટની ઝીપ જામ થઈ જાય તો શું કરશો? સરળ ટ્રિક્સથી કરી દો ઠીક ચપટીમાં.!