Lifestyle: ગળી અને રસીલી કેરીઓની પરખ શી રીતે કરવી? અહિં અમે તમને એ અંગેની 5 ટ્રિક્સ દર્શાવવા જઇ રહ્યાં છીએ જેથી તમને કેરીની ખરીદી કરવામાં આ (Mango Purchase Tricks) ટ્રિક્સથી અવશ્ય મદદ મળશે.
ઉનાળાની ગરમ ઋતુ (Summer Season)માં જે વસ્તુ સૌથી વિશેષ આકર્ષિત કરે છે એ છે મીઠી અને રસીલી કેરીઓ..! હાલ વૈશાખ મહિનો શરુ થઇ ચૂક્યો છે અને આ મહિનામાં કેસર કેરીનું પણ આગમન થઇ જાય છે. કેસર ઉપરાંત, અનેક પ્રકારની જેમ કે પાયરી, બદામ, સુંદરી, ગોલા, હાફુસ વગેરે કેરીઓ તમને દરેક શેરીના નાકે લારીમાં, શાકભાજીના ગલ્લા પર કે પછી એરકન્ડિશન્ડ મોલમાં જોવા અવશ્ય મળતી હશે.

ઘણી વાર આપણે કેરી ખરીદવા જઇએ તો ગળી કેરીના સ્થાને ખાટી કેરી (Sour Mangoes) ખરીદી લાવીએ છીએ અને પછી ઘડીક પસ્તાવો પણ કરતા હોઇએ છીએ…આ સંજોગોમાં જાણીએ કે, ગળી અને રસીલી કેરીઓ (Sweet Mangoes)ની પરખ શી રીતે કરવી? અહિં અમે તમને એ અંગેની 5 ટ્રિક્સ દર્શાવવા જઇ રહ્યાં છીએ જેથી તમને કેરીની ખરીદી કરવામાં અવશ્ય મદદ મળશે.
ગળી અને પાકેલી કેરી પસંદ કરવાની 5 ટ્રિક્સ (Mango Purchase Tricks)
આ 5 ટ્રિક્સથી તમે કેરી રસીલી અને કુદરતી રીતે પાકેલી છે કે કેમ એ જાણી શકશો.

1. સુગંધ જુઓ (Aroma)
કેરીનો સ્વાદ ગળ્યો કે ખાટો છે એ ચૅક કરવા માટે એના ડીંટાના સ્થાનને સૂંધી જોવું. જો એમાંથી અનાનસ કે તરબૂચ જેવી મીઠી અને ફળમાંથી આવે એવી સુગંધ આવતી હોય તે એ કેરી ગળી હશે. પરંતુ જો તીવ્ર કેમિકલ જેવી વાસ આવે તો એ ખરાબ હોઇ શકે અથવા તો કૃત્રિમ રીતે વધુપડતી પાકેલી કેરી હશે.
2. હળવી દબાવીને જોવી (Pressure)
કેરીનો સ્વાદ જાણવા માટે એને હળવેથી દબાવી જોવી. જો એ થોડી દબાય તો સમજવું કે એ પાકેલી છે. ઘણી જ કડક કેરી કાચી હોઇ શકે છે અને ઘણી જ નરમ કેરી ખરાબ અને ગળેલી હોઇ શકે છે.

3. વજન ચેક કરો (Weight)
જો કેરી વજનમાં ભારે લાગે તો એ ગળી છે એમ સમજવું. વાસ્તવમાં પાકેલી કેરી આકારના હિસાબે ભારે હોય છે. ભારે કેરીમાં વધુ માત્રામાં રસ હોવાની સંભાવના અધિક હોય છે.
4. કેરીનો રંગ ન જોવો (Color)
જો કોઇ કેરીનો રંગ લીલો હોય એનો અર્થ એ નથી કે એ પાકેલી નથી! કેસર તથા લંગડા કેરીની અનેક જાતોમાં પાકેલી કેરીની છાલ લીલી જ હોય છે.
5. ડીંટાનો રંગ જુઓ
ગળી અને પૂરી રીતે તૈયાર પાકેલી કેરીની પરખ માટે એના ડીંટાનો ભાગ અત્યંત મહત્વપૂર્ણ ગણાય છે. એક મીઠી અને કુદરતી રીતે પાકેલી કેરીના ડીંટાનો ભાગ અંદરની તરફ ધસેલો હોય છે અને એની આસપાસનો ભાગ થોડો ઉપસેલો તથા નરમ હોય છે.
આ પણ વાંચો: ગળી અને રસીલી દ્રાક્ષની ઓળખ શું છે? ખરીદતા અગાઉ ચકાસણી કરી લો…જાણો આ નાનકડી 3 ટિપ્સ…
આ પણ વાંચો: ફળોને ફ્રિઝમાં સ્ટોર કરવાની યોગ્ય પદ્ધતિ જાણો…કયા ફ્રુટ્સને ફ્રિઝમાં ન રાખવા?
આ પણ વાંચો: આ 5 ફળોમાં સૌથી વધુ જંતુનાશકો હોય છે, ડૉક્ટર મુજબ – ‘ખાતી વખતે સાવધાની રાખો’!
