Miyazaki Mango Summary: ઉનાળાની સીઝન આવતા જ લોકો કેરીની રાહ જોતા હોય છે, પરંતુ શું તમે ક્યારેય એવી કેરી વિશે સાંભળ્યું છે જેની કિંમત લાખોમાં હોય? જાપાનના મિયાઝાકી શહેરમાં ઉગાડવામાં આવતી ‘મિયાઝાકી કેરી’ (Miyazaki Mango) વિશ્વની સૌથી મોંઘી કેરી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત અંદાજે 2.5 થી 3 લાખ રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચે છે. આટલી કિંમતમાં ભારતમાં એક લક્ઝુરિયસ બાઈક અથવા સેકન્ડ હેન્ડ કાર આરામથી ખરીદી શકાય છે.
Mango ઉગાડવાની જટિલ પદ્ધતિ
આ કેરી (Mango) ના ઉછેર માટે ખૂબ જ મહેનત કરવી પડે છે. દરેક કેરીને ઝાડ પર જાળીથી ઢાંકવામાં આવે છે જેથી તેના પર સીધો સૂર્યપ્રકાશ પડે. આ સૂર્યપ્રકાશને કારણે જ તેનો રંગ ઘેરો લાલ કે જાંબલી થાય છે, જેને જાપાનમાં ‘તાઈયો-નો-તામાગો’ એટલે કે ‘સૂર્યનું ઈંડું’ કહેવામાં આવે છે.
કડક ક્વોલિટી ચેક
બધી જ લાલ કેરી મિયાઝાકી (મોંઘી કેરી) તરીકે વેચી શકાતી નથી. જે કેરીનું વજન ઓછામાં ઓછું 350 ગ્રામ હોય અને જેમાં ખાંડનું પ્રમાણ (Sugar content) 15% થી વધુ હોય, તેને જ બજારમાં મિયાઝાકીના નામે વેચવાની મંજૂરી મળે છે.
સ્વાદ અને સુગંધ
તેનો સ્વાદ અત્યંત રસીલો અને મલાઈ જેવો મુલાયમ હોય છે. તેની સુગંધ એટલી તેજ હોય છે કે આખા રૂમને મહેકાવી દે છે.
ભારતમાં પણ થઈ છે ચર્ચા
મધ્યપ્રદેશના જબલપુરમાં એક ખેડૂતે આ કિંમતી કેરી ઉગાડી હતી. આ કેરી (Mango) ની સુરક્ષા માટે તેમણે ખાસ સુરક્ષા ગાર્ડ્સ અને શિકારી કૂતરા તહેનાત કર્યા હતા, જેની સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચા થઈ હતી. જાપાનમાં આ કેરીને શુભ પ્રસંગોએ ભેટ તરીકે આપવામાં આવે છે.
આ પણ વાંચો: ગર્લફ્રેન્ડ શોધો અને રોમાન્સ કરો! ચીનની કોલેજોએ વિદ્યાર્થીઓને પ્રેમ કરવા માટે આપી 1 અઠવાડિયાની રજા
આ પણ વાંચો: ભારતનું અનોખું સ્ટેશન જ્યાં વર્ષમાં માત્ર 2 વાર જ આવે છે ટ્રેન, જાણો કારણ



