Ajab Gajab News/ ભારતનું અનોખું સ્ટેશન જ્યાં વર્ષમાં માત્ર 2 વાર જ આવે છે ટ્રેન, જાણો કારણ

ભારતના પંજાબમાં આવેલું Hussainiwala Railway Station તેની અનોખી ખાસિયત માટે ચર્ચામાં છે. અહીં વર્ષમાં માત્ર 23 માર્ચ અને 13 એપ્રિલના રોજ જ ટ્રેન આવે છે. જાણો આ સરહદી સ્ટેશનનો ઇતિહાસ.

Ajab gajab Ajab Gajab News Trending Lifestyle
Hussainiwala Railway Station

Hussainiwala Railway Station:  ભારતીય રેલ્વે વિશ્વનું ચોથું સૌથી મોટું નેટવર્ક છે, જ્યાં હજારો સ્ટેશનો પર ચોવીસ કલાક મુસાફરોની ભીડ જોવા મળે છે. પરંતુ શું તમે ક્યારેય એવા સ્ટેશન વિશે સાંભળ્યું છે જ્યાં આખા વર્ષમાં માત્ર બે જ દિવસ ટ્રેન આવે છે? પંજાબનું હુસૈનીવાલા રેલ્વે સ્ટેશન અત્યારે સોશિયલ મીડિયા પર તેની આ અનોખી ખાસિયતના કારણે જોરદાર વાયરલ થઈ રહ્યું છે.

સરહદ પર આવેલું છેલ્લું Railway Station

હુસૈનીવાલા રેલ્વે સ્ટેશન(Hussainiwala Railway Station) પંજાબના ફિરોઝપુર અને ભારત-પાકિસ્તાન સરહદ (હુસૈનીવાલા બોર્ડર) ની વચ્ચે આવેલું છે. આ ઉત્તર રેલ્વેની લાઇનનું છેલ્લું સ્ટેશન છે. આઝાદી પહેલા અહીંથી ટ્રેનો લાહોર સુધી જતી હતી, પરંતુ હવે અહીં રેલ્વે લાઇન પૂરી થઈ જાય છે અને આગળ પાકિસ્તાનની સરહદ શરૂ થાય છે.

Hussainiwala Railway Station

વર્ષમાં માત્ર 2 જ વાર કેમ આવે છે ટ્રેન?

આ સ્ટેશનની (Railway Station) સૌથી મોટી ખાસિયત એ છે કે અહીં રોજ ટ્રેનોની અવરજવર થતી નથી. આખા વર્ષમાં માત્ર બે ખાસ પ્રસંગોએ જ અહીં ટ્રેન પહોંચે છે:

23 માર્ચ: શહીદ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવના શહીદ દિવસ નિમિત્તે. આ દિવસે દેશભરમાંથી લોકો શહીદોને શ્રદ્ધાંજલિ આપવા હુસૈનીવાલા બોર્ડર પર આવે છે.

13 એપ્રિલ: વૈશાખીના પવિત્ર તહેવાર નિમિત્તે.

આ બે દિવસો સિવાય આખું વર્ષ આ સ્ટેશન નિર્જન અને શાંત રહે છે. ટ્રેન અહીં આવ્યા બાદ ફરીથી તે જ દિશામાં પાછી ફરે છે જ્યાંથી તે આવી હોય છે.

સોશિયલ મીડિયા પર નામ બદલવાની માંગ

થોડા સમય પહેલા જ્યારે એક યુઝરે આ સ્ટેશનનો (Hussainiwala Railway Station) વીડિયો શેર કર્યો જે વાયરલ થતા લોકોમાં કુતૂહલ જાગ્યું છે. વીડિયો જોયા બાદ સોશિયલ મીડિયા પર અનેક લોકોએ એવી માંગ કરી છે કે આ ઐતિહાસિક સ્ટેશનનું (Railway Station) નામ બદલીને ‘શહીદ ભગતસિંહ રેલ્વે સ્ટેશન‘ રાખવું જોઈએ. ફિરોઝપુરના સ્થાનિક લોકો માટે આ સ્થળ આસ્થા અને ગૌરવનું પ્રતિક છે.


આ પણ વાંચો: ગર્લફ્રેન્ડ શોધો અને રોમાન્સ કરો! ચીનની કોલેજોએ વિદ્યાર્થીઓને પ્રેમ કરવા માટે આપી 1 અઠવાડિયાની રજા

આ પણ વાંચો:36ની ઉંમરે 44 બાળકો! યુગાન્ડાની આ મહિલાની કહાની જાણીને તમારી ઊંઘ ઉડી જશે, જાણો શું છે હાઈપર ઓવ્યુલેશન?

આ પણ વાંચો:શું રેડ સેન્ડ બોઆ ખરેખર નસીબ બદલી શકે છે? જાણો સાપની કિંમત કરોડોમાં હોવા પાછળના ચોંકાવનારા કારણો