Not Set/ ૭૦૦થી વધારે ગાયને સરકારી સ્કુલ અને સારવાર કેન્દ્રમાં પૂરવાનો આવ્યો વારો, રાજમાતાના શેલ્ટર હોમ ક્યાં ?

થોડા સમય પહેલા જ ગાયને સમ્માન આપવામાં આવ્યું છે. હિમાચલ પ્રદેશની વિધાન સભાએ ગાયને રાજમાતાનો દરજ્જો આપ્યો છે. આ રાજમાતાને આજે રહેવા માટે યોગ્ય જગ્યા પણ  દેશમાં નથી તે એક શરમજનક વાત કહેવાય. Aligarh: Around 700-800 stray cows were kept locked inside a govt school & primary health centre in Gorai by farmers on Dec […]

Top Stories India Trending

થોડા સમય પહેલા જ ગાયને સમ્માન આપવામાં આવ્યું છે. હિમાચલ પ્રદેશની વિધાન સભાએ ગાયને રાજમાતાનો દરજ્જો આપ્યો છે. આ રાજમાતાને આજે રહેવા માટે યોગ્ય જગ્યા પણ  દેશમાં નથી તે એક શરમજનક વાત કહેવાય.

મહારાષ્ટ્રમાં ગોરાઈ ગામમાં ખેડૂતોની ઊંઘ રખડતી ગાયોએ હરામ કરી દીધી છે. ખેતરમાં રહેલો પાકને રખડતી ગાય નુકશાન કરે છે.

આશરે ૭૦૦-૮૦૦ રખડતી ગાયોને હાલ સરકારી સ્કુલ અને પ્રાથમિક સારવાર કેન્દ્રમાં  રાખવામાં આવી છે.

ખેડૂતોનું કહેવું છે કે  ગાય ખેતરમાં અમારો પાક નુકશાન કરે છે. અમે ઘણી વખત સરકાર પાસે ગાયને રાખવા માટેના શેલ્ટર હોમની માંગણી કરી છે પરંતુ કોઈ કાર્યવાહી અત્યાર સુધી કરવામાં આવી નથી. ખેતરનું ધ્યાન રાખવામાં અમારે આખી રાત જાગવું પડે છે.

અલીગઢના ડીએમ સિંઘે કહ્યું કે ગામના લોકોએ રખડતી ગાયને સ્કુલમાં અને સારવાર કેન્દ્રમાં રાખી છે તેની ફરિયાદ મળી છે. આ સમસ્યાનો ઉકેલ લાવીશું. અમે હાલ દરેક ગામમાં ગાય માટે શેલ્ટર હોમ બનાવવાનું પ્લાન કરી રહ્યા છીએ.