Uttarakhand News: ઉત્તરાખંડના પૌરી જિલ્લામાં જંગલ આગની ઘટનાઓને લઈને ચિંતાજનક સ્થિતિ સામે આવી છે. ચારેબાજુ જંગલોમાં આગ લાગવાની ઘટનાઓ વચ્ચે વન વિભાગે દાવો કર્યો છે ફાયર સિઝન શરૂ થયા બાદ જિલ્લામાં અત્યાર ફક્ત 26 આગના બનાવ નોંધાયા છે.
વન વિભાગના આંકડા મુજબ ગઢવાલ વન વિભાગમાં 7, પૌરીના સિવિલ અને સોયમ વન વિભાગમાં 17 અને લેન્સડાઉન વન વિભાગમાં 2 આગની ઘટનાઓ નોંધાઈ છે. જોકે, સ્થાનિક કાર્યકરોએ આ આંકડાઓ પર સવાલ ઉઠાવ્યા છે અને વન વિભાગ પર આગ લગાવાની ઘણી ઘટનાઓ છુપાવવાનો આરોપ લગાવ્યો છે.

કાર્યકરોનું કહેવું છે કે વાસ્તવિક સ્થિતિ અધિકૃત આંકડાઓ કરતાં વધુ ગંભીર છે અને અનેક વિસ્તારોમાં આગની અસર જોવા મળી રહી છે. બીજી તરફ, વન વિભાગ દાવો કરી રહ્યું છે કે સ્થિતિ નિયંત્રણમાં છે અને આગ પર કાબૂ મેળવવા માટે કામગીરી ચાલુ છે.
વન વિભાગ ડેટામાંથી ઘટનાઓ છુપાવી રહ્યું છે
દરમિયાન, જમીન સંરક્ષણ વન વિભાગ, લેન્સડાઉન, રાજાજી ટાઇગર રિઝર્વ અને કલાગઢ વિભાગે જણાવ્યુ હતું કે, આગની કોઈ ઘટના નોંધાઈ નથી. સામાજિક કાર્યકર જગમોહન ડાંગી અને સેવ પૌરી સંઘર્ષ સમિતિના કન્વીનર નમન ચંદોલાએ જણાવ્યું હતું કે પૌરી ગઢવાલ જિલ્લાના જંગલો આગથી ભડકી રહ્યા છે. જોકે, વન વિભાગ ડેટામાંથી ઘટનાઓ છુપાવી રહ્યું છે.
તેમણે કહ્યું કે જો વન વિભાગના ફોરેસ્ચ ફાયર ચેતવણીઓ પરના ઓનલાઈન ડેટાને ધ્યાનમાં લેવામાં આવે તો, 1 થી 28 એપ્રિલ સુધીમાં, ગઢવાલ વન વિભાગમાં 80, લેન્સડાઉન વન વિભાગમાં 33 અને કલાગઢ વિભાગમાં 11 આગ લાગી છે. તેમણે કહ્યું કે વિભાગો જંગલ આગ સલામતી પ્રત્યે ગંભીર નથી.
આ પણ વાંચો : PM મોદી દ્વારા ગંગા એક્સપ્રેસવેનું ઉદ્ઘાટન, ઉત્તર પ્રદેશમાં ₹36,230 કરોડની મેગા પ્રોજેક્ટથી વિકાસને મળશે નવી દિશા
આ પણ વાંચો : કોલ્હાપુરમાં લવ જેહાદ જેવો કાંડ, યુવતીઓનું શોષણ, વીડિયો બનાવી બ્લેકમેલ
આ પણ વાંચો : મુંબઈમાં બિરયાની અને તરબૂચ ખાધા બાદ પરિવારના 4 ના મોત
