ભારતમાં કોરોના વાયરસનાં કેસમાં ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યા છે. દરરોજ લગભગ 15 હજાર નવા કોવિડ-19 કેસ આવી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોરોનાનાં કુલ 14,348 નવા કેસ નોંધાયા છે. ગઈકાલની સરખામણીમાં નવા કેસોમાં ઘટાડો નોંધાયો છે. ગુરુવારે આ આંકડો 16,156 હતો. શુક્રવારે આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરાયેલા તાજેતરનાં આંકડા અનુસાર, એક દિવસમાં કોરોનાથી મૃત્યુનાં 805 કેસ નોંધાયા છે. દેશમાં મહામારીનાં કારણે અત્યાર સુધીમાં 4,57,191 લોકોનાં મોત થયા છે.
આ પણ વાંચો – મોટો નિર્ણય / ભારતીય રિઝર્વ બેંકનાં ગવર્નર શક્તિકાંત દાસને મળ્યું Extension
આપને જણાવી દઇએ કે, દેશમાં છેલ્લા ઘણા દિવસોથી કોરોનાનાં કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. જે દેશવાસીઓ માટે સારા સમાચાર છે પરંતુ આ કોરોનાનાં કેસનાં આંકમાં આવી રહેલા ઘટાડાને ધ્યાનમાં રાખી બેદરકારી રાખવી જોખમ બની શકે છે. હાલમાં દેશમાં રિકવરી રેટ એટલે કે સંક્રમણ મુક્ત દર 98.19 ટકા છે. છેલ્લા 24 કલાકમાં 13,198 દર્દીઓ કોરોના સંક્રમણમાંથી મુક્ત થયા છે જ્યારે અત્યાર સુધીમાં કુલ 3,36,27,632 લોકો ઠીક થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો, તે કુલ કેસનાં 0.47 ટકા છે, જે માર્ચ 2020 પછીનું સૌથી નીચું સ્તર છે. આંકડાઓનાં આધારે દેશમાં હાલમાં 1,61,334 દર્દીઓની સારવાર ચાલી રહી છે.
#COVID19 | Of the 14,348 new infections and 805 deaths reported in India in the last 24 hours, Kerala reported 7,838 new cases and 90 deaths.
— ANI (@ANI) October 29, 2021
જો આપણે દેશમાં ચાલી રહેલા વિશાળ રસીકરણ અભિયાન પર નજર કરીએ તો, અત્યાર સુધીમાં લોકોને રસીનાં 104.82 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. આમાં છેલ્લા 24 કલાકમાં આપવામાં આવેલા 74,33,392 ડોઝનો પણ સમાવેશ થાય છે. સંક્રમણ દર વિશે વાત કરીએ તો, સાપ્તાહિક ચેપ દર 1.18 ટકા છે, જે છેલ્લા 35 દિવસથી બે ટકાથી નીચે છે. તે જ સમયે, દૈનિક ચેપ દર 1.12 ટકા છે. છેલ્લા 25 દિવસથી તે 2 ટકાથી નીચે રહ્યો છે.
