Anand News/ આણંદમાં કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાના ગઢમાં જ ગાબડુઃ નગીન સોલંકી ભાજપમાં જોડાયા

આણંદ કોંગ્રેસમાં પક્ષપ્રમુખ અમિત ચાવડાના ગઢમાં જ ગાબડું પડ્યું છે. તેમના ખાસ ગણાતા નગીન સોલંકી ભાજપમાં જોડાઈ ગયા છે. હવે તેમના માટે પોતાનો ગઢ સાચવવો કપરો બન્યો છે.

Top Stories Gujarat Others Breaking News

Anand News: આણંદમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ગાબડું પડ્યું છે. સંખ્યાડ ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા મોટાપાયા પર કાર્યકરો કોંગ્રેસની સાથે છેડો ફાડી ભાજપમાં જોડાયા છે. તેમા અમિત ચાવડાના અંગત નગીન સોલંકી જોડાતા કોંગ્રેસને મોટો આંચકો લાગ્યો છે.

નગીન સોલંકી કોંગ્રેસના અંગાવ તાલુકા પ્રમુખ છે અને લાંબા સમયથી સરપંચ હતા. પ્રદેશ પ્રમુખના ગઢમાં જ કોંગ્રેસના 250થી વધુ કાર્યકરોએ કેસરિયા કર્યા હતા. આની સીધી અસર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામ પર પડી શકે છે. સાંસદ મિતેશ પટેલ અને કેબિનેટ મંત્રી રમણલાલ સોલંકીએ તેમને આવકાર્યા હતા. આમ ભાજપે સંખ્યાડ ખાતે માસ્ટર સ્ટ્રોક મારીને કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાના ગઢમાં જ ગાબડું પાડ્યું છે. આમ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે કોંગ્રેસમાં આયારામ-ગયારામની મોસમ તેજ થઈ ગઈ છે.

કોંગ્રેસે સાત મ્યુનિસિપલ કોર્પોરેશનોના 243 ઉમેદવારો જાહેર કર્યા તે સમયે જ આ ઘટના બનતા પક્ષમાં સોંપો પડી ગયો છે. પક્ષ માટે જાણે અત્યારથી જ આણંદ ભૂલી જવું પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આ માટે પક્ષપ્રમુખ અમિત ચાવડાએ પોતે વિચારવું પડશે તેમ જણાઈ રહ્યું છે. આમ ચૂંટણી નજીક આવવાના પગલે રાજકીય પ્રવૃત્તિઓ વધુ વેગવંતી બની શકે છે.


આ પણ વાંચો: જામનગરમાં BJP-Congress ના કાર્યકર્તાઓ બાખડયા: કોંગ્રેસ પ્રમુખ સહિત 2 ની તબિયત લથડતાં હોસ્પિટલમા

આ પણ વાંચો: રાહુલે કહ્યું Congress ની સરકાર બનશે તો 10 દિવસમાં તમામ ખેડૂતોના દેવાં માફ

આ પણ વાંચો: Congress દ્વારા ગુજરાત સરકાર સામે અવિશ્વાસની દરખાસ્ત લવાઈ