Surat News/ સુરતમાં ડમી શાળાઓ વિરૂદ્ધ શિક્ષણ વિભાગની લાલ આંખ, DEOની ટીમ સક્રિય

સુરત શહેરમાં ડમી શિક્ષકોની જેમ ડમી શાળાઓનો પણ રાફડો ફાટી નીકળ્યો છે.

Top Stories Gujarat Surat

Surat News: સુરત (Surat) શહેરમાં ડમી શિક્ષકોની જેમ ડમી શાળાઓનો પણ રાફડો ફાટી નીકળ્યો છે. વિદ્યાર્થીઓના (Students) શિક્ષણનું જાણે કોઈ મોલ ન હોય તેમ એક પછી એક શાળાઓ ખુલી રહી છે, બાળકોને એડમિશન અપાઈ રહ્યાં છે. ત્યારે શિક્ષણ વિભાગ ડમી શાળાઓ (Dummy School) સામે કાર્યવાહી કરવા સખ્ત બન્યું છે. ડમી શાળાઓ શોધવા ડીઈઓની ટીમ હવે સક્રિય થઈ છે.

ડમી શાળાઓ પણ કથળતા શિક્ષણ માટે જવાબદાર ગણાતી હોય છે ત્યારે આવા દૂષણને અટકાવવા શિક્ષણ વિભાગ વધુ સજાગ બન્યું છે. સુરતમાં જીલ્લા શિક્ષણાધિકારીઓની ટીમ ડમી શાળા શોધવા સક્રિય થઈ છે. માહિતી મુજબ, તપાસ દરમિયાન જો કોઈ ડમી શાળાઓ મળી આવે તો આવી શાળાઓ (Dummy School) સામે જરૂરી કાર્યવાહી કરવાનો પણ આદેશ કરાયો છે.

એવા અહેવાલો પણ મળ્યા છે કે, સુરતમાં JEE, NEET ની તૈયારી માટે બંધાણિયા બજારમાં ડમી શાળાઓનો મોટા પ્રમાણમાં જોવા મળી છે. સુરતમાં જ CBSE બોર્ડની અંદાજે 16, ગુજરાત બોર્ડની 25 જેટલી શાળાઓ ડમી હોવાની શિક્ષણ વિભાગને ફરિયાદ મળી છે. વિદ્યાર્થીની સ્કૂલનાં રજિસ્ટરને બદલે કોચિંગનાં રજિસ્ટરમાં હાજરી હોય છે. જે ફરિયાદનાં પગલે તપાસનાં આદેશ કરાયા છે. ખાનગી ટ્યુશન સંચાલકો પણ ડમી શાળાઓ ખોલી રહ્યાં હોવાનું જાણવા મળ્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મહેસાણામાં 10 શિક્ષકો એક વર્ષ કરતા વધુ સમયથી ગેરહાજર

આ પણ વાંચો:ભૂતિયા શિક્ષક મુદ્દે શિક્ષણપ્રધાને તંત્રની ખામી સ્વીકારી

આ પણ વાંચો:કોંગ્રેસનો સણસણતો આક્ષેપઃ રાજ્યમાં એક લાખથી પણ વધુ વિદ્યાર્થીઓ ડ્રોપઆઉટ હોવાની સંભાવના