સાગબારા તાલુકાના ગોટપાડા બસ સ્ટેન્ડ પાસે વિદેશી દારૂ સાથે એક આરોપી ઝડપાયો હતો. પોલીસે આરોપીની અટકાયત કરી મુદ્દામાલ કબજે લીધો હતો.
સાગબારા પોલીસના માણસો પેટ્રોલિંગમાં નીકળ્યા હતા. જે દરમિયાન તેઓ ગોટપાડા બસ સ્ટેન્ડ નજીક આવતા એક શખ્સ પોતાના હાથમાં વાદળી કલરની બેગ લઈ શંકાસ્પદ હાલતમાં જણાય આવ્યો હતો. સાગબારા પોલીસ સ્ટાફના માણસોએ આરોપીને પકડી તેનું નામ પૂછતા તેને પોતાનું નામ તોકીર અબ્દુલ હમીદ શેખ રહે શિવાજી નગરી સાગબારા હોવાનું જણાવ્યું હતું.
સાગબારા પોલીસે ઝડપાયેલા આરોપી પાસેથી મળેલી બેગમાંથી ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂના ટીન બિયર નંગ 24 કિંમત રૂપિયા 2400નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આરોપી તોકીર અબ્દુલ હમીદ શેખને ઝડપી પાડી સાગબારા પોલીસ મથકે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ અમેરિકાનું ઓસ્પ્રે લશ્કરી વિમાન જાપાનના દરિયાકાંઠે થયું ક્રેશ, તેમાં આઠ લોકો હતા સવાર
આ પણ વાંચોઃ મસ્જિદના લાઉડસ્પીકર પર ચાલતી અઝાનને લઇ ગુજરાત હાઈકોર્ટનો મોટો ચુકાદો
આ પણ વાંચોઃ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાનાર પરીક્ષાની પદ્ધતિમાં કરાયા મોટા ફેરફાર
Follow us on : Facebook | Twitter | WhatsApp | Telegram | Instagram | Koo | YouTube
Mobile App : Android | IOS
