Gujarat News/ ઇરાનમાં અપહૃત ચાર ગુજરાતીઓનો છૂટકારો, વતન પરત પહોંચ્યાં

ગાંધીનગર જિલ્લાના માણસાથી ઓસ્ટ્રેલિયા જવા નીકળેયા 4 ગુજરાતીઓનું ઈરાનના તહેરાનમાં અપહરણ કરી કરોડો રૂપિયાની ખંડણીની માંગ કરવામાં આવી હતી. તેના પછી ઇરાનમાં બંધક બનાવાયેલા ચાર ગુજરાતીઓનો કેન્દ્ર સરકારની પહેલના પગલે છૂટકારો થયો છે.

Top Stories Gandhinagar Gujarat
4 Gujaratis kidnapped in Tehran, Iran

નવી દિલ્હીઃ  ઇરાનમાં બંધક બનાવવામાં આવેલા ગાંધીનગર જિલ્લાના માણસાના બાપુપુરા ગામના ચાર ગુજરાતીઓનો કેન્દ્ર સરકારની પહેલના પગલે છૂટકારો થયો છે. ચાર ગુજરાતીઓ ઇરાનમાં બંધક બનાવાયા હોવાની વાત મળતા જ રાજ્ય સરકારે તરત જ કેન્દ્ર સરકારને જાણ કરી હતી અને વિદેશ મંત્રાલય સક્રિય થઈ ગયુ હતુ. તેના પગલે ઇરાનમાં પણ હલચલ મચી હતી અને અપહરણકારો પર પણ ચાર ગુજરાતીઓને છોડી દેવા ઇરાનની સરકારનું દબાણ આવ્યું હતું. તેના પગલે તેમને છૂટકારો થયો હતો. બાપુપુરા ગામના સરપંચે જણાવ્યું હતું કે સરકારના લીધે આ ચારેય જણા પાછા આવ્યા, બાકી અમને તો આશા જ ન હતી. આમ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની ત્વરિત કાર્યવાહીએ ચાર ગુજરાતીઓનો જીવ બચાવ્યો હતો. ગામના સરપંચ પ્રકાશ ચૌધરીએ જણાવ્યું હતું કે સરકારે જો આટલી તત્પરતા દાખવી ન હોત તો તે જીવિત જ ન આવ્યા હોત. તેઓ દોહાથી દિલ્હી આવ્યા હતા અને દિલ્હીથી અમદાવાદ આવ્યા હતા. અમદાવાદથી પોતાના માણસા તાલુકાના ગામે પહોંચ્યા હતા. તેમા ત્રણ બાપુપુરાના હતા અને એક બદપુરાનો હતો.

વિદેશ જવાના મોહમાં જિંદગીની જંગનો ખેલ સામે આવ્યો છે. વિદેશ જવાની ઘેલછામાં લોકો કંઇ પણ વિચાર્યા વગર ઉપડી પડે છે અને પછી મોતના મોહમાં એવા ફસાએ છે કે, પછી યાદ આવે છે કે પોતાના દેશમાં હતા તો સારૂં હોત. તેવું જ રીત હવે ઉત્તર ગુજરાતના આ ચાર લોકોને થતું હશે. તેવું જ આ લોકો સાથે થયું છે.

મળતી માહિતી મુજબ ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના બાપુપુરા ગામના ચાર લોકો ઓસ્ટ્રેલિયા જવા માટે નીકળ્યા બાદ તેમનું ઈરાનમાં અપહરણ થયું હોવાનું સામે આવ્યું છે. અપહરણકારોએ બાપુપુરા ગામમાં રહેતા પરિવારજનોને અપહત લોકોને વીડિયો મોકલી 2 કરોડની ખંડણી માગ કરી હતી, જેથી પરિવારજનો ચિંતિત બન્યા છે. આ મામલે માણસાના ધારાસભ્ય જે.એસ. પટેલને જાણ થતા તેઓ દ્વારા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખી મદદ માગી છે.

ઓસ્ટ્રેલિયા જવા નિકળ્યા હતા ઈરાનમાં અપહરણ થયું
જણાવા મળ્યું છે કે, માણસા તાલુકાના બાપુપુરા ગામના ચાર યુવાનો ઓસ્ટ્રેલિયા જવા નિકળ્યા હતા. તેઓને સૌ પહેલા દિલ્હી લઈ જવામાં આવ્યા હતા. ત્યારબાદ એમીરેટસ એરલાઈન્સ દ્વારા દિલ્હીથી બેંગકોક, દુબઈ અને તહેરાનમાં લઈ જવામાં આવ્યા હતા. ઈરાનમાં તહેરાનના ઈમામ ખામેનીની ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ થયા બાદ તેમને ટેક્સીમાં અપહરણ કરી કોઈ અજાણ્યા સ્થળે લઈ જઈ બંધક બનાવાયા હતા.

નગ્ન કરી માર મારવામાં આવ્યો, પરિવારને વીડિયો મોકલી 2 કરોડની ખંડણી માગી
ચારેય લોકોનું અપહરણ કરી ઈરાનમાં ગોંધી રાખવામાં આવ્યા હોવાની વિગત સામે આવી છે. સામેથી બાબા નામના વ્યકિત દ્વારા તેમના પરિવારજનોને ફોન કરી 2 કરોડ રૂપિયાની ખંડણી માગવામાં આવી છે. પરિવારજનોને એક વીડિયો મોકલવામાં આવ્યો હતો જેમાં અપહત લોકોને નગ્ન કરી જમીન પર ઊંધા સુવડાવવામાં આવ્યા છે. કપડાથી મોઢું અને હાથ બાંધેલી હાલતમાં છે. લોકોના શરીર પર લાલ ચાંભાના નિશાન પણ જોવા મળી રહ્યા છે. અપહત લોકોમાં એક મહિલા અને ત્રણ યુવકો છે.

અપહરણ પાછળ પાકિસ્તાની એજન્ટનો હાથ હોવાની ચર્ચા
બાપુપુરા ગામના સ્થાનિક સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ગામના જ એક એજન્ટે ભૂતકાળમાં એક પાકિસ્તાની એજન્ટ મારફતે બે ત્રણ પેસેન્જરને અમેરિકા મોકલ્યા હતા. જે પેસેન્જર ઉતરી ગયા પછી આ એજન્ટે દોઢ કરોડ રૂપિયા ચૂકવ્યા ન હતા. આ દરમિયાન પાકિસ્તાની એજન્ટ ઓસ્ટ્રેલિયાનું પણ કામ કરતો હોવાનું જાણીને ગામના એજન્ટે પેસેન્જર શોધવાનું કામ શરૂ કર્યું હતું. જેના પગલે ગામના દંપત્તી સહિત ચાર પેસેન્જરોએ ઓસ્ટ્રેલિયા જવા માટે ઈચ્છા વ્યક્ત કરી હતી અને નક્કી થયા મુજબ 19 મી ઓક્ટોબરે ચારેય ઓસ્ટ્રેલિયા જવા માટે રવાના થયા હતા.

તેમને બેંગકોક ,દુબઈ થઈ તેહરાન એરપોર્ટ ઉતારવામાં આવ્યા હતા. એરપોર્ટની બહાર નીકળતા જ ચારેય જણાનું અપહરણ થઈ ગયું હતું. આ અપહરણની પાછળ પાકિસ્તાની એજન્ટ જવાબદાર હોવાનું મનાઈ રહ્યું છે. તેમના પરિવારને ગઈકાલે ખંડણી માટેનો ફોન આવતા 40 લાખ જેટલી રકમ તો ચૂકવાઇ ગઈ હોવાનું પણ જાણવા મળ્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગાંધીનગર: માણસાના 4 લોકોનું વિદેશમાં અપહરણ

આ પણ વાંચો: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ ખાતે છઠપૂજા મહાપર્વમાં સહભાગી થયાં

આ પણ વાંચો: રાજકોટ ખાતે “જન આક્રોશ સભાનું” આયોજન કરવામાં આવ્યું