Gandhinagar News : ગાંધીનગરના માણલાના ચાર જણાનું વિદેશમાં અપહરણ કરવામાં આવતા ચકચાર મચી છે. જેમાં માણસાના બાપુપુરાના ત્રણ યુવાન અને એક મહિલાનો સમાવેશ થાય છે. અપહરણ કરાયેલાઓમાં અજય, અનિલ, નિખીલ ચૌધરી અને પ્રિયાનો સમાવેશ થાય છે.
પ્રાથમિત તપાસમાં આ ચારેય જણા 19 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા જવા નીકળ્યા હતા. તમામ વોકો અમદાવાદ એરપોર્ટથી ઓસ્ટ્રેલિયા જવા નીકળ્યા હતા. ત્યારબાદ આ ચાર લોકોને પ્રથમ દિલ્હી લઇ જવામાં આવ્યા હતા. ત્યારબાદ દિલ્હીથી બેંગકોક, દુબઇ, તહેરાન એરપોર્ટ પર ઉતારવામાં આવ્યા હતા.
જેમાં તેમનું એરપોર્ટથી ટેક્સીમાં લઇ જઇ અપહરણ કરવામાં આવ્યું હતું. તે સિવાય તેમના છુટકારા માટે કરોડોની ખંડણીની માંગણી કરવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે. , જેને લઈે ગૃહમંત્રીને મદદ માટે પત્ર લખવામાં આવ્યો છે.
