Rajkot News/ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિકની સંયુક્ત પ્રેસ વાર્તા…

ગુજરાતને પ્રગતિશીલ રાજ્ય કહેવામાં આવે છે, પરંતુ વાસ્તવમાં 2023ના NCRB રિપોર્ટ અનુસાર રાજ્યમાં 381 ખેડૂતોએ આત્મહત્યા કરી છે, જેમાંથી 52% સોરાષ્ટ્રના છે…

Gujarat Rajkot

Rajkot News: ગુજરાત કોંગ્રેસ દ્વારા રાજ્યવ્યાપી સ્તરે એક દિવસ-એક શહેર/જિલ્લા એવા કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે જેની શરુઆત આજે રાજકોટથી કરવામાં આવી હતી. આ કાર્યક્રમના માધ્યમથી લોકોની વાસ્તવિક સમસ્યાઓને વાચા આપવામાં આવી રહી છે અને આ અભિયાન હેઠળ રાજ્યભરમાં જન આક્રોશ સભાઓ યોજાઈ રહી છે.

સરકાર ટેકાના ભાવે 300 મણ મગફળી ખરીદવાની જાહેરાત કરે : અમિત ચાવડા

તમામ ખેડૂતોને બેંકનું ધિરાણ સંપૂર્ણ માફ કરવામાં આવે : અમિત ચાવડા

રાજ્યમાં માવઠાની સ્થિતિથી ખેડૂતોને ભારે નુકસાન ખેડૂતો માટે સરકાર સ્પેશિયલ પેકેજ જાહેર કરે : અમિત ચાવડા

સરકાર તાત્કાલિક પગલાં નહિ લે તો આવનારા સમયમાં ભાજપના મંત્રીઓને ગામડામાં નહીં જવા દઈએ ખેડૂતો સાથે મળી ઘેરાવ કરીશું : અમિત ચાવડા

કોંગ્રેસની માંગ છે કે એમ.એસ.સ્વામીનાથન કમિશનની એમએસપી ફોર્મ્યુલાના આધારે એમએસપી પર કાયદો બનાવવામાં આવે : મુકુલ વાસનીક

2023ના NCRB રિપોર્ટ અનુસાર રાજ્યમાં 381 ખેડૂતોએ આત્મહત્યા કરી છે, જેમાંથી 52% સોરાષ્ટ્રના છે : મુકુલ વાસનીક

માવઠાના કારણે ખેડૂતોને ભારે નુકસાન

રાજકોટ (Rajkot)માં પત્રકાર પરિષદ સંબોધતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ (GPCC) પ્રમુખ અમિત ચાવડા (Amit Chavda)એ જણાવ્યું કે, છેલ્લા બે દિવસથી ગુજરાતના અનેક વિસ્તારોમાં માવઠાના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે.ખાસ કરીને સૌરાષ્ટ્રમાં મગફળી (Peanut Crop) સહિતના પાકો નષ્ટ થયા છે. ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે, તૈયાર પાક ડૂબી ગયો છે, અને હજારો ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થઈ ગયા છે.

જગતના તાત એટલે કે ખેડૂતોની હાલત અત્યંત દયનીય છે. સરકારે સહાનુભૂતિ દાખવવી જોઈએ, પરંતુ સરકારનું વલણ ઉદાસીન છે. ભાજપ સરકારે ખેડૂતો (Farmers) માટે ભાષણો તો ઘણાં કર્યા, પરંતુ હકીકતમાં કોઈ સહાય જમીન સ્તરે પહોંચી નથી.

વધુમાં સરકારે મગફળી ટેકાના ભાવે ખરીદવાની જાહેરાત કરી છે, પરંતુ તે પૂરતી નથી. 9 લાખથી વધુ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે, પણ સરકાર માત્ર 70 મણ મગફળી ખરીદશે તો બાકીની મગફળી ખેડૂતો ક્યાં વેચશે ?

કોંગ્રેસે પક્ષની મુખ્ય માગણીઓ

1. રાજ્ય સરકારે ઓછામાં ઓછી 300 મણ મગફળી ટેકાના ભાવે ખરીદવાની જાહેરાત કરે.

2. માવઠાથી અસરગ્રસ્ત ખેડૂતોનું બેંકનું દેવું માફ કરે

3. અસરગ્રસ્ત ખેડૂતો માટે સ્પેશિયલ પેકેજ જાહેર કરવામાં આવે.

4. પાક વીમા યોજના તાત્કાલિક અમલમાં લાવવામાં આવે.

5. જમીન ધોવાણ થયેલા વિસ્તારોમાં પ્રતિ હેક્ટર ઓછામાં ઓછા 1 લાખ રૂપિયાની સહાય આપવામાં આવે.

કોંગ્રેસ ખેડૂતો સાથે મળી સરકારનો ઘેરાવો કરશે

અમિત ચાવડાએ વધુમાં કહ્યું કે APMCમાં કમિશનના નામે તોડ થાય છે, સહકારી સેક્ટરમાં ભાજપ (BJP)ના મળતીયાઓ દ્વારા ખેડૂતો સાથે લૂંટ થાય છે. સરકારની નીતિ અને નિયત બંને ખેડૂત વિરોધી છે.

અમિત ચાવડાએ જણાવ્યું કે જો સરકાર ખેડૂતોની સમસ્યાઓના નિવારણ માટે તાત્કાલિક પગલાં નહીં લે, તો આગામી દિવસોમાં તાલુકા અને ગ્રામ્યસ્તરે કિસાન પંચાયત (Kisan Panchayat) અને જન આક્રોશ (Jan Akrosh) કાર્યક્રમો યોજાશે.એક પણ મંત્રીને ગામડામાં જવા નહીં દઈએ, કોંગ્રેસ (Congress) ખેડૂતો સાથે મળી સરકારનો ઘેરાવો કરશે.

આ પ્રસંગે ગુજરાત કોંગ્રેસ પ્રભારી અને રાજ્યસભા સાંસદ મુકુલ વાસનીકે (Mukul Vasnik) રાજ્યમાં ચાલી રહેલા ભ્રષ્ટાચાર (Corruption), કાયદો- વ્યવસ્થાના પ્રશ્નો પર સવાલો ઉઠાવ્યા અને જણાવ્યું કે, રાજકોટમાં છેલ્લા એક સપ્તાહમાં 6-7 હત્યાઓ થઈ, રાજ્યમાં હજારો કરોડના સાયબર ક્રાઈમ (Cyber Crime) અને નશીલા પદાર્થો (Drugs)નો વેપાર ખુલ્લેઆમ ચાલી રહ્યો છે.રાજ્યમાં 1100 લોકો પાછળ માત્ર 1 પોલીસ અધિકારી છે, અને 33% પોલીસ (Police)ના પદ ખાલી છે.

રાજ્યમાં દારૂબંધી છતાં ભાજપના રાજમાં દારૂની હોમ ડિલિવરી

રાજ્યમાં દારૂબંધી (Prohibition) હોવા છતાં ભાજપના રાજમાં દારૂ (Alcohol)ની ઘર સુધી હોમ ડિલિવરી (Home Delivery) થાય છે. નશીલી દવાઓનો ધંધો ચાલે છે, અપહરણની ઘટનાઓ વધી રહી છે. ગુજરાત સરકાર આ બધું છુપાવે છે, પણ હકીકત અત્યંત ચિંતાજનક છે.

એમએસપી પર કાયદો બનાવવામાં આવે

વધુમાં ગુજરાત (Gujarat)ને પ્રગતિશીલ રાજ્ય કહેવામાં આવે છે, પરંતુ વાસ્તવમાં સ્થિતિ ખરાબ છે. 2023ના NCRB રિપોર્ટ અનુસાર રાજ્યમાં 381 ખેડૂતોએ આત્મહત્યા (Suicide) કરી છે, જેમાંથી 52% સોરાષ્ટ્ર (Saurashtra)ના છે.

અંતમાં મુકુલ વાસનિકે જણાવ્યું કે, એમ.એસ. સ્વામીનાથન કમિશનના એમએસપી ફોર્મ્યુલાને કેન્દ્ર સરકાર અપનાવવા તૈયાર નથી, જ્યારે ખેડૂતો માટે એ જ કાયમી ઉકેલ છે. કોંગ્રેસની માંગ છે કે એમએસપી (MSP) પર કાયદો બનાવવામાં આવે.

[fvplayer id=”211″]

ચૂંટણી પંચ દ્વારા SIR જાહેરાત મામલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની પ્રતિક્રિયા

રાજકીય એજન્ડા સાથે વિપક્ષી પાર્ટીઓને નુકસાન અને ભાજપને ફાયદો કરાવવા માટે ઈલેક્શન કમિશન કામ કરી રહ્યું હોય એવું પ્રતીત થાય છે

બિહાર (Bihar)માં ચોક્કસ વર્ગ વિસ્તાર અને પોલિટિકલ પાર્ટીના મતદારોનું નામ મતદારયાદીમાંથી જાણી જોઈને કમી કરવામાં આવ્યું. એક પણ વ્યક્તિનું નામ ખોટી રીતે નીકાળવામાં આવશે તો એની સામે લડીશું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: જૂનાગઢના ખેડૂતોને નુકસાન ભરપાઈ કરી આપોઃ સાંસદની માંગ

આ પણ વાંચો: ગુજરાતમાં ફરી ખેડૂત આંદોલન સળગશે, ખેડૂતો કડદા પ્રથા બંધ કરવાની માંગ સાથે ફરી રસ્તા પર ઉતરશે

આ પણ વાંચો: સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ: અમરેલી-વેરાવળમાં ખેડૂતોની ચિંતા વધી, ઘોઘા બંદર પર 3 નંબરનું સિગ્નલ