Deesa News : એમ.એમ.દેસાઈ શૈક્ષણિક સંકુલ સમશેરપુરા ખાતે આગામી તા. 25 જાન્યુઆરી ને રવિવારના રોજ રબારી સમાજના દાનવીર રત્ન, ભામાશા, સર્વ સમાજ ના આગેવાન અને ધાનેરા ના લોકપ્રિય ધારાસભ્ય માવજીભાઈ દેસાઈના અધ્યક્ષ સ્થાને અને પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ દેસાઈ તેમજ મહાસંમેલન ના ભોજન દાતા ડી.કે.દેસાઈ (દામા) ની વિશેષ ઉપસ્થિતિમાં ઉત્તર ગુજરાત રબારી સમાજ ભવિષ્ય નિર્માણ સામાજિક બંધારણનું ઐતિહાસિક મહાસંમેલન યોજાનાર છે.
જેમાં એક જ મંચ નીચે રબારી સમાજના જુદા જુદા પરગણા ના 50 હજારથી વધુ લોકો એકત્ર થઈ ને કુરીવાજો ને તિલાંજલી આપી શિક્ષણની જયોત પ્રજવલિત કરવાની નેમ વ્યક્ત કરશે.

રબારી સમાજમાં વર્ષોથી ઘર કરી બેઠેલા કુરીવાજો નાબૂદ થાય તેમજ રબારી સમાજ (Rabari Community) ના દીકરા-દીકરીઓ શિક્ષણ તરફ આગળ વધે તે માટે સમસ્ત ગુજરાત રબારી સમાજના એકમાત્ર ધારાસભ્ય અને દાનવીર ભામાશા તરીકે આગવી ઓળખ ઉભી કરનાર માવજીભાઈ દેસાઈ દ્વારા સામાજિક બંધારણની સાથે સાથે શિક્ષણને પણ આગળ ધપાવવા માટે રાત-દિવસ મહેનત કરવામાં આવી રહી છે.
ઉત્તર ગુજરાત (બનાસકાંઠા, વાવ-થરાદ અને પાટણ) રબારી સમાજ (Rabari Community) ભવિષ્ય નિર્માણ સામાજિક બંધારણ અંતર્ગત ઐતિહાસિક મહાસંમેલન રવિવારે એમ.એમ.દેસાઈ શૈક્ષણિક સંકુલ સમશેરપુરા ખાતે ભામાશા અને ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ ના અધ્યક્ષ સ્થાને યોજાનાર છે. આ સંમેલનમાં રબારી સમાજના (Rabari Community) જુદા જુદા પરગણાના 50 હજાર થી વધુ ભાઈ-બહેનો ઉપસ્થિત રહી સામાજિક બંધારણ મહાસંમેલન ને સફળ બનાવશે.

ભોજન સહિત ની પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે
રબારી સમાજ (Rabari Community)ના ઐતિહાસિક મહાસંમેલનને સફળ બનાવવા માટે ભોજન સહિત ની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. પાર્કિંગ સહિતના સ્થળથી સંમેલન સુધી આવવા માટે અલાયદી મિની બસ સેવા પણ કરવામાં આવી છે તેમ ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ એ જણાવ્યું હતું.

રાજસ્થાન થી પણ રબારી સમાજ (Rabari Community) ઉમટી પડશે
સામાજિક બંધારણ બનાસકાંઠા, વાવ-થરાદ અને પાટણ જિલ્લા માટે થાય છે પરંતુ ધાનેરા અને દાંતીવાડા વિસ્તાર ના રબારી સમાજના સગા સબંધીઓ રાજસ્થાનના શિરોહી, જાલોર, ભીનમાલ, રાણીવાડા, સાંચોર સહિતના વિસ્તારમાં વસવાટ કરે છે. જેથી રાજસ્થાન રબારી સમાજ પણ આ સામાજિક બંધારણ સાથે જોડાયો છે.
આ પણ વાંચો : રબારી સમાજમાં કુરીવાજો સામે સુધારણા અને શિક્ષણની દિશામાં હાકલ
આ પણ વાંચો : કાલાતળાવમાં મારપીટના મામલે નવો વળાંક, રબારી સમાજ મેદાને, વિહોતર ગ્રૂપનો વિરોધ
આ પણ વાંચો : કુપ્રથાઓ પર પ્રતિબંધ : રબારી સમાજની અનોખી પહેલ, નિયમો તોડે તેને 51 હજારનો દંડ
