Banaskantha News/ રબારી સમાજમાં કુરીવાજો સામે સુધારણા અને શિક્ષણની દિશામાં હાકલ

ડીસાના આસેડા ગામે રબારી સમાજ (Rabari community) ના સામાજિક બંધારણ મહાસંમેલન અંતર્ગત મહત્વની બેઠક યોજાઈ

Gujarat Others
Rabari community

Banaskantha News : ડીસા તાલુકાના આસેડા ગામે શનિવારે રબારી સમાજના સામાજિક બંધારણ મહાસંમેલન અંતર્ગત એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રબારી સમાજ (Rabari community) ના 30 થી વધુ ગામોના આગેવાનો, યુવાનો અને આગવી પ્રતિષ્ઠિત વ્યક્તિઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. બેઠકમાં વર્ષોથી ચાલી આવતાં ખોટા અને ભારરૂપ સામાજિક કુરીવાજોને નાબુદ કરી સમાજને સંગઠિત બનાવી શિક્ષણ અને વિકાસ તરફ આગળ ધપાવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

બેઠકમાં રબારી સમાજ (Rabari community)ના અગ્રણી મોભી આગેવાનો તથા ભામાશા ધાનેરા વિસ્તારના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ અને પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી ડૉ. સંજય દેસાઈ, સંસ્થાના પ્રમુખ રેવાભાઈ દેસાઈ, ડી.કે. દેસાઈ, નરસિંહભાઈ દેસાઈ સહિતના આગેવાનોની વિશેષ હાજરી રહી હતી.

બેઠક દરમિયાન સમાજમાં લગ્ન, મરણોત્તર અને અન્ય સામાજિક પ્રસંગોમાં થતો અનાવશ્યક ખર્ચ ઘટાડવા અંગે વિશેષ ચર્ચા કરવામાં આવી. ખોટા ખર્ચાઓ પર કાપ મુકીને સમાજના દીકરા-દીકરીઓને ઉચ્ચ શિક્ષણ તરફ પ્રોત્સાહિત કરવા અને સમાજ સુધારણા માટે સંયુક્ત પ્રયાસો કરવા માટે સૌએ એકમત અભિપ્રાય વ્યક્ત કર્યો હતો.

રબારી સમાજ(Rabari community) માં ‘કુરીવાજોને નેસ્ત નાબુદ કરવામાં આવશે’ – ધારાસભ્ય માવજી દેસાઈ

રબારી સમાજ(Rabari community) માં ‘કુરીવાજોને નેસ્ત નાબુદ કરવામાં આવશે’ – ધારાસભ્ય માવજી દેસાઈ

બેઠકને સંબોધતા ધારાસભ્ય માવજીભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, “રબારી સમાજમાં દિવસે દિવસે કુરીવાજો વધી રહ્યા છે, જે સમાજના વિકાસમાં અવરોધરૂપ છે. સમાજને આ કુરીવાજોમાંથી બહાર લાવી ખોટા ખર્ચાઓ બંધ કરાશે અને કુરીવાજોને તિલાંજલી આપી તેમને સંપૂર્ણપણે નેસ્ત નાબુદ કરવામાં આવશે.”

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, શિક્ષણ જ સમાજના સર્વાંગી વિકાસનો મુખ્ય આધાર છે અને આવનારા સમયમાં રબારી સમાજ (Rabari community)ના યુવાનો શિક્ષણ, વ્યવસાય અને સામાજિક ક્ષેત્રે આગળ વધે તે માટે મજબૂત નીતિ ઘડવામાં આવશે.

આ બેઠક દ્વારા રબારી સમાજ (Rabari community)માં એક નવી દિશા અને નવી વિચારધારા ઉભી થતી દેખાઈ રહી છે, જેમાં સામાજિક સુધારણા અને શિક્ષણને કેન્દ્રસ્થાને રાખીને ભવિષ્ય ઘડવાનો સંદેશ આપવામાં આવ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: વૃદ્ધ પર હુમલાનો કિસ્સોઃ પાટીદાર પછી હવે રબારી સમાજ મેદાનમાં ઉતર્યો

આ પણ વાંચો: કુપ્રથાઓ પર પ્રતિબંધ : રબારી સમાજની અનોખી પહેલ, નિયમો તોડે તેને 51 હજારનો દંડ

આ પણ વાંચો: કાલાતળાવમાં મારપીટના મામલે નવો વળાંક, રબારી સમાજ મેદાને, વિહોતર ગ્રૂપનો વિરોધ