Not Set/ કચ્છ જિલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ પર ખૂની હુમલો, મોટી રાજકીય ખાનખરાબીની ફરી આશંકા

કચ્છ જીલ્લાનાં મુન્દ્રા તાલુકાનાં બરાયા – પ્રાગપર વચ્ચે કચ્છ જિલ્લા યુવક કોંગ્રેસના પ્રમુખ પર ખૂની હુમલાની ઘટના બનવા પામતા ચકચાર મચી જવા પામ્યો છે. લોકોના મનમાં ફરી કોઇ મોટી રાજકીય ખાનખરાબીની દહેશત જોવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, ભાનુશાળી મર્ડર જેવી અનેક ઘટના કચ્છનાં લોહીયાળ રાજકારણની સબુત છે. જાણવા મળતી વિગતો મુજબ કોંગ્રેસનાં આગેવન હરિસિંહ જાડેજા […]

Gujarat Others

કચ્છ જીલ્લાનાં મુન્દ્રા તાલુકાનાં બરાયા – પ્રાગપર વચ્ચે કચ્છ જિલ્લા યુવક કોંગ્રેસના પ્રમુખ પર ખૂની હુમલાની ઘટના બનવા પામતા ચકચાર મચી જવા પામ્યો છે. લોકોના મનમાં ફરી કોઇ મોટી રાજકીય ખાનખરાબીની દહેશત જોવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, ભાનુશાળી મર્ડર જેવી અનેક ઘટના કચ્છનાં લોહીયાળ રાજકારણની સબુત છે.

જાણવા મળતી વિગતો મુજબ કોંગ્રેસનાં આગેવન હરિસિંહ જાડેજા પર ખૂની હુમલો કરાયો હતો. હરિસિંહ જાડેજા પોતાની કારમાં ગત રાત્રે જઇ રહ્યા હતા ત્યારે તેમની પાછળ બોલેરો જીપ અથડાવવામાં આવી હતી અને ત્યારબાદ ધોકા, પાઇપ જેવા ઘાતક હથીયારો વડે ખૂની હુમલો કરાયો હતો.

હુમલાનાં બનાવમાં ઈજાગ્રસ્ત હરિસિંહ હાલ મુન્દ્રાની સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ છે. ઇજાગ્રસ્તના કહેવા મુજબ હુમલો કરનાર સાત ઈસમો હતા અને CWSનાં કોન્ટ્રાક્ટ બાબતે બબાલ સર્જાઈ હોવાનું જાણાવાઇ રહ્યું છે

હુમલાની ઘટનાનાં પગલે પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી અને ઇજાગ્રસ્તનાં નિવેદનનાં આધારે તાપસ શરૂ કરી દેવામાં આવી છે.  ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી આ અન્ટસ ચાલતી હતી અને આજે આ હુમલો કરાયો હતો.  ઘટનાને પગલે કોંગ્રેસનાં રાજકીય પદાધિકારીઓ પણ હોસ્પિટલમાં પહોંચી આવ્યા હતા અને ખાનખરાબી આગળ વધે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. જો કે, પોલીસે બનાવને લઈને બંદોબસ્ત ગોઠવી દીધો છે. 

@ સલીમ સમા, મંતવ્ય ન્યૂઝ મુન્દ્રા…

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews