રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજી આજથી 2 દિવસ ગુજરાતના પ્રવાસે પધાર્યા છે. આજે આજે બપોરે 12 વાગે અમદાવાદ એરપોર્ટ પહોંચશે ત્યારબાદ એરપોર્ટથી ગાંધીનગર રાજભવન ખાતે પહોંચશે.ત્યાંથી નીકળી અને સીધા આજ રોજ ગુજરાત કેન્દ્રીયવિશ્વવિદ્યાલયનો ત્રીજો દીક્ષાંત સમારોહ યોજવા જઇ રહ્યો છે તેમાં ઉપસ્થિત રહેશે. ત્રીજા દિક્ષાન્ત સમારોહ માં મુખ્ય મહેમાન તરીકે ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજી ઉપસ્થિત રહેશે. સાથે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, કેન્દ્રીય શિક્ષણમંત્રી રમેશ પોખરીયાલ, ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલયના કુલાધિપતિ હસમુખ અઢિયા પણ હાજર રહેશે.
election result / ગુજરાત કોલેજ પર બેલેટ પેપર આવવાના શરુ, સેન્ટર બહાર ચાંપતો સુરક્ષા બંદોબસ્ત
આ દીક્ષાંત સમારોહમાં 73 પીએચ.ડી., 26 એમ.ફિલ., 121 અનુસ્નાતક અને 24 સ્નાતક એમ કુલ 244 વિદ્યાર્થીઓને પદવી પ્રદાન કરવામાં આવશે . આ ઉપરાંત સ્નાતક અને અનુસ્નાતક અભ્યાસક્રમોમાં સૌથી વધુ માર્કસ મેળવનાર 21 વિદ્યાર્થીઓને સીયુજી ચંદ્રક પણ પ્રદાન કરવામાં આવશે.
EVM machines / મતગણતરીની આગલી રાત્રે EVM બદલાવાની આશંકાથી ગુજરાત કોલેજ પર હોબાળો, ઉમેદવારો અને સમર્થકો દોડ્યા
મહાત્મા મંદિરમાં સાંજે 5 થી 6 કલાકે કાર્યક્રમમાં પણ તેઓ ઉપસ્થિત રહેશે. 24મીએ મોટેરા સ્ટેડીયમના ઉદઘાટન કાર્યક્રમમાં બપોરે 12.30 થી 1.15 વાગ્યા દરમિયાન હાજરી આપશે. અને ત્યાંથી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 1.50 દિલ્હી જવા રવાના થશે,
IB / અમદાવાદ,વડોદરા અને સુરતમાં ભાજપની પેનલમાં પડશે ગાબડું : સ્ટેટ આઇબીનો સર્વે
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
