Not Set/ સરદાર સરોવર ડેમમાં પાણીની ઊંચાઈ વધારવા વિરુદ્ધની અરજી પર SCમાં સુનાવણી

હાલ માં જ સરકાર દ્વારા સરદાર સરોવર ડેમ નું એંજિનિયર ની ટિમ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. અને ડેમ ની સપાટી વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેને લઈને આસપાસ ના કેટલાક ગામડાઓમાં પાણીમાં ગરકાવ થવાના ભય સાથે કેટલાક ગામલોકોએ સરદાર સરોવર ડેમમાં પાણીની ઊંચાઈ વધારવા સામે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. સુપ્રીમ કોર્ટે ટૂંક સમયમાં […]

Top Stories Gujarat

હાલ માં જ સરકાર દ્વારા સરદાર સરોવર ડેમ નું એંજિનિયર ની ટિમ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. અને ડેમ ની સપાટી વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેને લઈને આસપાસ ના કેટલાક ગામડાઓમાં પાણીમાં ગરકાવ થવાના ભય સાથે કેટલાક ગામલોકોએ સરદાર સરોવર ડેમમાં પાણીની ઊંચાઈ વધારવા સામે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. સુપ્રીમ કોર્ટે ટૂંક સમયમાં તેમની અરજી પર સુનાવણી કરવા સંમતિ આપી છે.

આજે તેમની અરજી પર સુપ્રિમ કોર્ટ સમક્ષ વહેલી સુનાવણી માટે એડવોકેટ સંજય પરીખ દ્વારા ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ કોર્ટે કહ્યું હતું કે તમારે તમામ સંબંધિત પક્ષોને અરજીની નકલ આપવી જોઈએ, અમે જલ્દી સુનાવણી અંગે વિચારણા કરીશું. આ ગ્રામજનો કહે છે કે સરદાર સરોવર ડેમમાં પાણીની ઊચાઇ વધારવામાં આવે તો 178 ગામડા પાણીમાં ડૂબી જવાનો ભય છે. આ અરજી નર્મદા બચાવો આંદોલન સાથે સંકળાયેલા સંગઠનો દ્વારા કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ,127 અને ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન