Surat News/ સિક્યોરિટી ગાર્ડ કે હેવાન : દિકરીને વાળ પકડી ઢસડીને લાતો મારી અને માતાને લાકડીથી ફટકારી

મહિલાઓને માર મારવા પહેલાના સીસીટીવી પણ સામે આવ્યા છે

Top Stories Gujarat Surat

Surat News : સુરતમાં સિક્યોરિટી ગાર્ડના વેશમાં હેવાનનો વીડિયો સામે આવ્યો છે. જેમાં સિક્યોરિટી ગાર્ડ માતાને લાકડીથી ફટકારે છે જ્યારે તેની દિકરીને વળ પકડીને ઢસડીને લાતો મારે છે. સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલા વીડિયોમાં જોવા મળે છે કે સિક્યોરિટી ગાર્ડ અને એક શખસ માતા-દીકરીને બેરહેમીથી મારી રહ્યા છે. એક ગાર્ડ યુવતીને વાળ પકડીને ખેંચી લાતો મારી રહ્યો છે તો બીજો હાથમાં લાકડી લઇને મહિલાને લાતો મારે છે. જાહેર રોડ પર આ હિંસક પ્રવૃત્તિ થઈ રહી છે. પણ જાણે કહેવાતો સભ્ય સમાજ જીવતી લાશ બનીને ફરતો હોય તેમ કોઈ આ મા-દીકરીને બચાવવા માટે આવતું નથી.

મહિલા, તેનો પતિ અને તેની દીકરી શાકભાજી માર્કેટમાં ચોરી કરવા આવતા હોવાથી તેમને આઈડેન્ટિફાઈ કરાયા હતા. જેથી તેમને અંદર આવતા અટકાવવામાં આવતા તેમણે હુમલો કર્યો હતો. જેમાં સિક્યોરિટી ગાર્ડને માથામાં ઇજા થઈ હતી અને હાથમાં ફ્રેક્ચર પણ થયું હતું. ત્યારબાદ મહિલાના પતિએ પણ હુમલો કર્યો હતો. આ મામલે સામસામે ફરિયાદ નોંધાઈ હતી. તથા મહિલાઓને માર મારવા પહેલાના સીસીટીવી પણ સામે આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે માતા-દીકરી પર શાકભાજી ચોરીનો આક્ષેપ છે. પણ અહીં સવાલ એ થાય છે કે આક્ષેપ હોય કે ગુનો, દેશમાં કાયદો-વ્યવસ્થાના શાસન વચ્ચે આ બે રાક્ષસોને તેમને સજા આપવાનો હક કોણે આપ્યો?વાઇરલ વીડિયો સુરત APMCનો છે. જ્યાં સિક્યોરિટી ગાર્ડ તરીકે કામ કરતો શખસ અન્ય એક શખસ સાથે મળીને માતા-દીકરી પર બેરહેમીપૂર્વક તૂટી પડે છે. વીડિયોમાં માતાને લાકડીઓથી તો તેની દીકરીને વાળથી પકડી ઢસેડીને લાતો મારવામાં આવી હોવાનું જોવા મળે છે. આ માતા-દીકરી પર શાકભાજી ચોરીનો આક્ષેપ છે.

મળતી માહિતી પ્રમાણે આ વીડિયો 6 એપ્રિલનો છે. વીડિયો વાઇરલ થતાં પુણા પોલીસે આ બાબતે તપાસ હાથ ધરી હતી. આ સાથે પુણા પોલીસે આ બાબતે ગુનો નોંધ્યો હતો.મહિલાઓ અવારનવાર શાકભાજીની ચોરી કરતી હોવાની ફરિયાદ ઊઠી હતી અને આ દરમિયાન આ મહિલાઓ પર આક્ષેપ કરી માર મારવામાં આવ્યો હોવાની વાત સામે આવી છે.

વીડિયોની તપાસ કરતા પુણા સરદાર માર્કેટ એપીએમસીના ગેટ નં.2 પાસે અંદરના ભાગે જાહેર રોડ ખાતેનો હોવાનું સામે આવ્યું હતું. વીડિયોમાં સરદાર માર્કેટના ગેટના સિક્યોરિટી મહિલાને જાહેરમાં માર મારતા હતા. સી.સી.ટી.વી ફુટેજ અને હ્યુમન સોર્સીસ મારફતે અને ટેક્નિકલ વર્કઆઉટથી બન્ને શખસો પૈકી અનિલ ઉમાશંકર તિવારી (ઉ.વ.48 ધંધો:નોકરી રહે, સરદાર માર્કેટ, પુણા ગામ, સુરત શહેર), આદિત્યકુમાર રાજેશકુમાર સિંગ ઉ.વ.આ-26 ધંધો-સિક્યોરિટી ગાર્ડ રહે. સરદાર માર્કેટ, પુણા ગામ, સુરત)ને પકડી પાડ્યા હતા.

આ કેસ મામલે ડીસીપી આલોક કુમારે જણાવ્યું હતું કે, મહિલા, તેનો પતિ અને તેની દીકરી શાકભાજી માર્કેટમાં ચોરી કરવા આવતા હોવાથી તેમને આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા હતા. જેથી તેમને અંદર આવતા અટકાવવામાં આવ્યા હતા. જેથી તેમને પણ હુમલો કર્યો હતો. જેમાં સિક્યોરિટી ગાર્ડને માથામાં ઇજા થઈ હતી. આ સાથે હાથમાં ફેક્ચર પણ થયું હતું. ત્યારબાદ મહિલાના પતિએ પણ હુમલો કર્યો હતો. આ મામલે સામસામે ફરિયાદ નોંધાઈ હતી. આ વાઇરલ વીડિયો 6 એપ્રિલનો છે. જોકે સિક્યોરિટી ગાર્ડ દ્વારા કાયદો હાથમાં લીધો હોવાથી તેમના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાજકોટમાં પોલીસનો આતંક, વાહનચાલક પર લાકડી વડે હુમલો કર્યાનો વીડિયો વાયરલ

આ પણ વાંચો:રાજકોટના તત્કાલીન આસીસ્ટંટ ટાઉન પ્લાનર સામે અપ્રમાણસર મિલ્કતનો ગુનો દાખલ

આ પણ વાંચો:રાજકોટમાં કુવાડવા રોડ પર સાબુની ફેક્ટરીમાં ભીષણ આગ