Surat News/ બેંકોમાં ગ્રાહકો પાસેથી રૂપિયા લૂંટનારો ઝડપાયો:કેશ ગણી આપવાના બહાને પૈસા લઈ નાસી છૂટતો

શહેરમાં વારંવાર સ્થળ બદલી ગુનાહિત પ્રવૃત્તિ કરતો અને અલગ અલગ નામ રાખી અલગ અલગ શહેરમાં રહેતો હતો

Top Stories Gujarat Surat

Surat News : બેન્કોમાં ગ્રાહકોને પૈસા ગણી આપવાને બહાને પૈસા લઈને નાસી છુટતા રીઢા ચોરને સુરત ક્રાઈમ બ્રાંચ  પોલીસે ઝડપી લીધો છે. જેમાં આંતરરાજ્ય સ્તરે બેંકોમાં રોકડ રકમ જમા કરાવવા આવતા ગ્રાહકોને વાતોમાં ભેળવી તેમની પાસે રહેલા લાખો રૂપિયાની કેશ લઈ નાસી છૂટનારા અબ્બાસ શૈફુદ્દીન ઉકાણી ઉર્ફે રાજુ શિંદે ઉર્ફે દત્તાત્રેય સોનુ શિંદેની ધરપકડ કરી છે.આરોપી બેંક બહાર રોકડ જમા કરાવવા આવતા ગ્રાહકોને ચાલાકીથી વાતમાં ફસાવતો હતો. તેમને વિશ્વાસમાં લઇ નોટોની ગણતરી કરવા કહેતો હતો. વાતો કરતાં કરતાં નોટોની થપ્પી લઇ નાસી જતો હતો.

અબ્બાસે કુલ 16થી વધુ રાજ્યમાં અલગ અલગ શહેરોમાં મળી 56 ગુના આચર્યા છે. આરોપી બેંકમાં રોકડ રકમ સાથે આવતા ગ્રાહકને વાતોમાં ફસાવી તેની પાસે રહેલા રૂપિયાની ઉઠાંતરી કરતો હતો. આરોપી સામે મહારાષ્ટ્રના થાણે શહેરમાં પોલીસકર્મી ઉપર હત્યાના પ્રયાસનો પણ કેસ દાખલ છે, જેમાં તે વોન્ટેડ છે.

આરોપી અબ્બાસ શૈફુદ્દીન ઉકાણી પોતાની વિશિષ્ટ શૈલીમાં બેંક બહાર રોકડ જમા કરાવવા આવેલા લોકોને વાતોમાં ભેળવી ચતુરાઈપૂર્વક તેમની નોટોની થપ્પી લઇ નાસી જતો હતો. 47 વર્ષીય અબ્બાસ મૂળ ઉત્તરાખંડના હરિદ્વારનો વતની છે. હાલ સુરત સહિત મુંબઈ ખાતે આવતો-જતો રહેતો હતો. સુરત ક્રાઈમ બ્રાન્ચે પાલિયા ગ્રાઉન્ડ લાલગેટ વિસ્તારમાંથી આરોપીને ઝડપી પાડી તેની પાસેથી રોકડા રૂપિયા 36,500નો મુદ્દામાલ કબજે કર્યો છે.

આરોપીએ પોલીસ તપાસમાં ચોંકાવનારી કબૂલાત કરી છે કે તેણે ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, પંજાબ, હિમાચલપ્રદેશ, દિલ્હીની અનેક જગ્યાએ બેંકોની બહાર અને બજાર વિસ્તારમાં રોકડ જમા કરાવવા આવેલા લોકો સાથે વાતોથી ભ્રમિત કરીને ગુનાઓ આચર્યા છે.

આ કેસની સૌથી ચોંકાવનારી બાબત એ છે કે જ્યારે આરોપી એક સાગરીત મુકેશ પરમેશ્વર મેનન સાથે મહારાષ્ટ્રના થાણે શહેરમાં મહાત્મા ફુલે વિસ્તારમાં આવેલી બેંકમાં ગુનો આચરવા ગયો હતો. ત્યારે પોલીસે તેને પકડવાનો પ્રયાસ કર્યો હતો. આ સમયે આરોપી અને તેના સાગરીતે પોલીસકર્મીઓ ઉપર ફોર-વ્હીલ ચઢાવવાનો પ્રયાસ કર્યો હતો અને ઘટનાસ્થળેથી ફરાર થઇ ગયો હતો. આ ગુનામાં આરોપી વિરુદ્ધ પોલીસે હત્યાના પ્રયાસ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધ્યો છે અને એ ઘટનામાં હાલ વોન્ટેડ હતો.

આરોપી તરફથી અત્યારસુધી પોલીસને મળેલી કબૂલાત

સુરત શહેરમાં 2 ગુના
અમદાવાદમાં 2 ગુના
વડોદરા કરજણમાં 1 ગુનો
ભરૂચ અંકલેશ્વરમાં 1 ગુનો
ગોવામાં 4 ગુના

પંજાબ, રાજસ્થાન, હિમાચલપ્રદેશ, દિલ્હીમાં કુલ મળીને 30થી વધુ ગુનાઓઆ અંગે ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ભાવેશ રોજિયાએ જણાવ્યું હતું કે આરોપી અગાઉ પણ અમદાવાદના કાગડાપીઠ અને દરિયાપુર વિસ્તારમાં 1 લાખ -1 લાખની લૂંટ કરી ચૂક્યો છે. જ્યારે ઈન્દોર, ભોપાલ, ગ્વાલિયર, કાનપુર, લખનઉ, દિલ્હી સહિત અનેક શહેરોમાં રોકડ રકમની લૂંટ કરી ચૂક્યો છે. આરોપી અલગ અલગ રાજ્ય, શહેરમાં વારંવાર સ્થળ બદલી ગુનાહિત પ્રવૃત્તિ કરતો અને અલગ અલગ નામ રાખી અલગ અલગ શહેરમાં રહેતો હતો

તેમણે વધુમાં જણાવ્યું હતું કે આરોપી પોતાના સાગરીત મુકેશ પરમેશ્વર મેનન સાથે મળીને મુંબઈના મહાત્મા ફુલે વિસ્તારમાં આવેલી બેંકમાં લૂંટના ગુના માટે ગયો હતો. ત્યારે પોલીસ તેમને પકડવા દોડી હતી, પણ આરોપીઓએ પોલીસના માણસોને નીચે કચડી દેવા માટે પોતાની ફોર-વ્હીલર ગાડી ચઢાવી હત્યાનો પ્રયાસ કર્યો હતો અને ત્યાર બાદ તેઓ નાસી ગયા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાજકોટમાં પોલીસનો આતંક, વાહનચાલક પર લાકડી વડે હુમલો કર્યાનો વીડિયો વાયરલ

આ પણ વાંચો:રાજકોટના તત્કાલીન આસીસ્ટંટ ટાઉન પ્લાનર સામે અપ્રમાણસર મિલ્કતનો ગુનો દાખલ

આ પણ વાંચો:રાજકોટમાં કુવાડવા રોડ પર સાબુની ફેક્ટરીમાં ભીષણ આગ