Rajkot News: રાજકોટ (Rajkot)માં નાના મૌવા રોડ પર પોલીસનો આતંક જોવા મળ્યો છે. દિવ્યરાજસિંહ જાડેજા નામના કર્મી પર લાકડી વડે હુમલો (Attack) કરાયા તેમજ નશામાં હોવાનો આક્ષેપ કરાયો છે. યુવક દ્વારા કડક પગલા લેવા તંત્ર પાસે માગ કરાઈ છે.
ગુનાઓ વધે છે તેમ પોલીસનો આતંક પણ વધતો જઈ રહ્યો છે. નાના મૌવા રોડ પર પોલીસકર્મીની કાર યુવકના સ્કૂટર પાછળ ટકરાઈ હતી, યુવક દ્વારા કાર જોઈને ચલાવવાનું કહેતા પોલીસકર્મી દ્વારા હુમલો કરાયો હતો. લાકડી વડે પોલીસકર્મીએ હુમલો કર્યાનો વીડિયો સામે આવ્યો છે. દિવ્યરાજસિંહ જાડેજા ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવે છે. પોલીસ કર્મી નશામાં હોવાનો યુવકોએ આક્ષેપ કર્યો છે, યુવક દ્વારા કડક પગલા લેવા તંત્ર પાસે માગ કરાઇ છે.
અગાઉ રાજકોટમાં વધુ એક ડુપ્લીકેટ પોલીસ કર્મી ઝડપાયો હતો. એ ડિવિઝન પોલીસે આ ડુપ્લિકેટ પોલીસને ઝડપી લીધો હતો. આ નકલી પોલીસકર્મીએ એક યુવકને પોતે પોલીસ હોવાની ઓળખ આપીને રૂ.40,000 નો તોડ કર્યો હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.
આ અંગે એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે તેને ઝડપી લીધો હતો. તપાસમાં આરોપીનું નામ અલ્તાફ ખેરડીયા હોવાનું બહાર આવ્યું છે. પોલીસે અલ્તાફ ખેરડીયાને CCTVના આધારે ઝડપી લીધો હતો. 5 માસ પહેલા કરેલા તોડમાં પોલીસને CCTV ના આધારે મળી સફળતા મળી હતી. વધુ તપાસમાં આરોપીએ હોટલમાંથી રૂપલનાના સાથે નીકળેલા યુવક પાસેથી પોલીસ બની 40 હાજર રૂપિયા નો કર્યો તોડ કર્યો હોવાની ચોંકાવનારી માહિતી બહાર આવી હતી.
આ પણ વાંચો:અમદાવાદમાં વધ્યો નકલી પોલીસનો આતંક
આ પણ વાંચો:સચિન GIDC પોલીસનો વ્યાજખોરોનો આતંક ડામવા નવતર પ્રયોગ
આ પણ વાંચો:નકલી પોલીસનો આતંક, ક્રાઇમબ્રાંચની ઓળખ આપી કોન્ટ્રાક્ટરને લૂંટ્યો
