Ahmedabad News/ અમદાવાદમાં રવિવારે પાણીની કટોકટી, ઘરકામથી લઈને બાથરૂમ સુધી મુશ્કેલી

Ahmedabad Water Supply: અમદાવાદમાં 25 ઑક્ટોબરે નર્મદા નહેરમાં પાણીના સ્તરમાં વધઘટને કારણે કોતરપુર વૉટર વર્ક્સને ઓછું પાણી મળશે. પાંચેય ઝોનમાં પાણી વિતરણ ઘટવાની શક્યતા છે.

Top Stories Ahmedabad Gujarat
Ahmedabad Water Supply: અમદાવાદમાં 25 ઑક્ટોબરે પાણી ઓછું આવશે, પાંચેય ઝોનમાં અસર

Ahmedabad News: અમદાવાદમાં 25 ઑક્ટોબર, 2026ના રોજ શહેરના મોટાભાગના વિસ્તારોમાં પાણીનું વિતરણ (Ahmedabad Water Supply) ઘટવાની શક્યતા છે. નર્મદા મુખ્ય નહેરમાં પાણીના સ્તરમાં વધઘટ થવાને કારણે કોતરપુર વૉટર વર્ક્સને પૂરતા પ્રમાણમાં કાચું પાણી (Raw Water) મળી શકશે નહીં. આ સ્થિતિની અસર શહેરના મધ્ય, પશ્ચિમ, ઉત્તર, પૂર્વ અને દક્ષિણ એમ પાંચેય ઝોનમાં પાણી પુરવઠા પર પડશે.

Ahmedabad Water Supply: નર્મદા નહેરમાં પાણીના સ્તરમાં વધઘટ

મળતી માહિતી મુજબ, શહેરના આશરે 70 ટકા વિસ્તારમાં પાણી પૂરું પાડતા કોતરપુર વૉટર વર્ક્સ (Kotarpur Water Works)ને નર્મદા મુખ્ય નહેરમાંથી પાણી મળે છે. જોકે, 24 ઑક્ટોબરે મ્યુનિસિપલ કોર્પોરેશનના હેડ રેગ્યુલેટર પાસે પાણીના સ્તરમાં વધઘટ થવાને કારણે વૉટર વર્ક્સને પૂરતા પ્રમાણમાં કાચું પાણી ઉપલબ્ધ થઈ શકશે નહીં.

આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કોતરપુર વૉટર વર્ક્સ ખાતે ઉપલબ્ધ પાણીના જથ્થા પ્રમાણે શુદ્ધીકરણ કરીને વિવિધ ઝોનનાં વૉટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશનોને પાણી પૂરું પાડવામાં આવશે.

પાંચેય ઝોનમાં પાણી વિતરણ ઘટશે

25 ઑક્ટોબરે અમદાવાદના મધ્ય, પશ્ચિમ, ઉત્તર, પૂર્વ અને દક્ષિણ ઝોનમાં પાણી વિતરણમાં ઘટાડો રહેવાની શક્યતા છે. સાબરમતી, ચાંદખેડા, મોટેરા, રાણીપ, નવા વાડજ, વાસણા, પાલડી, નવરંગપુરા, નારણપુરા, શાહપુર, દરિયાપુર, શાહીબાગ અને જમાલપુર સહિતના વિસ્તારોમાં પાણી પુરવઠાને અસર થઈ શકે છે.

આ ઉપરાંત નરોડા, નિકોલ, વિરાટનગર, બાપુનગર, ઠક્કરબાપાનગર, ગોમતીપુર, સૈજપુર, કુબેરનગર, સરદારનગર, એરપોર્ટ વિસ્તાર, લાંભા, મણિનગર, ઇસનપુર, કાંકરિયા, વટવા, નારોલ, ઓઢવ, રામોલ અને હાથીજણ સહિતના વિસ્તારોમાં પણ પાણીનો પુરવઠો ઓછો અથવા નહિવત્ રહેવાની શક્યતા છે.

નાગરિકોને પાણીનો સંગ્રહ કરવાની અપીલ

પાણી પુરવઠામાં ઘટાડાની શક્યતાને ધ્યાનમાં રાખીને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નાગરિકોને પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવાની અપીલ (AMC Water Supply) કરવામાં આવી છે. નાગરિકોને જરૂરિયાત મુજબ પાણીનો જથ્થો અગાઉથી સંગ્રહ કરી રાખવા પણ વિનંતી કરવામાં આવી છે.


આ પણ વાંચો: રાજ્યમાં પાણીની કટોકટી વચ્ચે 127 વર્ષ જૂના કુવા છીપાવે છે સુરતની તરસ

આ પણ વાંચો: બેંગલુરુમાં પાણીની કટોકટી વચ્ચે, 47 વિદ્યાર્થીનીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી, બેમાં કોલેરાની પુષ્ટિ થઈ

આ પણ વાંચો: ન તો કાર ધોઈ શકશે, ન ઝાડને પાણી પીવડાવી શકશે, 5 હજાર રૂપિયાનો થશે દંડ… પાણીની કટોકટીનો સામનો કરી રહેલા બેંગલુરુમાં નવો આદેશ