Kutch News/ ભચાઉમાં ફોરેસ્ટ કર્મી પર જીવલેણ હુમલો, ટ્રેક્ટર ચડાવવાનો પ્રયાસ

  RFO સહિતની ટીમ કડોલ ગામ નજીક આવેલા રેવેન્યુ તથા ફોરેસ્ટ વિસ્તારમાં રૂટીન પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમિયાન એક ટ્રેક્ટરમાં આવેલા 15થી 20 લોકોના ટોળાએ અચાનક ફોરેસ્ટ કર્મીઓને ઘેરી લીધો હતો.

Top Stories Gujarat Breaking News
ફોરેસ્ટ કર્મી

Kutch News:કચ્છના ભચાઉ તાલુકાના કડોલ ગામ પાસે આજે સવારે વન વિભાગની પેટ્રોલિંગ ટીમ પર અજાણ્યા ઈસમોએ જીવલેણ હુમલો કર્યો હતો. હુમલાખોરોએ ફોરેસ્ટ કર્મીઓ પર ટ્રેક્ટર ચડાવવાનો પ્રયાસ કર્યો હતો, જેની સામે રેન્જ ફોરેસ્ટ ઓફિસર (RFO)એ પોતાની સુરક્ષા માટે હવામાં ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગના અવાજથી ગભરાઈ ઉઠેલું ટોળું તુરંત જ નાસી છૂટ્યું હતું.

કડોલ નજીક ફોરેસ્ટ કર્મી પર ટ્રેકટર ચડાવાનો પ્રયાસ

પૂર્વ કચ્છ વન વિભાગના સૂત્રો પાસેથી મળેલી વિગતો અનુસાર, આજે સવારે  RFO સહિતની ટીમ કડોલ ગામ નજીક આવેલા રેવેન્યુ તથા ફોરેસ્ટ વિસ્તારમાં રૂટીન પેટ્રોલિંગ (Patrolling) કરી રહી હતી.આ દરમિયાન એક ટ્રેક્ટરમાં આવેલા 15થી 20 લોકોના ટોળાએ અચાનક વન કર્મીઓને ઘેરી લીધો હતો.

હવામાં ફાયરિંગ કરાતા ટોળું નાસી ગયું હતું

ટોળાએ પહેલા અશ્લીલ ગાળો આપી, પછી લાકડી-લોખંડના સળિયા સાથે હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. સ્થિતિ વણસી જતા ટ્રેક્ટર ચાલકે વન કર્મી પર ટ્રેક્ટર ચડાવવાનો પ્રયાસ કર્યો હતો. આ જીવલેણ હુમલાની સામે પોતાના તથા ટીમના જીવ બચાવવા RFOએ સર્વિસ્વીકૃત સર્વિસ રિવોલ્વરમાંથી હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું. ગોળીના અવાજથી ગભરાઈ ગયેલું ટોળું ટ્રેક્ટર સહિત ઘટનાસ્થળેથી નાસી છૂટ્યું હતું.

પૂર્વ કચ્છ વન વિભાગની ટીમ હતી પેટ્રોલિંગમાં

ઘટના બાદ વન વિભાગની ટીમે તુરંત ઉપરી અધિકારીઓને જાણ કરી હતી. ડેપ્યુટી કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ (પૂર્વ કચ્છ) તથા ભચાઉ પોલીસ સ્ટેશનને પણ મોકલી અજાણ્યા 15થી 20 ઈસમો સામે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, આ વિસ્તારમાં છેલ્લા કેટલાક મહિનાઓથી ગેરકાયદેસર રીતે ચરાણ તથા ખનીજ ચોરીની ફરિયાદો વધી છે. વન વિભાગની ટીમે ગઈકાલે પણ આ જ વિસ્તારમાં બે ટ્રેક્ટર જપ્ત કર્યા હતા, જેની રોષમાં આ હુમલો થયો હોવાનું અનુમાન છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ભચાઉમાં આવેલ લાકડીયા પાસેથી ઝડપાયેલ રૂ 1 કરોડના માદક પદાર્થોનો નાશ કરાયો