Not Set/ માંગરોળના રહીજ ગામના સૈનિકનું દેહ વતન પહોંચ્યું, ગામ હિબકે ચડ્યું

માંગરોળના રહીજ ગામના યુવાન વિક્રમસિંહ બહાદુર સિંહ ચુડાસમા કે જે જયપુર ખાતે આર્મી માં ફરજ બજાવતા હતા જે અશ્વ સવારી તાલીમ દરમીયાન અકસ્માત થતા શહીદ થયા હતા ત્યારે સમગ્ર

Top Stories Gujarat

વૈશાલી કગરાણા,જૂનાગઢ @મંતવ્ય ન્યૂઝ

માંગરોળના રહીજ ગામના યુવાન વિક્રમસિંહ બહાદુર સિંહ ચુડાસમા કે જે જયપુર ખાતે આર્મી માં ફરજ બજાવતા હતા જે અશ્વ સવારી તાલીમ દરમીયાન અકસ્માત થતા શહીદ થયા હતા ત્યારે સમગ્ર તાલુકા પંથકના ગમગીનીનો માહોલ છવાયો છે.રહીજ ગામના આ યુવાનનું પ્રાથીવદેહ આજ રોજ વતન માંગરોળ આવતા માંગરોળ કેશોદ બાયપાસ ચોકડી પર ફૂલ નો વરસાદ કરી સન્માન સાથે ગૌ રક્ષા સેના દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવામાં આવી હતી.ત્યારબાદ મકતુપૂર ગામે પણ શહીદ યુવાનનું ફૂલો ની વરસાદ દ્વારા શ્રધ્ધાજલી પાઠવી સન્માન કરાયું હતું.ત્યારબાદ વતન રહીજ ખાતે પણ શ્રદ્ધા જલી પાઠવામાં આવી હતી.

આ પ્રસંગે ધારાસભ્ય દેવા માલમ, તાલુકા પંચાયત પ્રમુખ,જેઠાભાઇ ચુડાસમા પૂર્વ ધારાસભ્ય, ભાગવાનજી કાગતિયા ડી વાય એસ પી પુરોહિત સાહેબ મામલતદાર માંગરોળ દ્વારા પુષ્પો અર્પણ કરી સલામી આપી હતી.

મંગરોળ થી લઈ રહીજ સુધી દેશભક્તિમય વાતાવરણ બન્યું હતું.લોકો એ ભારત માતા કઈ જય અને વિર શહીદો અમર રહોના નારા લગાવ્યા હતા.વતન રહીજ ખાતે સન્માન સાથે શહીદની અંતિમવિધિ કરવામાં આવી હતી.શહીદ યુવાનની ઉંમર 33 વર્ષ છે તેમજ તેમને 2 પુત્રો અને એક ભાઈ સાથે માતાપિતા સાથે સનયુક્ત કુટુંબ મા રહેતા હતા.યુવાન શહીદ થતા પરિવાર સહિત સમગ્ર પંથકમાં ગમગીની છવાઈ છે.