Not Set/ કલમ 370 નાબુદ કર્યા પછી કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય,કોઇ અનિચ્છનીય બનાવ નહીં

શ્રીનગર, જમ્મુ-કાશ્મીરને કલમ 370 અંતર્ગત મળેલા વિશેષ અધિકારોને હવે હટાવી દેવામાં આવ્યા છે.કલમ 370 હટાવ્યાને 24 કલાક પછી જમ્મુ કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય જોવા મળી રહી છે.કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહે સોમવારે રાજ્યસભામાં કલમ 370 હટાવીને જમ્મુ કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાની જાહેરાત કરી હતી. ગૃહમંત્રીની આ જાહેરાત પછી એવું માનવામાં આવતું હતું કે જમ્મુ કાશ્મીરમાં તંગદિલી વધશે.રાજ્યમાં ગયા અઠવાડિયાથી પેરા […]

Top Stories India

શ્રીનગર,

જમ્મુ-કાશ્મીરને કલમ 370 અંતર્ગત મળેલા વિશેષ અધિકારોને હવે હટાવી દેવામાં આવ્યા છે.કલમ 370 હટાવ્યાને 24 કલાક પછી જમ્મુ કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય જોવા મળી રહી છે.કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહે સોમવારે રાજ્યસભામાં કલમ 370 હટાવીને જમ્મુ કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાની જાહેરાત કરી હતી.

ગૃહમંત્રીની આ જાહેરાત પછી એવું માનવામાં આવતું હતું કે જમ્મુ કાશ્મીરમાં તંગદિલી વધશે.રાજ્યમાં ગયા અઠવાડિયાથી પેરા મિલીટ્રી ફોર્સના લગભગ 40 હજારથી વધુ જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા.સંભવિત તણાવને ધ્યાનમાં રાખીને કોઇ અનિચ્છનીય બનાવ ના બને તે માટે જમ્મુ અને શ્રીનગ સિવાયના શહેરોમાં પણ કલમ 144 લાગુ કરવામાં આવી હતી.

જો કે સોમવાર પછી રાજ્યમાં કોઇ છમકલું થયું નથી.મંગળવારે શ્રીનગરમાં સવારથી લોકો ઘરની બહાર જઇને આસપાસ વાતો કરતા જોવા મળ્યા હતા.શ્રીનગરના બજારોમાં દુકાનો બંધ જોવા મળતી હતી પરંતું રસ્તાઓ પર પરિવારો હરતા ફરતા જોવા મળ્યા હતા.સંવેદનશીલ ગણાતી કાશ્મીર ઘાટીમાં પણ સ્થિતિ નોર્મલ જોવા મળી રહી હતી અને લોકો પણ શાંતિથી પોતાનું રૂટીન કામ કરતાં નજરે પડી રહ્યાં હતા.

કલમ 370 નાબુદ કરવાની ઐતિહાસિક ઘોષણા બાદ જમ્મુ, શ્રીનગર અને ડોડામાં સ્થિતિ સામાન્ય છે. સત્યપાલ મલિકે મોડી રાત્રે વરિષ્ઠ અધિકારીઓ સાથે સુરક્ષાના સંદર્ભમાં સમીક્ષા બેઠક યોજી હતી. તેમાં પરિસ્થિતિ વિશે માહિતી લેવામાં આવી હતી.

જોકે, રાજ્યમાં સુરક્ષાની ખૂબ જ જોરદાર વ્યવસ્થા કરવામાં આવી છે. જમ્મુ-કાશ્મીરના દરેક વિસ્તારમાં સુરક્ષા દળોને તૈનાત કરવામાં આવ્યા છે. કાશ્મીર ખીણમાં મોબાઇલ ફોન અને ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. જમ્મુ-કાશ્મીરની તમામ શાળાઓ અને કોલેજો બંધ રાખવાનો આદેશ આપ્યો છે. 5 ઓગસ્ટે,આગામી ઓર્ડર સુધી યુનિવર્સિટીની પરીક્ષાઓ પણ રદ કરવામાં આવી છે. સરકારે એરલાઇન કંપનીઓ પાસેથી ભાડા ઘટાડવાનો આદેશ આપ્યો છે

જમ્મુ-કાશ્મીરના બે પૂર્વ મુખ્યમંત્રીઓ મહેબૂબા મુફ્તી અને ઉમર અબ્દુલ્લાને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બંને નેતાઓને પોતપોતાના મકાનોમાંથી નીકળીને હરિ સિંહ પેલેસમાં શિફ્ટ આવ્યા છે. રવિવારે મોડી સાંજે બંને નેતાઓને નજરબંધ હેઠળ રાખવામાં આવ્યા હતા. જણાવી દઇએ કે સોમવારે કેન્દ્ર સરકારે રાજ્યસભામાં જમ્મુ કાશ્મીર પુનર્ગઠન બિલ -2019 રજૂ કર્યું હતું, જેમાં 125 તરફેણમાં અને વિપક્ષમાં 61 મત પડ્યા. આ બિલ રજૂ કરતા પહેલા સરકારે પૂર્વ સંકટ જમ્મુ-કાશ્મીરમાં ચેતવણી વધારી દીધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.