જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ સામે આર્મી ‘ઓપરેશન ઓલ આઉટ’ ચાલી રહ્યુ છે. શોપિયામાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે થયેલા એન્કાઉન્ટરમાં એક સેનાનાં જવાનને ગંભીર ઈજા પહોંચી છે. સુરક્ષાદળોને આ વિસ્તારમાં કેટલાક આતંકવાદીઓ છુપાયેલા હોવાની બાતમી મળી હતી, ત્યારબાદ સેનાએ શોપિયાનાં પંડુશન વિસ્તારને ઘેરીને ઓપરેશન શરૂ કર્યુ હતુ. આ અભિયાનની શરૂઆત 34 આરઆર, એસઓજી અને સીઆરપીએફની સંયુક્ત ટીમે કરી છે.
#UPDATE Shopian encounter: Two Army personnel injured, operation continues. #JammuAndKashmir https://t.co/R4UZ8DtDRe
— ANI (@ANI) August 2, 2019
અહી સેના દ્વારા ઓપરેશન ચલાવવામાં આવ્યા બાદ પોતાને ચારે દિશાથી ઘેરાઇ ગયેલા હોવાનુ જોઇ આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધુ હતુ, ત્યારબાદ જવાનોએ મોરચો સંભાળતા જવાબી કાર્યવાહી કરી હતી. સમગ્ર વિસ્તારને ખાલી કરાવાની સુરક્ષાદળોએ જૈશ-એ-મોહમ્મદનાં ત્રણ આતંકીઓને ઘેરી લીધા છે. આ કાર્યવાહીમાં સેનાનો એક જવાન ગંભીર રીતે ઘાયલ થયો છે, જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
J&K: A vehicle of 55 Rashtriya Rifle (RR) was targeted by an Improvised Explosive Device (IED) in South Kashmir’s Shopian district earlier today. No injury or casualty reported in the incident, however the vehicle suffered minor damage pic.twitter.com/tKhHt8jeV5
— ANI (@ANI) August 2, 2019
બીજી તરફ, પુલવામા પર હુમલો થયાના સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં સૈન્ય વાહન પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલો દક્ષિણ કાશ્મીરનાં પુલવામા જિલ્લાનાં જાહિદબાગ ગામમાં 55 રાષ્ટ્રીય રાઇફલ્સ (આરઆર) સેનાનાં એક વાહન પર થયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે આ વાહન પર IED બ્લાસ્ટ થયો હતો.
કેટલાક મીડિયા અહેવાલોમાં જણાવવામાં આવી રહ્યું છે કે, આ વિસ્તારમાં ત્રણ આતંકીઓ ઘેરાયેલા છે, જેમાંથી 1 આ ઓપરેશનમાં મોતને ભેટ્યો છે, જો કે આ અંગે સત્તાવાર રીતે પુષ્ટિ થઇ નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
