new dilhi/ NRI ને RTI નો અધિકાર, પણ OCI-PIO ને કેમ નહીં? 2010ના સરકારી રેકોર્ડમાંથી મોટો ખુલાસો

National News/  દેશમાં નાગરિકતાના દસ્તાવેજોને લઈને ચાલી રહેલી ચર્ચા વચ્ચે એક મહત્વની માહિતી સામે આવી છે. વર્ષ 2010ના સરકારી રેકોર્ડ દર્શાવે છે કે વિદેશમાં રહેતા ભારતીય પાસપોર્ટ ધારકો (NRI) માહિતી અધિકાર કાયદા (RTI) નો ઉપયોગ કરી શકે છે, જ્યારે ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા (OCI) અને પર્સન ઓફ ઇન્ડિયન ઓરિજિન (PIO) કાર્ડ ધારકોને આ અધિકાર નથી. […]

India NRI News Breaking News
New Dilhi

National News/  દેશમાં નાગરિકતાના દસ્તાવેજોને લઈને ચાલી રહેલી ચર્ચા વચ્ચે એક મહત્વની માહિતી સામે આવી છે. વર્ષ 2010ના સરકારી રેકોર્ડ દર્શાવે છે કે વિદેશમાં રહેતા ભારતીય પાસપોર્ટ ધારકો (NRI) માહિતી અધિકાર કાયદા (RTI) નો ઉપયોગ કરી શકે છે, જ્યારે ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા (OCI) અને પર્સન ઓફ ઇન્ડિયન ઓરિજિન (PIO) કાર્ડ ધારકોને આ અધિકાર નથી.

RTI ના ઉપયોગને લઈ મુદ્દો ચર્ચામાં

New Dilhi
Who can use RTI

વર્ષ 2010માં વિવિધ મંત્રાલયો વચ્ચે આ બાબતે વિસ્તૃત ચર્ચા થઈ હતી કે ‘માહિતી અધિકાર અધિનિયમ’ નો લાભ કોણ લઈ શકે. આ ચર્ચાના રેકોર્ડ્સ અનુસાર, વિદેશ મંત્રાલય (MEA) અને ગૃહ મંત્રાલય (MHA) એ વાત પર સહમત થયા હતા કે વિદેશમાં રહેતા ભારતીય પાસપોર્ટ ધારકોને માહિતી અધિકાર અધિનિયનો લાભ મેળવવા માટે ભારતના નાગરિક ગણી શકાય.

બીજી તરફ, આ વ્યાખ્યામાં વિદેશમાં રહેતા પાસપોર્ટ ધારકોને OCI અને PIO કાર્ડ ધારકોથી અલગ રાખવામાં આવ્યા છે. સરકારી નિયમો અનુસાર, આ બંને શ્રેણીના લોકો (OCI અને PIO) ભારતમાં માહિતી અધિકાર અધિનિય નો ઉપયોગ કરી શકતા નથી.

આ મુદ્દો ક્યારે અને કેમ ચર્ચામાં આવ્યો?

જ્યારે અમેરિકામાં રહેતા એક NRI એ તત્કાલીન વડાપ્રધાન મનમોહન સિંહને પત્ર લખ્યો હતો. પત્રમાં તેમણે વિનંતી કરી હતી કે, “વિદેશમાં રહેતા ભારતીયોને વોટ આપવાની અને ભારતના શાસનમાં પોતાનો પક્ષ રાખવાની કાયદેસરની ઈચ્છાને માન્યતા આપવામાં આવે. એ સમયે આ સમગ્ર મુદ્દે સરકારે માહિતી અધિકાર અધિનિય અરજદારની નાગરિકતા વિશે વિચારણા શરૂ કરી

જો કે, વિવિધ સરકારી વિભાગો વચ્ચેની આ વાતચીત માત્ર માહિતી અધિકાર અધિનિય એક્ટ અંતર્ગત ‘નાગરિક’ ની વ્યાખ્યા નક્કી કરવા સુધી જ સીમિત રહી હતી. દસ્તાવેજોથી જાણવા મળ્યું છે કે કેટલાક અરજદારોએ માહિતી અધિકાર અધિનિય હેઠળ અરજી કરવાના હેતુથી OCI ને પણ ભારતીય નાગરિકની વ્યાખ્યામાં સામેલ કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ વિદેશ મંત્રાલય અને ગૃહ મંત્રાલયે સ્પષ્ટ કર્યું હતું કે માત્ર ભારતીય પાસપોર્ટ ધરાવતા અને વિદેશમાં રહેતા કે કામ કરતા લોકો (NRI) જ માહિતી માંગી શકે છે.

કેન્દ્રીય માહિતી આયોગ (CIC) ની ભૂમિકા

વિદેશમાં રહેતા કેટલાક ભારતીય RTI કાર્યકરોને અરજી કરવામાં મુશ્કેલીઓ પડી રહી હતી, જેના કારણે તેઓ સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશન (CIC) પાસે પહોંચ્યા હતા. પ્રક્રિયાને સરળ બનાવવા માટે CIC એ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠકો યોજી હતી.

વિદેશ મંત્રાલયનું વલણ

સુનાવણી દરમિયાન વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું હતું કે તેમના મતે ‘નાગરિક’ શબ્દમાં માત્ર એવા લોકો જ સામેલ છે જેઓ ભારતીય પાસપોર્ટ ધરાવે છે અને વિદેશમાં રહે છે એટલે કે આમાં OCI અને PIO નો સમાવેશ થતો નથી.


આ પણ વાંચો: H-1B વિઝા પર નવી કટોકટી : ભારતમાં હજારો NRI ફસાયા, યુએસ એમ્બેસીએ અચાનક એપોઇન્ટમેન્ટ રદ કરી

આ પણ વાંચો: અમેરિકા જતા ભારતીયો માટે ચેતવણી: વિઝાની એક્સપાયરી નહીં, I-94 નક્કી કરશે તમારો સ્ટે

આ પણ વાંચો: યુનિ.માં પૂછ્યા વગર રજા પાડી તો સ્ટુડન્ટ વિઝા રદઃ ટ્રમ્પ તંત્રનું નવું ગતકડું