National News/ રામ મંદિર દાન ચોરી કેસમાં મોટું એક્શન; આરોપીઓના ઘરે પોલીસની રેડ, 80 લાખ રિકવર

અયોધ્યા રામ મંદિર (Ayodhya Ram Mandir)ચઢાવા ચોરી કેસમાં પોલીસની મોટી કાર્યવાહી; આરોપીઓના ઘરે દરોડા પાડી તપાસ તેજ કરી. અત્યાર સુધીમાં 79.85 લાખ રિકવર કરવામાં આવ્યા છે. જાણો સંપૂર્ણ વિગતો.

Top Stories Ayodhya News NATIONAL India
Ayodhya Ram Mandir

Ayodhya Ram Mandir Donation Theft Case Updates: અયોધ્યાના શ્રીરામ જન્મભૂમિ મંદિરમાં (Ayodhya Ram Mandir) ચઢાવા અને દાનની રકમમાં થયેલી ચોરીના મામલે તપાસ તેજ બની છે. રવિવારે તપાસકર્તા ટીમોએ અયોધ્યામાં રહેતા મુખ્ય આરોપીઓના નિવાસસ્થાનો પર એકસાથે દરોડા પાડ્યા હતા. લોકલ મેજિસ્ટ્રેટની હાજરીમાં પોલીસની વિવિધ ટીમોએ દરેક આરોપીના ઘરે ઊંડાણપૂર્વક તપાસ કરી અને પુરાવા એકત્રિત કર્યા છે.

કોના-કોના ઘરે તપાસ?

પોલીસે અનુકલ્પ મિશ્રા, લવકુશ મિશ્રા, મુખ્ય આરોપી રમાશંકર યાદવ (ટિન્નુ), મનીષ યાદવ, કરુણેશ પાંડે અને રમાશંકર મિશ્રાના ઘરે કાર્યવાહી કરી છે. તપાસ ટીમ માત્ર પુરાવા જ નથી શોધી રહી, પરંતુ આ આરોપીઓના પરિવારજનોની પણ સઘન પૂછપરછ કરી રહી છે. હાલ સુભાષ ચંદ્ર શ્રીવાસ્તવ અને અવિનાશ શુક્લાને છોડીને અન્ય તમામ આરોપીઓના પરિવારજનો પોલીસની રડાર પર છે.

નાણાકીય સ્ત્રોતો અને સંપત્તિની તપાસ

પોલીસ માત્ર ચોરીના(Ayodhya Ram Mandir) કિસ્સા સુધી મર્યાદિત નથી, પરંતુ આરોપીઓની બેનામી સંપત્તિ અને આવકના સ્ત્રોતોની પણ તપાસ કરી રહી છે.

આરોપીઓના તમામ બેંક વ્યવહારો અને શંકાસ્પદ નાણાકીય ટ્રાન્ઝેક્શનની તપાસ થઈ રહી છે.

અત્યાર સુધીમાં પોલીસ આ કેસમાં આશરે 79 લાખ 85 હજાર રૂપિયા જેટલી મોટી રકમ રિકવર કરવામાં સફળ રહી છે.

આ તમામ આરોપીઓ મંદિરમાં(Ayodhya Ram Mandir) દાન પેટીના પૈસા ગણવાની કામગીરી સાથે સંકળાયેલા હતા. તેમણે પોતાના હોદ્દાનો દુરુપયોગ કરીને મોટી રકમની હેરાફેરી કરી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. પોલીસ દ્વારા તેમના પર ચોરી, ગુનાહિત કાવતરું અને ભ્રષ્ટાચાર નિરોધક કાયદા હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

પોલીસનું આગામી પગલું(Ayodhya Ram Mandir)

તપાસ ટીમ હવે એ વાતની પણ તપાસ કરી રહી છે કે આરોપીઓની ગતિવિધિઓ છેલ્લા કેટલાક સમયમાં કેવી હતી અને આ હેરાફેરીમાં કોઈ આંતરિક કે બાહ્ય નેટવર્કની મદદ મળી હતી કે કેમ? આસપાસના લોકો પાસેથી પણ આરોપીઓના વર્તણૂક અને જીવનશૈલી અંગે માહિતી એકઠી કરવામાં આવી રહી છે.


આ પણ વાંચો:રામ મંદિર ટ્રસ્ટમાં મોટો ફેરફાર; ચંદા ચોરી વિવાદ વચ્ચે ચંપત રાય અને અનિલ મિશ્રાનું રાજીનામું

આ પણ વાંચો:અયોધ્યા રામ મંદિરમાં ચંદા ચોરી મામલે 8 લોકો સામે ગુનો દાખલ, SIT તપાસ બાદ એક્શન

આ પણ વાંચો:અયોધ્યા રામ મંદિર ટ્રસ્ટમાં નિવૃત્ત IAS અધિકારી સંભાળશે કમાન, ટૂંક સમયમાં થશે CEO ની નિમણૂક