World News/ યુનિ.માં પૂછ્યા વગર રજા પાડી તો સ્ટુડન્ટ વિઝા રદઃ ટ્રમ્પ તંત્રનું નવું ગતકડું

ભારતમાં યુએસ એમ્બેસી અનુસાર, જો અમેરિકામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સંસ્થાને જાણ કર્યા વિના ગેરહાજર રહે છે, તો તેમના વિઝા રદ થઈ શકે છે.

World Trending Breaking News

વોશિંગ્ટનઃ આપણે ત્યાં નોકરીમાં કહેવાય છે જો કંપનીમાં બોસને પૂછ્યા વગર રજા પાડી તો નોકરી જાય, બસ આવી જ બાલિશ નીતિઓ અમેરિકન પ્રમુખ ટ્રમ્પે હવે સ્ટુડન્ટ વિઝામાં પણ લાગુ કરી છે. ટ્રમ્પ તંત્રના આ નવા ગતકડા મુજબ જો તમે ઇન્સ્ટિટ્યુટમાં ભરવામાં આવતા ક્લાસમાં ગાપચી મારી કે કહ્યા વગર ગેરહાજર રહ્યા તો તમારા સ્ટુડન્ટ વિઝા રદ થઈ શકે છે.

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની વિદેશી નાગરિકો પ્રત્યેની કડક નીતિને કારણે, વિદેશી વિદ્યાર્થીઓ પણ જોખમનો સામનો કરી રહ્યા છે. આમાં, મંગળવારે ટ્રમ્પ વહીવટીતંત્રે ભારત સહિત આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને ચેતવણી આપતું બીજું એક નવું જાહેરનામું બહાર પાડ્યું છે.

ભારતમાં યુએસ એમ્બેસી અનુસાર, જો અમેરિકામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સંસ્થાને જાણ કર્યા વિના ગેરહાજર રહે છે, તો તેમના વિઝા રદ થઈ શકે છે. ઉપરાંત, તેઓ ભવિષ્યમાં યુએસ વિઝા માટે અરજી કરી શકશે નહીં. તેણે સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે જો તમે તમારી સંસ્થાને જાણ કર્યા વિના વર્ગો છોડી દો છો, ગેરહાજર રહો છો અથવા કોઈ કાર્યક્રમ છોડી દો છો, તો તમારા વિદ્યાર્થી વિઝા રદ થઈ શકે છે.

ઉપરાંત, ભવિષ્યમાં તમે યુએસ વિઝા માટેની તમારી પાત્રતા ગુમાવી શકો છો. હંમેશા તમારા વિઝાની શરતોનું પાલન કરો અને વિદ્યાર્થી તરીકેનો તમારો દરજ્જો જાળવી રાખો. જાન્યુઆરી 2025 માં યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ બન્યા પછી, ડોનાલ્ડ ટ્રમ્પે ઇમિગ્રેશન નિયમો કડક કર્યા છે. તે જ સમયે, ગેરકાયદેસર વિદેશીઓને બહાર કાઢવા માટે મોટા પાયે દેશનિકાલ કરવામાં આવ્યા છે.

હવે ટ્રમ્પ વિદ્યાર્થીઓ માટે સ્ટુડન્ટ વિઝાના નિયમો કડક કરી રહ્યા છે. અગાઉ, આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને વૈકલ્પિક પ્રેક્ટિકલ ટ્રેનિંગ વિઝાની ધમકી આપવામાં આવી હતી. જેમાં 90 દિવસમાં રોજગાર ન મળે તો તેમનો સ્ટુડન્ટ અને એક્સચેન્જ વિઝિટર ઇન્ફર્મેશન સિસ્ટમ સ્ટેટસ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

સંસ્થાઓએ વિદ્યાર્થીઓને સલાહ આપી

ઇમિગ્રન્ટ્સ પ્રત્યે ટ્રમ્પની કડક નીતિઓને ધ્યાનમાં રાખીને, વિવિધ અમેરિકન સંસ્થાઓ, શાળાઓ અને કોલેજોએ ખાસ કરીને તેમના વિદેશી વિદ્યાર્થીઓને અમેરિકા ન છોડવાની સલાહ આપી છે. તેમના વિઝા રદ થવાનું જોખમ રહેલું છે. આ ઉપરાંત, ભારતમાં યુએસ દૂતાવાસે પણ ભારતીય ઇમિગ્રન્ટ્સને દેશનિકાલ અંગે ચેતવણી આપી છે, અને કહ્યું છે કે જો તેઓ સત્તાવાર રીતે મંજૂર દિવસો કરતાં વધુ સમય માટે અમેરિકામાં રહેશે, તો અમેરિકાના દરવાજા તેમના માટે કાયમ માટે બંધ થઈ શકે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ટ્રમ્પની ટેરિફ નીતિને પગલે અમેરિકામાં વાહનોથી લઈને કપડાના ભાવ વધશે

આ પણ વાંચો: ડોનાલ્ડ ટ્રમ્પે વ્લાદિમીર પુતિનને ‘પાગલ’ કહ્યા, કહ્યું- રશિયાનો નાશ થશે

આ પણ વાંચો: એપલ ભારતમાં આઇફોનનું ઉત્પાદન ચાલુ રાખશે : કંપની અમેરિકન રાષ્ટ્રપતિના દબાણમાં નહીં આવે, ટ્રમ્પે ધમકી આપી હતી- અમેરિકામાં ફોન બનાવો