Karnataka News : કર્ણાટક પબ્લિક સર્વિસ કમિશન (KPSC)ની પશુચિકિત્સા અધિકારીની ભરતી (KPSC Recruitment)પ્રક્રિયામાં કથિત ભ્રષ્ટાચારના આરોપોને લઈને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ મોટી કાર્યવાહી હાથ ધરી છે. EDએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ કર્ણાટક સહિત અમદાવાદમાં કુલ 21 સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.
KPSC ભરતી કેસમાં 21 સ્થળોએ દરોડા
EDની તપાસ હેઠળ KPSCની ઓફિસ ઉપરાંત સસ્પેન્ડ કરાયેલા ચેરમેન શિવશંકરપ્પા એસ. સાહુકર, KPSC સભ્ય શાંતા હોસામાની અને કથિત વચેટિયાઓ સાથે જોડાયેલા પરિસરોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પરીક્ષાની ડિજિટલ નકલોની તપાસ માટે જવાબદાર એજ્યુસ્ટેટ સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડની ઓફિસો પર પણ તપાસ કરવામાં આવી રહી છે.
વેટરનરી ઓફિસરની ભરતીમાં પસંદ થયેલા કેટલાક ઉમેદવારોના પરિસરોની પણ ED દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. કથિત વચેટિયા તરીકે સામે આવેલા અલી અને સિકંદર સાથે જોડાયેલા સ્થળો પર પણ સર્ચ હાથ ધરાયું છે.
80 લાખ રૂપિયા સુધીની લાંચ માંગ્યાનો આરોપ
KPSCએ કુલ 400 વેટરનરી ઓફિસરની જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા (Veterinary Officer Recruitmen)શરૂ કરી હતી. તેમાં 342 નિયમિત અને 58 બેકલોગ જગ્યાઓનો સમાવેશ થાય છે.
આ ભરતી પ્રક્રિયા દરમિયાન કેટલાક ઉમેદવારોએ ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમના જણાવ્યા મુજબ કથિત વચેટિયાઓએ અંતિમ પસંદગી યાદીમાં નામ સામેલ કરાવવાના બદલામાં મોટી રકમની માંગણી કરી હતી. કેટલાક કિસ્સામાં આ રકમ 80 લાખ રૂપિયા સુધી હોવાનું પણ ઉમેદવારોએ જણાવ્યું હતું.
ઉમેદવારોનો આરોપ છે કે પૈસા આપવાથી પસંદગીની ખાતરી આપવામાં આવતી હતી. આ દાવાઓ સામે આવ્યા બાદ સમગ્ર ભરતી પ્રક્રિયા શંકાના ઘેરામાં આવી હતી.
ભરતી પ્રક્રિયામાં ગેરરીતિની તપાસ
આક્ષેપો અનુસાર કથિત વચેટિયાઓએ ભરતી પ્રક્રિયાને પ્રભાવિત કરવાનો પ્રયાસ કર્યો હતો. લાયક ઉમેદવારો સાથે અન્યાય થયો હોવાના દાવા પણ કરવામાં આવ્યા છે.
હવે EDની તપાસનો મુખ્ય હેતુ કથિત લાંચની રકમ, તેના નાણાકીય વ્યવહારો અને આ સમગ્ર મામલા સાથે સંકળાયેલા લોકો વચ્ચેના સંબંધોની તપાસ કરવાનો છે. શિવશંકરપ્પા સાહુકરે જામીન માટે હાઇકોર્ટનો સંપર્ક કર્યા બાદ EDની આ કાર્યવાહી વધુ મહત્વપૂર્ણ બની છે.
EDની કાર્યવાહીથી તપાસનો વ્યાપ વધ્યો
KPSC ભરતી (KPSC Recruitment)વિવાદ હવે માત્ર ભરતી પ્રક્રિયા પૂરતો સીમિત રહ્યો નથી. EDની PMLA હેઠળની તપાસને (PMLA Investigation)કારણે કથિત ભ્રષ્ટાચાર પાછળના નાણાકીય વ્યવહારો પણ તપાસના કેન્દ્રમાં આવ્યા છે.
21 સ્થળોએ એકસાથે હાથ ધરવામાં આવેલા સર્ચ ઓપરેશન બાદ તપાસમાં કયા દસ્તાવેજો અને ડિજિટલ પુરાવા સામે આવે છે તેના પર હવે સૌની નજર છે. તપાસ પૂર્ણ થયા બાદ જ આરોપોની હકીકત અને કથિત નાણાકીય ગેરરીતિનું સંપૂર્ણ ચિત્ર સ્પષ્ટ થશે.
