Dharma & Bhakti/ બુઘ અસ્ત થવાથી આગામી 30 દિવસ આ 4 રાશિઓ થશે માલામાલ…પદ-પ્રતિષ્ઠામાં થશે વૃધ્ધિ!

પંચાંગ અનુસાર, આજ રોજ બુધ ગ્રહ સિંહ રાશિમાં અસ્ત ( Budh Asta 2026) થવા જઇ રહ્યાં છે. આના કારણે આ 4 રાશિઓને ધનપ્રાપ્તિ અને પદોન્નતિના યોગ…

Religious Rashifal Trending Dharma & Bhakti
budh asta 2026... એમ છતાંયે આજથી આ 4 રાશિઓ માલામાલ થશે!

Dharm & Bhakti: જ્યોતિષશાસ્ત્રમાં બુધ ગ્રહનું અસ્ત થવું (Budh Asta 2026) અત્યંત અશુભ ગણાય છે. પરંતુ, જ્યોતિષવિદોના મતે બુધ અસ્ત થવાથી રાશિચક્રની 4 રાશિઓ (Zodiac Signs)ની કારકિર્દી અને પદપ્રતિષ્ઠામાં વધારો થઇ શકે છે.

વૈદિક જ્યોતિષ (Vaidic Astrology)માં બુધ્ધિ, વેપાર, તર્ક અને સંચારના કારક એવા બુધ ગ્રહ (Budh Graha)નું વિશેષ સ્થાન છે. પંચાંગ અનુસાર, 18 ઑગષ્ટ 2026 અર્થાત્ આજ રોજ બુધ ગ્રહ સિંહ રાશિમાં અસ્ત (Budh Asta 2026) થવા જઇ રહ્યાં છે. જ્યોતિષીય ગણના અનુસાર, જ્યારે પણ કોઇ ગ્રહ સૂર્યની અત્યંત નિકટ પહોંચે છે ત્યારે એનું અસ્ત થવું નિશ્ચિત હોય છે. બુધ ગ્રહ આગામી 30 દિવસો સુધી આ જ અવસ્થામાં રહેશે.

બુધ અસ્ત : 4 રાશિઓ માલામાલ (Budh Asta 2026: 4 zodiac signs are prosperous)

આમ જોઇએ તો કોઇ પણ ગ્રહનું અસ્ત થવું સામાન્ય રીતે એની શક્તિની ઉણપ માનવામાં આવે છે, પરંતુ ગ્રહોના રાજા સૂર્યની સાથે સિંહ રાશિમાં બુધની આ સ્થિતિ કેટલીયે રાશિઓ માટે શુભ ફળદાયક સિદ્ધ થશે. વિશેષ કરીને, કેરિયર અને વ્યવસાયના દ્રષ્ટિકોણથી આગામી 30 દિવસ આ 4 રાશિઓ માટે મુખ્યત્વે અત્યંત લાભકારી રહેવાની સંભાવના છે.

વૃષભ રાશિ
વૃષભ રાશિ

વૃષભ રાશિ (Vrushabh Rashi)

વૃષભ રાશિના જાતકો માટે બુધનું અસ્ત થવું (Budh Asta 2026) કારકિર્દીમાં નવીન અવસર પ્રદાન કરશે. કાર્યક્ષેત્રમાં તમારી વાકપટુતા અને કાર્યકુશળતાની પ્રશંસા થશે. વરિષ્ઠ અધિકારીઓનો પૂર્ણ સહયોગ પ્રાપ્ત થશે. એનાથી તમને પ્રમોશનના યોગ સર્જાશે. વેપારક્ષેત્રે જોડાયેલા લોકોને નવા અને લાભદાયી પ્રોજેક્ટ્સ મળી શકે છે જેનાથી આર્થિક લાભ પ્રાપ્ત થશે.

મિથુન રાશિ (Mithun Rashi)

મિથુન રાશિના સ્વામી સ્વયં બુધ ગ્રહ છે. આ દરમિયાન, તમારા પરાક્રમ અને સાહસમાં વૃદ્ધિ થશે. જો તમે લાંબા સમયથી નોકરી બદલવાની અથવા તો નવી જવાબદારીની શોધમાં છો તો સફળતા પ્રાપ્તિના યોગ છે. મીડિયા, લેખન અને માર્કેટિંગ સાથે સંલગ્ન લોકો માટે આ સમય ઉત્તમ છે. આવકના નવીન માર્ગ પ્રશસ્ત થશે અને ફસાયેલા નાણા કે ધન પ્રાપ્ત થઇ શકે છે.

સિંહ રાશિ (Sinh Rashi)

બુધ તમારી જ રાશિમાં અસ્ત (Budh Asta 2026) થઇ રહ્યાં છે જેથી તમારી વિચારવા અને સમજવાની ક્ષમતા અને નિર્ણય લેવાની શૈલીમાં નિખાર આવશે. તમારા કાર્ય કરવાની પદ્ધતિ થી મેનેજમેન્ટ પ્રભાવિત થશે. નોકરી કરનારા લોકોને મનપસંદ પ્રોજેક્ટ અથવા તો ટ્રાન્સફર મળી શકે છે. તમારા વિરોધી શાંત રહેશે અને સમાજ તથા કાર્યસ્થળ એમ બંને જગ્યાએ તમારી આબરુ વધવાની સંભાવના છે.

તુલા રાશિ (Tula Rashi)

તુલા રાશિના જાતકો માટે બુધનું અસ્ત થવું લાભ સ્થાનને પ્રભાવિત કરશે, જે તમારા કેરિયર માટે ઉત્તમ સાબિત થશે. બિઝનેસમાં નવા સોદા પાર પડશે જે ભવિષ્યમાં તમને ઘણો જ ફાયદો પહોંચાડશે. નોકરીમાં તમારા સહયોગીઓની મદદથી મુશ્કેલથી મુશ્કેલ કાર્ય પણ સરળતાપૂર્વક પૂર્ણ થશે. આર્થિક પક્ષ મજબૂત બનશે અને કેરિયરમાં સ્થિરતા આવશે.

વિશેષ ઉપાય (Astrological Remedy)

બુધના શુભ પ્રભાવોને જાળવી રાખવા માટે પ્રતિદિન ભગવાન ગણેશ (Lord Ganesha)ને દુર્વા ચડાવવી અને ‘ ૐ ગં ગણપતયે નમ:’ મંત્રનો જાપ કરવા. બુધવારના દિવસે ગાયને લીલો ઘાસચારો ખવડાવવો પણ ઉત્તમ રહેશે.


આ પણ વાંચો:મહાદેવની ત્રીજી આંખ પાછળ છુપાયેલું આધ્યાત્મિક રહસ્ય, જાણો જ્યારે પાર્વતીજીએ શિવજીની આંખો બંધ કરી ત્યારે બ્રહ્માંડમાં શું બન્યું હતું?

આ પણ વાંચો:શ્રાવણ માસમાં શિવ આરાધનાનું મહત્ત્વ: રાશિ પ્રમાણે જાણો ભોળાનાથને પ્રસન્ન કરવાની પૂજા વિધિ

આ પણ વાંચો:મહાદેવની ત્રીજી આંખ પાછળ છુપાયેલું આધ્યાત્મિક રહસ્ય, જાણો જ્યારે પાર્વતીજીએ શિવજીની આંખો બંધ કરી ત્યારે બ્રહ્માંડમાં શું બન્યું હતું?