દક્ષિણ સ્પેન (Spain) ના કોર્ડોબા પ્રાંતમાં રવિવારે સાંજે એક ગંભીર ટ્રેન (Train) દુર્ઘટના સર્જાઈ. બે હાઈ-સ્પીડ ટ્રેનો વચ્ચે થયેલી જોરદાર અથડામણમાં 21 મુસાફરોના મોત થયા હતા અને 100થી વધુ લોકો ઈજાગ્રસ્ત બન્યા હતા. આ અકસ્માત અદામુઝ નજીક થયો હતો.
હાઈ-સ્પીડ ટ્રેન ખીણમાં ખાબકી
મળતી માહિતી મુજબ ખાનગી કંપની ઇર્યોની ટ્રેન (Train) બાજુના ટ્રેક પરથી પાટા પરથી ઉતરી ગઈ હતી અને સામે દિશામાં આવી રહેલી રાજ્ય સંચાલિત રેન્ફેની અલ્વિયા ટ્રેન (Train) સાથે ભીડાઈ હતી. ટક્કર એટલી ભયાનક હતી કે એક ટ્રેન પાટા પરથી ઉતરી નજીકની ખીણમાં ખાબકી ગઈ હતી.

રવિવારે સ્થાનિક સમય મુજબ સાંજે અંદાજે 6:40 વાગ્યે અકસ્માત સર્જાયો હતો. કોર્ડોબાથી મેડ્રિડ તરફ જઈ રહેલી ઇર્યો ટ્રેન (Train) પાટા પરથી ઉતરી ગઈ હતી. માલાગાથી મેડ્રિડ જઈ રહેલી ઇર્યો ટ્રેન (Train) માં 300થી વધુ મુસાફરો સવાર હતા, જ્યારે મેડ્રિડથી હુએલ્વા તરફ જતી રેન્ફે ટ્રેનમાં આશરે 100 મુસાફરો હતા. અકસ્માત સમયે હુએલ્વા જતી ટ્રેન લગભગ 200 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી રહી હતી.
આદમુસના મેયર અને ફાયર વિભાગના જણાવ્યા અનુસાર, અકસ્માત સ્થળે ઘણા મુસાફરો ધાતુ અને કાટમાળ વચ્ચે ફસાયા હતા. રેન્ફે ટ્રેન (Train) ના પહેલા બે ડબ્બા સંપૂર્ણપણે નાશ પામ્યા હતા. સેના અને અગ્નિશામકોને તૈનાત કરવામાં આવ્યા હતા. રાત્રિના અંધકાર અને મુશ્કેલ ભૂપ્રદેશને કારણે બચાવ પ્રયાસો મુશ્કેલ બન્યા હતા.
ઘાયલોમાંથી 25 લોકોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. મુસાફરોએ ઇમરજન્સી હથોડાથી બારીઓ તોડીને પોતાનો જીવ બચાવ્યો હતો. સ્થાનિક રહેવાસીઓએ કડકડતી ઠંડી (6°C) વચ્ચે પીડિતો માટે ધાબળા અને ખોરાકની વ્યવસ્થા કરી છે.
સ્પેન (Spain) ના પરિવહન મંત્રી ઓસ્કાર પુએન્ટેએ અકસ્માતને “અસાધારણ” કહીતા તેનું કારણ એ જણાવ્યું કે દુર્ઘટના સીધા ટ્રેક પર બની. આ માર્ગને માત્ર મે મહિનામાં જ નવીન બનાવવામાં આવ્યું હતું. ટ્રેનના બ્લેક બોક્સ અને ટેકનિકલ ડેટાની તપાસ ચાલુ છે. મેડ્રિડ અને એન્ડાલુસિયા વચ્ચેની તમામ ટ્રેન સેવાઓ રદ્દ કરાઇ છે, જ્યારે વડાપ્રધાન પેડ્રો સાંચેઝે સોમવારે માટેના પોતાના તમામ કાર્યક્રમો રદ કર્યા છે.
આ પણ વાંચો: દક્ષિણ અમેરિકાના પેરુમાં માચુ પિચ્ચુ માર્ગ પર બે ટ્રેનો ટકરાઈ, ડ્રાઈવરનું મોત અને 40થી વધુ ઘાયલ
આ પણ વાંચો: ભયાનક ટ્રેન અકસ્માત! સામેથી માલગાડી સાથે ટ્રેન અથડાઈ, જાણો ક્યારે, ક્યાં અને કેવી રીતે થયો અકસ્માત?
આ પણ વાંચો: યુપી બાદ હવે ગુજરાતમાં ટ્રેન અકસ્માત, માલગાડી પાટા પરથી ઉતરી, મુંબઈ-અમદાવાદ રેલવે ટ્રેકને અસર
