દિલ્હી
લવયાત્રી ફિલ્મના નિર્માતા સલમાન ખાનને સુપ્રિમ કોર્ટ તરફથી રાહત મળી છે.લવયાત્રીના નિર્માતા સલમાન ખાન સામે થયેલી FIR પર સુપ્રિમ કોર્ટે રોક લગાવી છે.ચીફ જસ્ટિસ દીપક મિશ્રાની અધ્યક્ષતા હેઠળની ખંડપીઠ સમક્ષ સલમાન ખાન તરફથી એવી રજુઆત કરવામાં આવી હતી કે ફિલ્મને સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (સેન્સર બોર્ડ) તરફથી મંજુરી મળી ગઈ છે આમ છતાં બિહારમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી છે અને ગુજરાતમાં વડોદરામાં પણ કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી છે.
જો કે સુપ્રિમ કોર્ટ સલમાન ખાન અને તેની કંપની સામે થયેલી એફઆઇઆર પર સ્ટે મુક્યો છે.લવયાત્રી 5 ઓક્ટોમ્બરના રોજ સમગ્ર દેશમાં રિલીઝ થશે. નિર્માતાની અરજીની સુનાવણી કરતી વખતે બેન્ચે જણાવ્યું હતું કે ફિલ્મના નામ અને તેની સામગ્રીના સંબંધમાં તેમની વિરુદ્ધ કોઈ કાયદાકીય કાર્યવાહી કરવામાં ના આવી જોઈએ. ફિલ્મ સામે કેટલાક ક્રિમિનલ કેસ નોંધાયા છે. આક્ષેપ કરવામાં આવ્યો છે કે ફિલ્મના નામથી હિંદુઓની ધાર્મિક લાગણીઓને નુકસાન પહોંચાડ્યું છે.

રાઇટ વિંગ ગ્રૂપના લોકોએ ફિલ્મના પહેલા નામ ‘લવરાત્રી’ પર વિરોધ વ્યક્ત કર્યો હતો, તેનું નામ નવરાત્રી જેવું જ છે.વિરોધ કરી રહેલ સંગઠનો એવો આરોપ હતો કે નામના કારણે હિન્દુઓની લાગણીઓને ઠેસ પહોંચી રહી છે. બિહાર કોર્ટના મુઝફ્ફરપુર કોર્ટે ધાર્મિક લાગણીઓને દુઃખ પહોંચાડવાના કિસ્સામાં ફરિયાદ કર્યા પછી સલમાન સામે કેસ દાખલ કરવાનો આદેશ આપ્યો હતો. તેમને અશ્લીલતા ફેલાવવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો હતો.
This is not a spelling mistake… #loveyatri #lovetakesover…@SKFilmsOfficial @aaysharma @Warina_Hussain @abhiraj21288 @TSeries pic.twitter.com/WcI5tbXkke
— Salman Khan (@BeingSalmanKhan) September 18, 2018
ફિલ્મ ‘લવરાત્રી’ કે જે હવે ‘લવયાત્રી’ બની ચુકી છે. 5 ઓક્ટોમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. આ રોમેન્ટિક મૂવીમાં સલમાન ખાનના બનેવી આયુષ શર્મા લીડ રોલમાં જોવા મળશે અને તેમના સાથે વરિના હુસૈન પણ છે અને તે પણ આ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યુ કરી રહી છે. આ ફિલ્મને અભિરાજ મીનાવાલા દ્રારા ડાયરેક્ટ કરવામાં આવી છે.
