Dhanteras 2023/ ધનતેરસના દિવસે યમનો દીવો પ્રગટાવવાનું છે માહાત્મ્ય, જાણો કારણ

ધનતેરસના દિવસે સાંજે દેવી લક્ષ્મી અને ભગવાન કુબેરની પૂજા  કર્યા બાદ પ્રદોષ કાળમાં યમનો દીપક પ્રગટાવવામાં આવે છે. આ દીવો દક્ષિણ દિશામાં રાખવો.

Trending Dharma & Bhakti

દિવાળી પર્વ પાંચ દિવસનો છે. દિવાળી તહેવારની શરૂઆત ધનતેરસના દિવસથી થાય છે. આ દિવસે મોટાભાગના લોકો સાંજે લક્ષ્મીપૂજન કરે છે. માતા લક્ષ્મીના પૂજન સાથે ભગવાન ઘન્વંતરિની પણ પૂજા કરવામાં આવે છે. કેમકે પૌરાણિક કાળમાં આ દિવસે, સમુદ્ર મંથન દરમિયાન, ભગવાન ધન્વંતરી હાથમાં કલશ લઈને પ્રગટ થયા હતા. તેમના પૂજનથી ઘરમાં સુખ સમૃદ્ધિ સદાકાળ રહે છે.

કેમ પ્રગટાવવામાં આવે છે યમનો દીપ

ધનતેરસના દિવસે કેટલાક સ્થાનો પર માતા લક્ષ્મીના પૂજન સાથે કૂબેર અને યમરાજા પૂજા કરવાની પરંપરા ચાલી આવે છે. એવી માન્યતા છે કે આ દિવસે યમની પૂજા કરવાથી અકાળ મૃત્યુનો ભય દૂર થાય છે. ધનતેરસના દિવસે સાંજે દક્ષિણ દિશામાં ચારમુખી દીવો પ્રગટાવવામાં આવે છે જેને યમ દીપક કહેવામાં આવે છે. યમ મૃત્યુ અને ન્યાયના દેવતા છે. યમલોકમાં યમ કાયદા બનાવે છે અને પાપીઓને સજા આપે છે. આ દિવસે દિપદાનનું મહત્વ છે. કહેવાય છે કે દિપદાન કરવાથી અકાળ મૃત્યુથી બચી શકાય છે.

ધનતેરસના દિવસે સાંજે દેવી લક્ષ્મી અને ભગવાન કુબેરની પૂજા  કર્યા બાદ પ્રદોષ કાળમાં યમનો દીપક પ્રગટાવવામાં આવે છે. આ દીવો દક્ષિણ દિશામાં રાખવો. કેમકે યમરાજ દક્ષિણ દિશાના સ્વામી કહેવાય છે. સાંજે લક્ષ્મી પૂજન બાદ ચાર દીવા પ્રગટાવી તેમાં તેલ રેડવું. એવું માનવામાં આવે છે કે શનિ ગ્રહ સંબંધિત દોષો દૂર કરવા સરસવના તેલનો દિવો કરવો. લાંબા સમયથી ચાલતી સ્વાસ્થ્ય સમસ્યા દૂર કરવા તલના તેલનો દીવો પ્રગટાવવો.

આ દિવસે યમના નામનો દીવો પ્રગટાવવાથી ઘરમાં સુખ, શાંતિ અને સ્વાસ્થ્યની કામના કરવામાં આવે છે. મુખ્ય દ્વાર પર ગાયના ઘીનો દીવો પ્રગટાવવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને અઢળક ધનની પ્રાપ્તિ કરે છે. એવું માનવામાં આવે છે કે રાત્રે યમનો દિવો પ્રગટાવવાથી આપણા ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશ કરતી નથી.


આ પણ વાંચો : Air Pollution/ દિલ્હી વાયુ પ્રદૂષણને પગલે નિષ્ણાતની ચેતવણી ‘હૃદય અને મગજને પણ અસર કરે છે’

આ પણ વાંચો : Deepfake Video/ માત્ર રશ્મિકા મંદાનાનો વીડિયો જ નહીં, ઇન્ટરનેટ પર આ વર્ષે 1.43 લાખ ડીપફેક વીડિયો આવ્યા

આ પણ વાંચો : Supreme Court Order On Diwali/ શું આપણે દિવાળી પર ફટાકડા ફોડી શકીશું? સુપ્રીમ કોર્ટે આપ્યો મોટો આદેશ