ઉત્તર કોરિયા એ ધમકી આપી છે કે જો અમેરિકા અણુ હથિયાર ખતમ કરવાનું એકતરફી દબાણ કરશે તો ટ્રમ્પ સાથેની પ્રાસ્તાવિક
વાર્તા રદ કરી દેવામાં આવશે. ટ્રમ્પ અને કીમ ની વાર્તા ૧૨ જુન ના રોજ થવાની છે. ઉતર કોરિયા આ પહેલા પોતાના અણુ
હથિયાર ખતમ કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી ચુક્યું છે.
ઉત્તર કોરિયા એ કહ્યું કે અમેરિકા બેજવાબદાર બયાનો આપીને એમને ઉગ્સાવી રહ્યું છે. ઉતર કોરિયા ની ન્યુઝ એજંસી કેસીએને ના
પ્રમાણે , ઉપ- વિદેશમંત્રી કીમ કાઈ-ગ્વાને કહ્યું કે અમરિકા એનું વલણ નહિ બદલે તો એમને વિચારવું પડશે કે અમેરિકા સાથે
પ્રાસ્તાવિક વાર્તા માં શામેલ થવું કે નહિ.ઉત્તર કોરિયા નું કહેવાનું છે કે એમને આશા હતી કે આ વાર્તા-લાપ થી હાલત સામાન્ય થઇ શકે છે પરંતુ અમેરિકા બેજવાબદાર બયાનબાજી કરીને તેમને ઉગસાવી રહ્યું છે. આ વાર્તા-લાપ માટે ખુબજ સારી તૈયારીઓ ચાલી રહી
હતી પણ હવે ઉતર કોરિયાના આવા નિવેદનથી સંદેહ પેદા થઇ રહ્યો છે. અમેરિકાએ કહ્યું છે કે ઉત્તર કોરિયા ના વલણમાં આવેલા બદલાવની તેમને કોઈ જાણકારી નથી, ટ્રમ્પ-કીમ ના વાર્તા-લાપ માટેની તૈયારીઓ ચાલુજ રહેશે.
કોરિયા નેશનલ ડીપ્લોમેટીક એકેડમી ના પ્રોફેસર કીમ હ્યુન-વુક નું કહેવાનું છે કે ઉતર કોરિયા વાર્તા-લાપ માટે નવી શરતો તૈયાર
કરવાની કોશિશ કરી રહ્યું છે. તેમણે કહ્યું કે કીમ જોંગ ઉન પરમાણું નીશશ્ત્રીકરણ માટે પહેલા અમેરિકા ની માંગો માનવા માટે મજબુર
હતું પરંતુ હવે ચીન સાથે સબંધ સુધર્યા હોવાથી અને આર્થિક મદદનો ભરોસો મળવાથી પોતાનું વલણ બદલવાની કોશિશ કરી રહ્યું છે.
દક્ષીણ કોરિયા સાથેની બુધવારની પ્રાસ્તાવિક વાર્તા પણ ઉત્તર કોરિયા રદ કરી ચુક્યું છે. ઉત્તર કોરિયાનું કહેવાનું છે કે દક્ષીણ કોરિયાના
અમેરિકા સાથેના યુદ્ધાભ્યાસના કારણે આ ફેસલો લેવામાં આવ્યો છે. દક્ષીણ કોરિયાએ ઉત્તર કોરિયા સાથેની વાર્તા રદ થવાને અફસોસજનક બતાવ્યું છે. ૨૭ એપ્રિલે થયેલી બંને દેશો વચ્ચેની વાર્તા ને આગળ વધારવા માટે બુધવારે બંને દેશના સાશકો ફરી મુલાકાત કરવાના હતા.ઉત્તર કોરિયાના બદલાયેલા વલણની અસર એશિયાના શેર બઝારો પર જોવા મળી રહી છે તથા નીવેશાકોની ચિંતા પણ વધી ગઈ છે. જાણકારોનું માનવાનું છે કેઉત્તર કોરિયા અને અને અમેરિકાની વાર્તા રદ થઇ જાય છે તો ચીન અને અમેરિકા વચ્ચે વેપારને લઈને તનાવ વધી શકે છે.
૧૮ વર્ષ પછી વાતચીત નો હતો મૌકો
અમેરિકા અને ઉત્તર કોરિયા વચ્ચે મુલાકાત કરાવવામાં દક્ષીણ કોરીયાએ મધ્યસ્થીની ભૂમિકા ભજવી હતી. દક્ષીણ કોરિયાના નેશનલ
સિક્યુરીટી એડવાયસરચુંગ યુઈ-યોન્ગે જ આ વાત ની જાણકારી આપી હતી કે ટ્રમ્પ મુલાકાત કરવા માટે રાજી થઇ ગયા છે.
ઓક્ટોબર ૨૦૦૦માં બીલ ક્લીન્ટન સરકારના વિદેશમંત્રી મેડલીન અલ્બ્રાઈટે કીમ જોંગ ઉનના પિતા અને એ સમયનાઉત્તર
કોરિયાના સાશક કીમ જોંગ ઉન સાથે વાત કરી હતી.
