Morbi News : હળવદ-મોરબી હાઈવે પર ફરી એકવાર ઝડપી ડ્રાઈવિંગના જોખમો સામે લાવતી ઘટના સામે આવી છે. ચરાડવા ગામ નજીક ગઈકાલે રાત્રિના સમયે પૂરઝડપે દોડી રહેલી એક કાર અચાનક નિયંત્રણ ગુમાવતા રોડ સાઈડ આવેલા થાંભલા સાથે ધડાકાભેર અથડાઈ ગઈ હતી. અથડામણ એટલી જોરદાર હતી કે થાંભલો તૂટી પડ્યો અને કાર આંખના પલકારામાં પલટી ખાઈ ગઈ. અકસ્માત (Accident) ની સમગ્ર ઘટના નજીકના પેટ્રોલ પંપ પર લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે.
સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત(Accident)

પ્રાથમિક માહિતી અનુસાર, કાર ચાલક હાઈવે પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક કોઈ કારણસર તેણે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. પરિણામે કાર સીધી રોડ સાઈડમાં આવેલા પેટ્રોલ પંપ નજીકના થાંભલા સાથે અથડાઈ. જોરદાર ટક્કરથી થાંભલો તૂટી ગયો અને કાર હવામાં ઉછળી પલટી મારી ગઈ.
અકસ્માત (Accident) બાદ મચી અફરાતફરી
અકસ્માત (Accident)થતાં જ આસપાસ અફરાતફરી મચી ગઈ હતી. પેટ્રોલ પંપ પર હાજર લોકો તેમજ અન્ય વાહનચાલકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. લોકોએ કારમાં ફસાયેલા ચાલકને બહાર કાઢવામાં મદદ કરી અને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. કાર ચાલકને ઈજાઓ પહોંચી છે, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.
કારને ભારે નુકસાન, થાંભલો ધરાશાયી
અકસ્માત (Accident) માં કારના આગળના ભાગને ભારે નુકસાન પહોંચ્યું છે. થાંભલો સંપૂર્ણપણે તૂટી પડતાં પેટ્રોલ પંપ આસપાસના વિસ્તારમાં થોડા સમય માટે અવરજવર પર અસર પડી હતી. સ્થાનિકોએ ઘટનાની જાણ પોલીસને પણ કરી હતી.
CCTV ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ
આ સમગ્ર ઘટનાનો CCTV વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ફૂટેજમાં સ્પષ્ટ જોવા મળે છે કે કાર અત્યંત ઝડપે આવી રહી હતી અને અચાનક થાંભલા સાથે અથડાઈ પલટી ખાઈ ગઈ હતી. આ વીડિયો ફરી એકવાર હાઈવે પર ઝડપી ડ્રાઈવિંગ કેટલું જોખમી સાબિત થઈ શકે છે તે બાબતનો ચેતવણીરૂપ દાખલો બની રહ્યો છે.
